જો શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા દોષીત સાબિત થાય છે તો કેટલા વર્ષની સજા થઈ શકે? જાણો પોલીસે શું કહ્યું

બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા કલાકાર આજે પોતાના લગ્નજીવનમાં ખુશ છે અને પોતાની લાઇફસ્ટાઇલને ઘણી આલિશાન રીતે જીવી રહ્યા છે. આજની ફિલ્મી દુનિયામાં ઘણી એવી જોડી છે, જેમને પરફેક્ટ માનવામાં માનવામાં આવે છે. એવું જ નામ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન રાજ કુંદ્રા નું છે. બંનેએ વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. ત્યારબાદથી તેઓ હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. આ જોડીને ઘણી પરફેક્ટ માનવામાં આવે છે.

જ્યાં એક તરફ શિલ્પા શેટ્ટી બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની સૌથી સુંદર અભિનેત્રી છે, તો બીજી તરફ રાજ કુંદ્રા પણ એક મોટા બિઝનેસમેન છે. પરંતુ હાલમાં જ એક મોટી ખબર સામે આવી રહી છે કે શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા ની ૧૯ જુલાઇ રવિવારે રાત્રે અચાનક જ ક્રાઈમ બ્રાન્ચ મુંબઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર આપત્તિજનક વીડિયોને અપલોડ કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે, જેના કારણે તેમને પુછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કોઈ પહેલો મામલો નથી જ્યારે રાજ કુંદ્રા કોઇ વિવાદિત મામલાને લઈને આ રીતે ચર્ચામાં રહ્યા હોય. આ પહેલા પણ તે IPL ટીમમાં શક્તિ લગાવવાને લઇને ચર્ચામાં આવી ચુક્યા છે. આ દરમિયાન પણ તેમણે પોલીસનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હાલનાં સમયે જે રીતે કાઈમ બ્રાંચે અચાનક જ મોડી રાત્રે તેમની ધરપકડ કરી છે, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે તે હાલનાં સમયે તેઓ ખુબ જ મોટી મુસીબતમાં પડી શકે છે.

આ મામલામાં એક મહિલા દ્વારા મુંબઈ પોલીસ પાસે રિપોર્ટ નોંધાવવામાં આવી છે, જેમાં તેમણે રાજ કુંદ્રા સાથે બીજા પણ અન્ય લોકોના નામ સામેલ છે. મહિલાનું કહેવાનું છે કે રાજ અને તેમના થોડા મિત્રો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં આવનારી યુવતીઓને ફોસલાવીને મોડલિંગની લાલચ આપીને અશ્લીલ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ધકેલવામાં આવી રહી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દેશમાં આ પ્રકારનાં વિડીયો બનાવવા અને તેને કોઈપણ માધ્યમથી અપલોડ કરવા ગેરકાનુની છે. જેને લઇને સજાની જોગવાઈ પણ નક્કી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ રાજ કુંદ્રા અને તેમના મિત્રો પર આ પ્રકારનાં આરોપ લાગ્યા છે.

જ્યારે આ મામલાને લઈને મુંબઈ પોલીસ કમિશનર દ્વારા પણ એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ મામલાને લઈને તેમની પાસે ફરિયાદ આ વર્ષના ફેબ્રુઆરીમાં આવી ગઈ હતી. ત્યારબાદથી તેઓ સતત આ મામલાને લઈને તપાસ કરી રહ્યા હતા અને જેવી જ તેમની પાસે પક્કી સાબિતી હાથ લાગી, ત્યારબાદ તેમણે મોટી કાર્યવાહી કરતા રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. હવે આખા મામલાની તપાસ ચાલી રહી છે અને રાજ કુન્દ્રા ની પણ પુછપરછ ચાલુ છે.

એટલું જ નહીં પોલીસ અધિકારી દ્વારા એવી જાણકારી પણ આપવામાં આવી છે કે રાજ કુંદ્રા અને તેમના સાથે મળીને ઇન્ડસ્ટ્રીમાં આવનારી યુવતીઓને મોડલિંગ અને વેબ સીરીઝ ની લાલચ આપીને આ પ્રકારની અશ્લીલ ફિલ્મોમાં ખેંચી જતા હતા અને આ રેકેટ ઘણા લાંબા સમયથી ચાલતું આવી રહ્યું છે. એટલું જ નહીં રાજ કુન્દ્રાએ એક કંપની પણ બનાવી છે, જે વિદેશ થી સંચાલિત થાય છે. જેનું કામ આ પ્રકારની ફિલ્મોને બનાવીને તેને પબ્લીશ કરવાનું હોય છે. જ્યારે રાજ કુંદ્રા ઉપર પણ આ પ્રકારનાં જ આરોપ લાગ્યા છે.