જીવનમાં ગમે તે ભુલ કરજો પણ આ ૫ ચીજોનું અપમાન અપમાન કરવાની ભુલ બિલકુલ પણ કરવી નહીં

Posted by

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ પાંચ કારણોથી જ વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે. આપણા જીવનમાં ઘણી વખત એવા અવસર આવે છે જ્યારે આપણે પોતાને ખૂબ જ અસહાય મહેસૂસ કરીએ છીએ, પછી તેનું કારણ ગમે તે હોય. સામાન્ય રીતે તો આપણો સામનો મુશ્કેલીઓથી હંમેશા થતો રહે છે. ક્યારેક પૈસાની તંગી આવે છે તો ક્યારેક સંબંધોમાં તિરાડ, તો વળી ક્યારેક કોઈ દુર્ઘટના થતી હોય છે તો ક્યારેક અસફળતાનો સામનો કરવો પડે છે. આવી રીતે દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ચાલતી રહેતી હોય છે.

Advertisement

પરંતુ જો સ્થિતિ સતત આવી રહેતી હોય એટલે કે જીવનમાં એક બાદ એક મુસીબતો આવી રહી હોય તો જાણતા અજાણતામાં આપણાથી જરૂર અમુક એવી ભૂલો થઈ રહી છે, જેનો સંબંધ વાસ્તુશાસ્ત્ર સાથે હોઈ શકે છે. જો તમે દરેક સમયે આર્થિક પરેશાની થી પરેશાન છો એટલે કે તમારા જીવનમાં ગરીબીની સ્થિતિ રહેલી છે અને અઢળક મહેનત કરવા છતાં પણ તમે પૈસા કમાઈ શકતા નથી તો ચાલો તમને જણાવીએ કે તેની પાછળનું કારણ શું હોઈ શકે છે અને તેના નિવારણ માટે શું કરી શકાય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ઉપદેશોમાં એવી વાતોનો ઉલ્લેખ કરેલ છે, જેને આપણે ભૂલથી પણ કરવી જોઈએ નહીં, નહીંતર તેના લીધે આપણે ગરીબ બની શકીએ છીએ અને આપણી આર્થિક પરેશાનીઓ હંમેશા વધતી રહેશે.

સૌથી પહેલી અને મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિને આર્થિક રૂપથી પરેશાન કરવો જોઈએ નહીં. અસત્ય, બઈમાની અને દગો આપીને કમાવવામાં આવેલું ધન ક્યારે પણ સુખનું કારણ બની શકતું નથી. કોઈની પાસેથી પૈસા છીનવી લેવાનો વિચાર પણ પોતાના મનમાં લાવવો જોઈએ નહીં. કોઈના જમીન-મકાન ઉપર કબજો કરવો જોઈએ નહીં. કારણ કે તમે જે વ્યક્તિનું નુકસાન કરી રહ્યા છો તેના મુખમાંથી તમારા માટે હંમેશા બદદુઆ નીકળશે, જેનાથી તમે આર્થિક સંકટમાં ફસાઈ શકો છો.

બીજી મહત્વની વાત એ છે કે કારણ વગર વસ્તુઓ અને અનાજની બરબાદી કરવી જોઈએ નહીં. તેનાથી માં લક્ષ્મી અને અન્નપૂર્ણા દેવી બંનેનું અપમાન થાય છે અને તેઓ તમારાથી રિસાઈ જાય છે, જેના લીધે પણ વ્યક્તિએ પોતાના જીવનમાં આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

પોતાના ઘરમાં ચીજોને ક્યારેય પણ અસ્તવ્યસ્ત સ્થિતિમાં રાખવી જોઈએ નહીં, પરંતુ તેમને યોગ્ય સ્થાન ઉપર રાખીને ઘરને હંમેશા ચોખ્ખું જાળવી રાખવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજા ઉપર અનાવશક ગંદકી, બુટ-ચપ્પલ અને ભંગારનો ઢગલો રાખવો જોઈએ નહીં. કારણ કે ઘરના મુખ્ય દ્વારથી માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને મુખ્ય દ્વાર ઉપર ગંદકી જોઈને માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવવાને બદલે ત્યાંથી પરત ફરી જાય છે.

આવી જ રીતે પોતાના ઘરમાં શૌચાલય અને રસોડામાં પણ સાફ-સફાઈ નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગંદુ શૌચાલય એક તરફ જોવામાં પણ ખરાબ દેખાય છે તો બીજી તરફ તેનાથી બીમારી ફેલાવવાનો પણ ખતરો રહે છે. રસોડામાં પણ ગંદકી અને એઠા વાસણનો ઢગલો તમારા જીવનમાં ગરીબીને આમંત્રણ આપે છે.

સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેની જાળવણી સાથે સંબંધિત બધી વાતોનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે. સાવરણીનું અપમાન ભૂલથી પણ કરવું જોઈએ નહીં તથા સાંજના સમયે ક્યારેય પણ સાવરણી થી કચરો સાફ કરવો જોઈએ નહીં. સાવરણીનો અનાદર કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી રિસાઈ જાય છે.

ક્યારેય પણ કારણ વગર કોઈનું પણ અપમાન કરવું જોઈએ નહીં, પછી ભલે તે નાનું બાળક હોય કે કોઈ વડીલ હોય, પરંતુ તેનો અપમાન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. જે વ્યક્તિ નિર્ધન છે અને તમારી પાસે સહાયતા ની અપેક્ષા લઈને આવેલ છે જો તેની સહાયતા તમે કરી શકતા નથી તો તેનો અપમાન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. ક્યારેય પણ કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવો જોઈએ નહીં. મહિલાઓનું વિશેષ રૂપથી સન્માન કરવું જોઈએ. મહિલાઓને આપણા શાસ્ત્રોમાં દેવીનું રૂપ માનવામાં આવેલ છે. એટલા માટે ભૂલથી પણ તેનું અપમાન કરવું જોઈએ નહીં. મહિલાઓને હંમેશા સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે.

આપણા વાસ્તુશાસ્ત્રમાં બધી સમસ્યાઓના ઉપાય જણાવવામાં આવેલ છે. જેમ કે ઘરમાં અમુક જગ્યા પર ફટકડીનો ટુકડો રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવી જ રીતે પાણીમાં મીઠું ઉમેરીને ઘરમાં પોતું લગાવવાથી સકારાત્મકતા આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, “આપણે જીવનમાં દરેક રીતે સફળ થવા માટે સંઘર્ષ કરવો પડે છે. તમે પોતાની તરફથી ફક્ત મહેનત અને સંઘર્ષ કરતા રહો, મારી કૃપાથી સારું ફળ અવશ્ય પ્રાપ્ત થશે.”

Advertisement

Leave a Reply

Your email address will not be published.