લગ્ન પહેલા અને લગ્ન બાદનાં જીવન માં જમીન આસમાનનું અંતર હોય છે. લગ્ન પહેલાં કપલ્સમાં ખૂબ જ પ્રેમ હોય છે. જો કે જેમ-જેમ સમય પસાર થાય છે, તે લગ્ન બાદ આ પ્રેમને કાટ લાગવા લાગે છે. ઘણી બધી જવાબદારી આવી જાય છે. તમારું જીવન ખૂબ જ વ્યસ્ત બની જાય છે. ધીરે ધીરે પ્રેમ અને રોમાન્સ ખતમ થવા લાગે છે. જો કે તમે આ બધી પરિસ્થિતિને બદલી શકો છો.
ખાસ કરીને જો તમારો હસબન્ડ હવે બોરિંગ થઈ ગયો હોય અથવા તમારા ઉપર વધારે અટેન્શન ન આપતો હોય, તો અમારી આ ટિપ્સ તમારા ખૂબ જ કામ આવશે. જો બધી જ પત્નીનો લગ્ન બાદ અમુક ખાસ કામ કરવાનું શરૂ કરી દે તો તેમનો પતિ પપ્પુ માંથી ઈમરાન હાશ્મી બની જશે. તો ચાલો હવે મોડું શા માટે કરવું જોઈએ? જાણી લઈએ કે તમારે શું શું કરવું જોઈએ.
લગ્ન બાદ પતિના બોર થવાનું સૌથી મોટું કારણ છે કે તે તમને એક જ રૂપમાં જોઈને થાકી જાય છે. જો તમે ઈચ્છો છો કે તે તમને લઈને પહેલાની જેમ પાગલ બની રહે અને અન્ય મહિલાઓ તરફ ન જુએ, તો તમારે પોતાનામાં અમુક મહત્વના બદલાવ કરવાના રહેશે. લુક ચેન્જ કરવાનો સૌથી સારો ઉપાય હેર સ્ટાઈલ હોય છે. કોઈ સારા બ્યુટીપાર્લરમાં જાઓ અને પોતાના વાળને નવો લુક આપી દો. તેની સાથે સાથે અમુક સારા અને મોર્ડન કપડાં પણ ખરીદી લો. કંઈક એવા જેમાં તમારા પતિ એ તમને પહેલા ક્યારેય ન જોયા હોય. પછી જુઓ તેની અંદરનો ઈમરાન હાશ્મી કઈ રીતે જાગે છે.
પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપો. સ્લિમ અને ફિટ બનવામાં વ્યાયામ ૧૦% કાર્ય કરે છે, જ્યારે ડાયટનો ૯૦% રોલ હોય છે. એટલા માટે તમે આજથી જ આળસ છોડી દો અને પોતાને વધુમાં વધુ ફિટ અને આકર્ષક બનાવો. સારા ફિગરવાળી મહિલાને જોઈને દરેક પુરુષ આકર્ષિત થાય છે, પછી ભલે એ તમારો પતિ હોય. તેના હૃદયમાં કંઈક ને કંઈક જરૂર થશે.
ઘરમાં થોડું રોમેન્ટિક વાતાવરણ ક્રિએટ કરો. જેમકે બેડરૂમની લાઇટિંગ પર કામ કરો. ઘરમાં કોઈ મહેક વાળો એર ફ્રેશનર છાંટો. બેડને ફૂલોથી શણગારો. કોઈ સ્લો રોમેન્ટિક ગીત લગાવો. આવી રીતે ઘણા અન્ય પ્રયોગ પણ તમે કરી શકો છો.
ઘણી વખત રોજિંદી લાઇફ સ્ટાઇલ અને ડેલી રૂટિન પણ જીવનને કંટાળાજનક બનાવી દે છે. તેવામાં પોતાના હસબન્ડ સાથે કોઈ રોમેન્ટિક વેકેશન પર જાઓ. જ્યાં પહાડો અને નદીઓ વાળી જગ્યા હોય. કોઈપણ રોમેન્ટિક જગ્યા પર ગયા બાદ મગજના તાર વધારે તેજ ચાલશે અને તમારા હસબન્ડ ફરીથી રોમેન્ટિક બની જશે.
હસબન્ડ સાથે રોમેન્ટિક ફિલ્મ અથવા ડિનર માટે કોઈ બહારની જગ્યાએ જવું પણ કામ કરી શકો છો. જ્યારે તમે કોઈ લાંબા વેકેશન પર ન જઈ શકો તો રવિવારના દિવસે બહાર ફરવા માટે જાઓ. તેનાથી તમારા બંનેના પ્રેમને કાટ લાગશે નહીં.
જો એક પત્ની આ બધા જ કામ કરે છે તો જરૂરથી તેનો પતિ પહેલાં જેવો રોમેન્ટિક બની જશે. વળી આ કામ કર્યા બાદ તમારું લગ્નજીવન પણ સુરક્ષિત રહેશે. તમારા વચ્ચે લડાઈ ઝઘડા ઓછા થશે અને અલગ થવાની પરિસ્થિતિ આવશે નહીં.