હાલના સમયમાં જ્યારે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસનાં ઇલાજમાં પ્રભાવી વેક્સિન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે આપણા માટે જરૂરી બની જાય છે કે આપણે પોતાની ઇમ્યુનિટી મજબૂત બનાવીએ અને સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ. આ બે એવી ચીજ છે જે આપણને કોરોના વાયરસથી અત્યારે બચાવી શકે છે. વાયરસ વિશે આપણે જાણીએ છીએ તે કાર્ડ બોર્ડ પર લગભગ ૨૪ કલાક સુધી રહે છે અને પ્લાસ્ટિક ની સપાટી પર ૩ દિવસ સુધી રહે છે. અન્ય અધ્યયનમાં પણ મળી આવ્યું છે કે વાયરસ કાચ, ધાતુ અને પ્લાસ્ટિક જેવી ચીજો પર ૯ દિવસ સુધી રહે છે.
સંક્રમણથી દૂર રહેવાનો સૌથી સારો નિયમ અને યોગ્ય ઉપાય છે કે તમે નિયમિત રૂપથી સ્પર્શ કરવામાં આવતી સપાટીને કીટાણુરહિત એટલે ડિસઇનફૅક્ટ કરતા રહો. જો કે સારા સમાચાર છે કે ઘરની સપાટીને કીટાણુરહિત કરવા માટે આવશ્યક ચીજો તમારા ઘરમાં પહેલાથી જ રહેલી છે. આ લેખમાં અમે તમને એવી ચાર ઘરેલૂ વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે કોરોના વાયરસને પ્રભાવી ઢંગથી મારવામાં કારગર છે અને આ સંક્રમણ થી તમને બચાવી શકે છે. તો ચાલો જાણીએ ઘરમાં રહેલી તે ચીજો વિશે.
બ્લીચ
સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન એટલે કે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર વાયરસને ખતમ કરવા માટે એક પાતળા બ્લીચ સોલ્યુશન નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. વાયરસને મારવા માટે યોગ્ય સોલ્યુશન બનાવવા માટે એક ગેલન પાણીમાં અડધો કપ બ્લીચ ઉમેરો. કીટાણુનાશક સોલ્યુશનનો ઉપયોગ કરતા સમયે ગ્લવ્ઝ જરૂરથી પહેરવા. બ્લીચને એમોનિયા અથવા અન્ય કોઈ રસાયણની સાથે મિક્ષ કરવું નહીં. એક વખત મિશ્રિત કર્યા બાદ આ મિશ્રણને એક દિવસથી વધારે સમય માટે રાખવું નહીં, કારણ કે આવું કરવાથી તે પોતાની શક્તિ ખોઈ બેસે છે અને વળી તેને જે કન્ટેનરમાં પણ રાખવામાં આવે છે તેને પણ ખરાબ કરી દે છે.
ઇસોપ્રોપાઇલ આલ્કોહોલ
કઠણ સપાટી પર સફાઇ માટે ઓછામાં ઓછા ૭૦ ટકા આલ્કોહોલની સાથે આલ્કોહોલ સોલ્યુશનનો ઉપયોગ કરવો જોઈએ. ડિટર્જન્ટ અને પાણીની સાથે સપાટીને સાફ કરો અને પછી સમાધાનને પાતળું કર્યા વગર સપાટી પર આલ્કોહોલ સોલ્યુશન લગાવો. આ મિશ્રણને ૩૦ મિનિટ સુધી સપાટી પર રહેવા દો અને ત્યાર બાદ જ તેને સાફ કરવાનો પ્રયાસ કરો. ઘરની બધી જ જગ્યા પર આલ્કોહોલનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. જોકે તેનાથી અમુક પ્લાસ્ટિક સપાટી પર રહેલ વાયરસને પણ ખતમ કરી શકાય છે.
હાઈડ્રોજન પેરોક્સાઈડ
સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનનાં જણાવ્યા અનુસાર ૩% હાઇડ્રોજન પેરોક્સાઇડ રાઈનો વાયરસને મારવામાં પ્રભાવી છે. જે લોકો નથી જાણતા તેમના માટે જણાવી દઈએ કે રાઈનો વાયરસને કોરોના વાયરસની તુલનામાં મારવો વધારે મુશ્કેલ છે. એટલા માટે હાઈડ્રોજન પેરોક્સાઈડ કોરોના વાયરસને ખૂબ જ સરળતાથી ખતમ કરી શકે છે. તમે એક સ્પ્રે બોટલમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ નાખી શકો છો અને કોઈપણ સપાટી અને વસ્તુને સાફ કરવા માટે તેના પર સ્પ્રે કરી શકો છો. આ મિશ્રણને એક મિનિટ માટે સપાટી પર રહેવા દો અને પછી કપડાથી સાફ કરી લો. હાઈડ્રોજન પેરોક્સાઈડ બ્લીચ ની જેમ કામ કરે છે. એટલા માટે તેને કપડા ઉપર પણ ઉપયોગ કરી શકાય છે.
સાબુ અને પાણી
કોરોના વાયરસની શરૂઆતથી અત્યાર સુધી આપણે લાખો વખત વાંચ્યું હશે અને સાંભળ્યું પણ હશે કે સાબુ અને પાણીથી હાથ ધોવા આપણી પહેલી પસંદગી હોવી જોઈએ. વાયરસ નષ્ટ કરવા માટે પોતાના હાથને ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ માટે સાબુ અને પાણીથી સાફ કરવા. હાથ ધોવા માટે તમે કોઈપણ સાબુનો ઉપયોગ કરી શકો છો.
ઉપર દર્શાવવામાં આવેલા ચારેય ઉપાય તમને અને તમારા ઘરને પ્રભાવી રૂપથી સુરક્ષિત રાખવામાં ખૂબ જ મદદ કરી શકે છે. એટલા માટે તેમાંથી કોઈપણ વસ્તુનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે.
નોંધ : આ માહિતીની ચોકસાઈ અને વાસ્તવિકતાને સુનિશ્ચિત કરવા માટે અમે દરેક સંભવિત પ્રયત્નો કર્યા છે. જોકે તેની નૈતિક જવાબદારી અધુરી કહાની ડોટ કોમની નથી. અમારું તમને નમ્રનિવેદન છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા પોતાના ડોક્ટર સાથે અવશ્ય સંપર્ક કરો. અમારો ઉદ્દેશ્ય ફક્ત તમને માહિતી પ્રદાન કરવાનો છે.