જો પતિ-પત્નીની રાશિ એકસરખી છે તો કેવું રહેશે તેમનું વૈવાહિક જીવન, યુવક-યુવતીએ આ વાત જરૂરથી જાણી લેવી

Posted by

હિન્દુ ધર્મમાં લગ્ન માટે જેટલું જરૂરી મુહુર્ત જોવાનું હોય છે, એટલું જ જરૂરી લગ્ન માટે યુવક યુવતીની કુંડળી મેળવવી જરૂરી હોય છે. તે સિવાય તે વાતનો પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે યુવક યુવતી ની રાશિ એક સરખી તો નથી ને? અને જો યુવક યુવતી ની રાશિ એક સરખી છે, તો તેનું પરિણામ શું આવી શકે છે? આજે અમે તમને અમારા આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જો પતિ પત્ની ની રાશિ એક સરખી છે, તો લગ્ન બાદ કેવો પ્રભાવ પડે છે અથવા તો એક સરખી રાશિના યુવક યોગ્ય લગ્ન કરવા જોઈએ કે નહીં.

જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૧૨ રાશિઓ જણાવવામાં આવેલ છે. તે સિવાય બધી રાશિઓના ગ્રહ સ્વામી અલગ અલગ હોય છે અને તેના આધાર ઉપર જ લોકોનો સ્વભાવ રહેતો હોય છે. તો ચાલો જાણીએ કે જો એકસરખી રાશિ વાળા બે લોકો લગ્ન કરે છે, તો તેમનું વૈવાહિક જીવન કેવું રહે છે.

મેષ રાશિ (ગ્રહ સ્વામી – મંગળ)

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેઓ મહેનતુ રાશિ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો આ બે લોકો પરસ્પર લગ્ન કરે છે તો તેમનું જીવન સુખી રહે છે.

વૃષભ રાશિ (ગ્રહ સ્વામી – શુક્ર)

આ રાશિના જો બે લોકો લગ્ન કરે છે તો તેમનું જીવન પ્રેમમય બને છે. કહેવામાં આવે છે કે આ બંને એકબીજા સાથે પ્રેમથી રહે છે. તેમનું વૈવાહિક જીવન ખુબ જ કુશળ રીતે પસાર થાય છે.

મિથુન રાશિ (ગ્રહ રાશિ – બુધ)

આ રાશિના બે લોકો વચ્ચે લગ્ન થાય છે તો તેમના વૈવાહિક જીવનમાં સુખ થોડું ઓછું રહે છે. તેનું કારણ છે કે આ રાશિ શાંત સ્વભાવની હોય છે, પરંતુ વધારે ચિંતિત રહે છે. એ જ કારણ છે કે તેમનું વૈવાહિક જીવન સારી રીતે પસાર થઈ શકતું નથી.

કર્ક રાશિ (ગ્રહ સ્વામી – ચંદ્ર)

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપ રાશિના બંને લોકો લગ્ન કરે છે તો તેમની વચ્ચે વાદવિવાદ વધારે રહે છે તથા ચિંતામાં વધારો થાય છે.

સિંહ રાશિ (ગ્રહ સ્વામી – સુર્ય)

સિંહ રાશિ વાળા લોકોના જો પરસ્પર લગ્ન થાય છે તો તેમનામાં અમુક પરિસ્થિતિમાં વિવાદ ઊભો થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેમનો જીવન સુખી રહે છે.

કન્યા રાશિ (ગ્રહ સ્વામી બુધ)

કન્યા રાશિના જો બે જાતકો પરસ્પર લગ્ન કરે છે તો તેમની વચ્ચે અસંતૃષ્ટિનો ભાવ રહે છે અને તેમના દાંપત્ય જીવનમાં હંમેશા વાદવિવાદ ઊભા થતા રહે છે.

તુલા રાશિ (ગ્રહ સ્વામી – શુક્ર)

આ રાશિના લોકો પોતાના જીવનમાં મસ્ત રહેવાવાળા હોય છે, જેના કારણે તેમનું વૈવાહિક જીવન સુખી રહે છે.

વૃશ્ચિક રાશિ (ગ્રહ સ્વામી – મંગળ)

જો બંને જાતકો આ રાશિના હોય તો તેમની વચ્ચે વધારે વિવાદ થતા રહે છે, એટલું જ નહીં ચિંતા અને તણાવનો પણ સામનો કરવો પડે છે.

ધન રાશિ (ગ્રહ સ્વામી – ગુરુ)

ધન રાશિ ના લોકો જો આ રાશિના કોઈ જાતક સાથે લગ્ન કરે છે, તો તેમનું વૈવાહિક જીવન હંમેશા સુખમય રીતે પસાર થાય છે.

મકર રાશિ (ગ્રહ સ્વામી – શનિ)

જો મકર રાશિના લોકો આ રાશિના જાતકો સાથે વિવાહ કરે છે તો તેમનું જીવન સુખી રહે છે તથા તેમનું લગ્ન જીવન સફળ બને છે.

કુંભ રાશિ (ગ્રહ સ્વામી – શનિ)

આ રાશિના લોકો મહેનતુ હોય છે. જો તેઓ પરસ્પર લગ્ન કરે છે તો તેમનું જીવન આનંદમાં પસાર થાય છે.

મીન રાશિ (ગ્રહ સ્વામી – ગુરુ)

મીન રાશિના જાતકો જો આ રાશિના જાતકો સાથે લગ્ન કરે છે, તો તેમનું દાંપત્ય જીવન હંમેશા સુખી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *