જીવનમાં સુખ-શાંતિ જોઈએ તો અત્યારથી જ ગાંઠ બાંધી લો આચાર્ય ચાણક્યની આ ૫ વાતો

Posted by

આચાર્ય ચાણક્ય ભારતનાં એક મહાન વિદ્વાન રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવેલી અને બતાવવામાં આવેલી વાતો આજે પણ લોકોને ખુબ જ કામ આવે છે. તેમણે માનવ જીવનને લઇને ઘણું બધું કહ્યું છે. સદીઓ પહેલા આચાર્ય ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી વાતો આજે પણ ખુબ જ પ્રાસંગિક છે. કોઈપણ સ્થિતિમાં આપણને આચાર્ય ચાણક્યની વાતો કામ આવી શકે છે.

આજનાં દોડધામભર્યા જીવનમાં દરેક વ્યક્તિએ તેમની નીતિઓને જરૂર વાંચવી જોઈએ અને તેને અમલમાં પણ લાવવી જોઈએ. તેનાથી તમે જોશો કે તમારું જીવન પહેલાથી પણ સારું થઈ ગયું છે. આજના સમયમાં વ્યક્તિ પાસે શાંતિ અને સુખ નથી. તે ઈચ્છીને પણ તેના નજીક પહોંચી શકતો નથી. જોકે ચાણક્યએ અમુક એવી વાતો જણાવી છે, જે તમારા જીવનમાં સુખ-શાંતિ લાવી શકે છે. તમને જણાવવામાં આવી રહેલી વાતોને ધ્યાન વાંચો અને સમજવાની કોશિશ કરો. આવો જાણીએ આ વિશે ચાણક્યએ શું કહ્યું છે.

સુખ શાંતિ માટે અપનાવો આ વાતો

સુખ-શાંતિનો સંબંધ આપણા ખાવા-પીવાથી પણ છે. ખાવું-પીવું સારું અને પૌષ્ટિક ન હોય તો આપણું શરીર અને મન બંને જ અશાંત રહે છે. તેવામાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે ક્યારે પણ એવી વસ્તુઓનું સેવન ન કરો, જેનાથી તમારું પાચનતંત્ર ખરાબ થઈ જાય. જે વસ્તુ તમને પચે નહીં તેને ખાવી જોઈએ નહીં. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અને તમે બીમાર થઈ શકો છો.

દરેક વ્યક્તિ ભલે તે નાનો હોય કે મોટો હોય, અમીર હોય કે ગરીબ હોય. દરેક સન્માનની ઈચ્છા રાખે છે. દરેકનો અધિકાર પણ છે કે તે સન્માન મેળવે. જોકે ઘણીવાર સ્થિતિ એવી બની જાય છે કે કોઈ વ્યક્તિ અપમાનને પાત્ર બને છે. ક્યારેક સભામાં કોઈનું અપમાન થઇ જાય છે. આચાર્ય ચાણક્ય તેને લઈને કહે છે કે આપણે એવા સ્થાન પર ક્યારેય જવું જોઇએ નહી જ્યાં આપણું અપમાન થાય છે. એવા સ્થાનને જેટલું જલ્દી છોડીએ એટલું સારું હોય છે. આવું કરવાથી મન શાંત થાય છે અને ન કરવાથી મનમાં કડવાશ ઉત્પન્ન થાય છે. સાથે જ આપણે અંદરને અંદર જ મુંજવણ અનુભવીએ છીએ.

ત્રીજી ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે ક્યારે પણ અહંકારને પોતાના જીવનમાં જગ્યા ન આપો. જગ્યા કોઈ પણ હોય કે લોકો કોઈ પણ હોય ક્યારે પણ પોતાની અંદર અહંકાર કે ઘમંડ ને આવવા ન દો. ખાસ કરીને તમારા પરિવારજનો અને મિત્રો વચ્ચે તો ઈગો  ક્યારેય બતાવવો નહીં. આવું કરવાથી તમને જ નુકસાન થશે અને તમારા સંબંધમાં ખટાશ ઉત્પન્ન થઈ જશે.

જીવનમાં સુખ શાંતિ માટે ધ્યાન રાખવા યોગ્ય બીજી વાત છે કે જેને એક-બે વખત સમજાવવા પર સમજી જાય તેની સાથે સમય જરૂર વિતાવવો. પરંતુ વારંવાર કહેવા પર પણ જો ન સમજે અને ખોટું કામ કરે એવા વ્યક્તિનો તરત ત્યાગ કરી દો. કારણકે તમને તેનાથી કંઈ મળવાનું નથી ઉલટું તમારો જ સમય વ્યર્થ ચાલ્યો જશે. જેથી તમે તમારો કિંમતી સમય કોઈ નાસમજ નાં ચક્કરમાં બરબાદ ન કરો.

સત્ય સાથે ચાલવા વાળા લોકોનો હંમેશા સાથ આપો. જ્યારે જે ખોટું કે પક્ષધર હોય તેનો સાથ છોડી દો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો એવા વ્યક્તિની પાછળ સમય ખરાબ ન કરો કે એને ન મનાવો, જે સાચું સાંભળીને નારાજ થઈ જાય કે જેમાં સત્ય સાંભળવાની હિંમત ન હોય. એવા લોકો જુઠા હોય છે અને તમારા માટે હાનિકારક પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *