જો આ બાબતોનું ધ્યાન રાખશો તો સંબંધોમાં ક્યારેય અંતર આવશે નહીં, દરેક કપલે જરૂરથી વાંચવું

Posted by

તેમાં જરા પણ બેમત નથી કે જ્યારે પ્રેમિકા અથવા પતિ-પત્નીની વચ્ચે નવા સંબંધોની શરૂઆત થાય છે, તો શરૂઆતના સમયમાં બધું બરોબર ચાલતું હોય છે. જેમ કે એકબીજાની સાથે સમય પસાર કરવો, એકબીજા વિશે જાણવું અને એકબીજાને સમજવું, ખૂબ જ પ્રેમાળ અહેસાસ હોય છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ તેમ એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના ઓછી થવા લાગે છે. તેમાં કોઇપણ સંબંધમાં પ્રેમ ભરેલી તકરાર જાળવી રાખવી અને પોતાના સંબંધોને પહેલાની જેમ સંભાળીને રાખવા હકીકતમાં મુશ્કેલ કાર્ય હોય છે. પરંતુ આ મુશ્કેલ કાર્યને પણ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. જી હાં, જો તમે આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખશો, તો તમારા સંબંધોમાં જરા પણ અંતર આવશે નહીં અને તમારો પ્રેમ હંમેશાં જળવાઇ રહેશે.

સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે આ વાતો પર ધ્યાન આપો

સૌથી પહેલાં તો પોતાના પાર્ટનરની સામે પોતાની દરેક ભાવનાઓને જરૂરથી વ્યક્ત કરો. હકીકતમાં ઘણી વખત આપણે વિચારીએ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણો પાર્ટનર છે તો તે આપણી બધી ભાવનાઓને આપમેળે સમજી લેશે, પરંતુ આવું બનતું નથી. એટલે કે જો આપણે સીધા શબ્દોમાં કહેવામાં આવે તો અમુક ભાવનાઓને આપણે બોલીને પણ વ્યક્ત કરવી પડે છે.

જણાવી દઈએ કે જે પણ ચીજો તમારા પાર્ટનરને સારી લાગે છે અને જે ચીજો તેમને પસંદ નથી, આ બધી ચીજોને એક જગ્યાએ લખીને રાખો. તે સિવાય તમે ઈચ્છો તો સમય સમય પર પોતાના પાર્ટનર સાથે તેમની બદલતી પસંદ વિશે પણ પૂછી શકો છો. તેનાથી એકબીજા વચ્ચેનો પ્રેમ હંમેશાં જળવાઇ રહેશે.

મહત્વપૂર્ણ છે કે કોઇ પણ સંબંધમાં ઈમાનદારી ખૂબ જ મહત્વ ધરાવે છે. જો કે ઘણી વખત અમુક વાતો આપણે પોતાના પાર્ટનરથી એવું વિચારીને છુપાવી લેતા હોઈએ છીએ કે તે નારાજ થઈ જશે. ત્યારબાદ જ્યારે એજ વાત અન્ય કોઈ વ્યક્તિ પાસેથી તેને જાણવા મળે છે તો પરિસ્થિતિ વધારે બગડી શકે છે. એટલા માટે બની શકે તો પોતાના પાર્ટનરની સાથે દરેક વાત શેર કરો, ભલે તે વાત નાની હોય કે મોટી.

ખાટી મીઠી વાતોથી સંબંધોમાં રહે છે પ્રેમ

સૌથી ખાસ વાત એ છે કે જો તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે ઝઘડો થાય છે, તો પણ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરવું નહીં. કારણ કે ઘણી વખત ચુપ રહેવાથી ગેરસમજણ વધારે વધી શકે છે અને સંબંધો વધારે બગડી પણ શકે છે. એટલા માટે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરવું નહીં અને બની શકે તેટલું વધારે એકબીજા સાથે વાત કરવી.

અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે પોતાના સંબંધોને સુંદર જાળવી રાખવા માટે એકબીજાની સાથે સમય જરૂર થી પસાર કરો. ભલે તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય પરંતુ પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવા માટે તમારે થોડો સમય જરૂરથી કાઢવો જોઈએ. તમે ઈચ્છો તો શોપિંગ અથવા ડિનર ઉપર પણ જઈ શકો છો. તેનાથી તમારા સંબંધોમાં પ્રેમ અને સમજદારીનો તાલમેલ જળવાઈ રહેશે.

જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો તો તમારા સંબંધોમાં કયારેય પણ ખટાશ આવશે નહીં અને પાર્ટનર હંમેશા તમારી નજીક રહેશે. તમને સંબંધો સાથે જોડાયેલી જાણકારી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *