જો જીવનમાં સુખી થવું હોય તો આ ત્રણ વસ્તુમાં ક્યારેય સંતોષ ના માનવો

Posted by

દરેક લોકોએ પોતાના જીવનમાં સંતોષ રાખવો ખુબ જ જરૂરી છે. સંતોષ આપણા જીવનમાં ગતિ પ્રદાન કરે છે. એ વાત પણ સાચી છે કે માણસ જ્યારે સંતોષ માની લે છે ત્યાંથી તેનો વિકાસ રોકાઈ જાય છે. આ વાત સાચી છે પરંતુ એક વાત એ પણ સાચી છે કે માણસને સંતોષ ના થાય તો તે ખોટો રસ્તો પણ અપનાવે છે. અત્યારના જમાનામાં માણસ એકબીજાથી આગળ થવાની રેસમાં હોય ત્યાં સંતોષ હોય એ અસંભવ છે.

આમ જોઈએ તો માણસે દરેક વિષયમાં સંતોષ રાખવો જોઈએ પરંતુ જીવનમાં અમુક વિષય એવા પણ હોય છે જેમાં વ્યક્તિએ સંતોષ માનવો ના જોઈએ. જો વ્યક્તિ આ ત્રણ વિષયમાં સંતોષ માની લે તો જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી. તો ચાલો જાણીએ એ ત્રણ વિષય વિશે.

જ્ઞાન

આચાર્ય ચાણક્યના અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ સીમા હોતી નથી. વ્યક્તિ જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એટલું તેમના માટે જ ફાયદાકારક હોય છે. જ્ઞાનથી વ્યક્તિને કોઈ જ નુકસાન થતું નથી. જ્ઞાનની ભૂખ કોઈ દિવસ શાંત થતી નથી પરંતુ વ્યક્તિ જો આ ભુખ ને શાંત કરે છે તો તે વ્યક્તિ માટે નુકસાનકારક રહે છે.

તેથી કરીને જ્ઞાનની ભૂખ કોઈ દિવસ વ્યક્તિએ શાંત કરવી ના જોઇએ. જો કોઈ વ્યક્તિ જ્ઞાનની ભૂખ શાંત કરી દે છે તો તે વ્યક્તિ ના સફળતાના દ્વાર બંધ થઈ જાય છે.

દાન

વેદ અને શાસ્ત્રમાં દાન ને પુણ્ય ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વ્યક્તિ જેટલું વધારે દાન કરે છે તેનાથી વધારે ભગવાન તેને પાછું આપે છે. વ્યક્તિ જેટલું દાન કરશે એટલું તેને પુણ્ય મળશે. તેથી આપણે દાન કરતા રહેવું જોઈએ.

પ્રાર્થના

મનુષ્ય પોતાના જીવનની સમસ્યાઓને લઈને હંમેશા ચિંતિત રહેતો હોય છે. આ ચિંતાઓને લઈને એ ભગવાનને દોષી માનતો હોય છે. તે હંમેશા ભગવાન ને જ ફરિયાદ કરતો રહે છે. પરંતુ તે મુશ્કેલીના સમયમાં ક્યારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી. આપણા જીવનને ખુશ રાખવા માટે આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હા એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે આપણો કામ ધંધો છોડીને આખો દિવસ ભગવાનને જ પ્રાર્થના કરતી રહેવી ના જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *