જો ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતની આ જગ્યાઓ લોકો વચ્ચે છે ફેમસ, ઓછા બજેટમાં આનંદ માણી શકશો

Posted by

ટ્રાવેલિંગ નાં શોખીન લોકોને તમે ફરવા માટે કોઈ પણ જગ્યા બતાવી દો, પરંતુ તેઓ એવી જગ્યાએ જવાનું પ્લાનિંગ કરે છે, જે જગ્યાઓ બજેટ ફ્રેન્ડલી હોય છે. પરંતુ આ વખતે તમે એવી જગ્યાઓ વિશે પણ જોઈ લો, જ્યાં યુવાનો સૌથી વધારે જવાનું પસંદ કરે છે. વળી આ લિસ્ટમાં અમુક એવી જગ્યા પણ છે, જ્યાં તમે જરૂરથી મુલાકાત લઈ ચુક્યા હશો, પરંતુ તમે ફરીથી પોતાના મિત્રો સાથે આ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. સુંદરતા અને મસ્તીથી ભરેલી આ જગ્યાઓ બજેટનાં હિસાબથી પણ બેસ્ટ છે. જો તમે ૪ થી પ દિવસ ફરવાનો પ્લાન કરો છો, તો પણ તમારું ખિસ્સું ખાલી થશે નહીં. તો ચાલો તમને જણાવીએ કે ભારતમાં ફરવા માટે યુવાનોની પહેલી પસંદગી કઈ છે.

ગોવા

ગોવા જવું દરેક લોકોનું સપનું હોય છે અને તે યુવાનોની વચ્ચે પણ ખુબ જ ફેમસ છે. અહીંના બીચ યુવાનોની વચ્ચે ખુબ જ ફેમસ છે. અહીંયા સૌથી વધારે બીચ અને નાઈટલાઈફ માં રહેવાનું યુવકોને પસંદ આવે છે. જો તમે પુણે અથવા મુંબઈ માં રહો છો, તો સરળતાથી ગોવા પહોંચી શકો છો. બજેટની બાબતમાં પણ ગોવા વધારે મોંઘું નથી. ગોવામાં એક કોટેજ અથવા હોમસ્ટે સામાન્ય રીતે સારો વિકલ્પ છે. કુલ મળીને આસપાસના સ્થાનોથી ગોવા ની યાત્રા તમને ૧૦ હજાર રૂપિયાથી વધારે ખર્ચ કરાવશે નહીં.

પોંડિચેરી

પોંડિચેરી કાયદેસર રીતે તો પુડુચેરી નાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે ફક્ત પોંડી નાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ભારતનાં ૭ કેન્દ્રશાસિત પ્રદેશો માંથી એક છે, જે તામિલનાડુના દક્ષિણી રાજ્યો થી ઘેરાયેલું છે. અહીંયા તમે ફ્રાંસીસી ઇમારતો અને ફ્રાંસીસી વાસ્તુકળાનો એક પરફેક્ટ તાલમેલ જોઈ શકો છો. અહીંયા આવતાની સાથે જ તમને એવું લાગશે કે તમે વિદેશની ગલીઓમાં ફરી રહ્યા છો. તમિલનાડુ રાજ્યનું એક સુંદર તટીય શહેર પોંડિચેરી ચેન્નઈથી બસ અથવા ટ્રેનના માધ્યમથી સરળતાથી પહોંચી શકાય છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ યાત્રામાં તમારે વધારે ખર્ચો થશે નહીં. ખાવું-પીવું અને રહેવું બધું તમારા બજેટમાં ફિટ થઈ જશે.

લેહ લદાખ

આપણે વળી લેહ લદાખને કેવી રીતે ભુલી શકીએ છીએ. તે તો દરેક ટ્રાવેલનાં શોખીન યુવાનોની સૌથી મનપસંદ જગ્યાઓમાંથી એક છે. અહીંયાથી તિબ્બતી બૌદ્ધ મઠ, લહેરાતા પ્રાર્થના ઝંડા, સફેદ સ્તંભ, લદાખનાં ભિતચિત્ર જેવી ચીજો આ જગ્યાને સ્વર્ગ બનાવે છે. તમને જણાવી દઈએ કે લદાખને દુનિયાના સૌથી ઠંડા રણના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તે બધી સંસ્કૃતિનાં સમાન સંસ્કૃતિની સાથે લદ્દાખના લોકો પર્યટકોનું ખુબ જ લાગણીસભર સ્વાગત કરે છે. લદાખ જી૫ પર્યટન, રાફ્ટિંગ અને ઊંચી-નીચી ટ્રેકિંગ ગતિવિધિઓ માટે યુવાનોની વચ્ચે ખાસ લોકપ્રિય છે. લેહ લદાખ પણ ફરવા માટે મોંઘી જગ્યા નથી. તમારે આવી જગ્યા જોવાનો અવસર બિલકુલ પણ છોડવો જોઈએ નહીં.

ઋષિકેશ

ઋષિકેશ ફરવાની સાચી મજા તો ત્યારે આવે છે જ્યારે તમે પોતાના મિત્રોની સાથે હોય. કારણ કે અહીંયા ભારતની મશહુર એક્ટિવિટી રિવર રાફ્ટિંગ રહેલ છે. જો તમે ઋષિકેશ આવ્યા અને રાફ્ટિંગ ન કરી તો કદાચ તમારી યાત્રા અધુરી માનવામાં આવી શકાય છે. ઋષિકેશ રાફ્ટિંગ ની સાથે સાથે પોતાના મંદિરો માટે પણ ઓળખવામાં આવે છે. જો વાત બજેટની કરવામાં આવે તો દિલ્હી થી હરિદ્વાર માટે રાજ્ય દ્વારા સંચાલિત બસમાં તમે અમુક સો રૂપિયા ખર્ચ કરીને ઋષિકેશ પહોંચી શકો છો. તમે ગંગા નદીના તટ ઉપર ઓછામાં ઓછા ૧,૬૦૦ રૂપિયામાં કેમ્પિંગ કરી શકો છો, જેમાં ભોજન પણ શામેલ છે. રાફ્ટિંગ માટે તમારે ૪૦૦ રૂપિયા ૧,૩૦૦ રૂપિયાની વચ્ચે ખર્ચ કરવો પડશે. અહીંયા સમગ્ર ઋષિકેશમાં ફરવાનો લગભગ ખર્ચ ૩ થી ૪ હજાર રૂપિયા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *