જો રાતે બાળકોને ખાંસી સુવા નથી દેતી તો આ ઘરેલુ ઉપાયોથી આપવો આરામ, કારગરની સાથે સુરક્ષિત પણ છે

Posted by

ઋતુ બદલવાની અસર સૌથી પહેલાં બાળકો પર જ નજર આવે છે. ખાસ કરીને ખાંસી  એમને સૌથી વધારે હેરાન કરે છે. જો ખાંસી રાત્રે હોય તો એનાથી એમની ઊંઘ ખરાબ થાય છે. સારી અને પર્યાપ્ત ઊંઘ ન લેવાથી એમનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે અને ઇમ્યુન   નબળું થઈ જાય છે. એજ કારણ છે દરેક માં અમુક એવા ઘરેલુ ઉપાય અપનાવે છે, જેની મદદથી બાળકની ખાંસી દૂર થઇ જાય. અહીં અમે તમને થોડા એવા જ ઘરેલુ ઉપાયો વિશે બતાવવા જઈ રહ્યા છે.

બાળકોમાં ખાંસીનાં કારણો

  • સંક્રમણ – વાયરલ ઈન્ફેક્શન જેવા શરદી અને ફ્લૂનાં કારણે બાળકોને ખાંસી થઈ શકે છે.
  • એસિડ રિફ્લક્સ એસિડ રિફ્લક્સનું એક લક્ષણ ખાંસી છે. જો એસિડ રિફ્લક્સ છે, તો બાળકમાં અન્ય લક્ષણ પણ નજર આવશે. એના પર ધ્યાન આપો.
  • આસ્થામા – આસ્થામાનું નિદાન મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે દરેક માણસમાં એના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ ખાંસી દરમિયાન ગભરાહટ થવી, ખાસ કરીને રાત્રે ખાંસીની સ્થિતિનું બગાડવું. અસ્થમાનાં લક્ષણો માંથી એક છે.
  • એલર્જી અને સાઈનસાઈટિસ – સાઈનસની થોડી એલર્જીનાં કારણે ખાંસી થઈ શકે છે.

બાળકને રાત્રે ખાંસી આવવાના ઘરેલુ ઉપાય

ઠંડકની ઋતુમાં બાળકોને ખાંસી થઈ શકે છે. ફૂડ એર્લજી, ડસ્ટ એલર્જી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જેવી કે અને બ્રોન્કાઇટીસ, ફેફસામાં સંક્રમણનાં કારણે પણ ખાંસી થાય છે. જો બાળક રાત્રે ખાસે છે, તો એના માટે હાજર છે થોડા ઘરેલું ઉપાય.

નિલગિરીનું તેલ

જો તમારું બાળક બે વર્ષથી ઓછી ઉંમર નું છે ,તો એના તકિયા પર નીલગિરીના તેલના થોડા ટીપા નાખી દો. એનાથી એનું નાક ખૂલી જશે અને બંધ નાક ને તરત આરામ મળશે. તમે એના કપડાં પણ થોડા ટીપા લગાવી શકો છો. ખાંસી ની અવસ્થા સુધરશે અને બાળકને આરામ મળશે. ધ્યાન રાખો કે આ તેલથી બાળકના ગળામાં માલિશ ન કરો.

ગરમ સુપ

બાળકને ગરમ શાકભાજીનું કે ચિકનનું સુપ આપો. જેનાથી બાળકને જલ્દી ખાંસીથી છુટકારો મળશે. એનાથી એના ગળાની ખરાશ પણ ઓછી થશે.

ખાંસીને દુર કરવાના ઈલાજ

તમે અન્ય થોડા ઘરેલું નુસખાની મદદથી પણ બાળકોની ખાંસીનો ઈલાજ કરી શકો છો, જેમ કે,

મિસરી

ગળામાં થયેલા ખરાશથી છુટકારો મેળવવા માટે બાળકોને મિસરી આપવામાં આવે છે. ખરાશ ખાંસીનું એક મોટું કારણ છે. નાના બાળકો મિસરીને ખૂબ જ ચાઉંથી ચૂસે છે. માનવામાં આવે છે કે મિસરી ગળામાં નમી બનાવી રાખે છે, જેનાથી ગળામાં જલન ઓછી થાય છે. મિસરીની જેમ જ થોડી ચોકલેટ પણ માર્કેટમાં હાજર છે, જે ગળાની ખરાશ માટે ઉપયોગી છે. તમે વિકલ્પ તરીકે એને પણ આપી શકો છો.

હળદર

હળદર ઘણા દર્દની એક દવા છે. એમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. ઘરેલુ નુસ્ખામાં  એનો ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ખાંસી માટે હળદર સાથે અલગ અલગ વસ્તુઓ મેળવી શકાય છે. જેમ કે, એક ગ્લાસ દુધમાં અડધી ચમચી હળદર મેળવો. આ દુધ બાળકને પીવા માટે આપો. નાના બાળક સંભવતઃ બધું દુધ પી ન શકે, પરંતુ આ દુધની થોડી ચમચી એમને જરૂર આપો. બાળકને ખાંસી થી આરામ મળશે.

હળદર અને મધ

જેમ કે પહેલા બતાવવામાં આવ્યું કે હળદરમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને મધ ગળાને ભીનુ રાખે છે. તે ગળાને સ્મુથ રાખે છે, જેનાથી બાળકને રાત્રિના સમયે થવાવાળી સુકી ખાંસીમાં આરામ મળે છે. ધ્યાન રાખો કે ૧ વર્ષથી વધારે ઉંમરનાં બાળકને જ હળદર સાથે મધ મેળવીને આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *