જો સચિન ને મારાથી ઇજા થઈ ગઈ હોત તો ભારતનાં લોકો મને જીવતો સળગાવી નાખત” – જાણો ક્યાં ક્રિકેટરે આવ્યું કહ્યું

ક્રિકેટનાં મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે હંમેશા એક મોટો જંગ જોવા મળે છે. ફક્ત ક્રિકેટ ફેન્સ નહીં, પરંતુ મેદાન પર રમી રહેલા ખેલાડીઓ પણ તેનો આનંદ ઉઠાવે છે. પાકિસ્તાનનાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તે વાત કબુલી છે કે ભારતનો પ્રવાસ કરવો હંમેશા તેમના માટે સારી વાત હોય છે અને તેમને ભારત આવીને રમવું પસંદ આવે છે. ટીમનાં પુર્વ ઝડપી બોલર શોએબ અખ્તર પણ તે ખેલાડીઓમાંથી એક છે.

હાલમાં શોએબ અખ્તરે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે વર્ષ ૨૦૦૭માં કંઈક એવું થયું હતું, જેના લીધે તેને કદાચ ફરીથી ભારતીય જમીન પર લાવવાનો અવસર ન મળ્યો હોત. એક એવોર્ડ ફંક્શન દરમિયાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક સાથે બેસેલા હતા અને મજાકમાં શોએબ અખ્તરે સચિન તેંડુલકરને ઉઠાવવાની કોશિશ કરી હતી. જોકે સચિન ત્યારે શોએબ અખ્તરનાં હાથમાંથી લપસી ને નીચે પડી ગયા હતા.

આગળ વાત કરતાં શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન બાદ મને જે દેશ તરફથી સૌથી વધારે પ્રેમ મળ્યો છે તે ભારત છે. હું જ્યારે જ્યારે ભારતના પ્રવાસે આવેલ છું ત્યારે ત્યારે હંમેશાં સારી યાદો લઈને આવ્યો છું. વર્ષ ૨૦૦૭માં એક એવોર્ડ ફંકશન હતું. અહીં ભારત અને પાકિસ્તાનનાં ખેલાડીઓ હાજર હતા. મેં હંમેશાની જેમ કંઈક અલગ કરવાની કોશિશ કરી હતી. એટલા માટે મેં મજાકમાં સચિન તેંડુલકરને ઉઠાવવાની કોશિશ કરી. મેં તેમને ઉઠાવે તો લીધા પરંતુ તેઓ મારા હાથમાંથી લપસી ગયા. તેઓ નીચે પડી ગયા, પરંતુ ખુબ જ ખરાબ રીતે નહીં. પછી મેં વિચાર્યું કે હવે હું તો ગયો. મને લાગી રહ્યું હતું કે જો સચિન અનફીટ અથવા ઇજાગ્રસ્ત થઇ ગયા હોત તો મને ક્યારેય ફરીથી ભારતના વિઝા ન મળ્યા હોત. ભારતનાં લોકો મને ક્યારેય પોતાના દેશમાં બોલાવતા નહીં અને મને જીવતો સળગાવી નાખત.”

આગળ અત્યારે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે સચિન તેંડુલકર નીચે પડી ગયા ત્યારે ત્યાં હરભજન સિંહ અને યુવરાજ સિંહ પણ હતા અને તેમણે કહ્યું કે તે શું કરી રહ્યો છે. ત્યારબાદ શોએબ અખ્તર સચિન ની પાસે ગયા અને તેને પ્રેમથી ગળે લગાવી લીધા.