જો તમારા હાથમાં આ રેખા છે તો તમે ખુબ જ નસીબદાર છો, નસીબદાર લોકોનાં હાથમાં જ હોય છે આ રેખા

Posted by

હસ્તરેખને ઘણી મહત્વપુર્ણ માનવામાં આવે છે અને તેમને જોઈને વ્યક્તિનાં ભવિષ્યનું અનુમાન સરળતાથી લગાવી શકાય છે. હાથમાં ઘણા પ્રકારની રેખાઓ હોય છે અને દરેક રેખાનો કોઈને કોઈ મતલબ જોડાયેલો હોય છે. આજે અમે તમને અમુક એવી જ રેખા વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને શાસ્ત્રોમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમારા હાથમાં આ રેખા છે તો સમજી લો કે તમારાથી વધારે ભાગ્યશાળી કોઈ નથી. તો આવો જાણીએ આ રેખાઓ વિશે.

મકર રેખા

મકર રેખાને ખુબ જ શુભ માનવામાં આવે છે. જે લોકોના હાથમાં આ રેખા હોય છે. તેમને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી હોતી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથમાં બનેલી મકર રેખા આનંદનું પ્રતીક હોય છે. આ રેખા ખુબ જ ઓછા લોકોના હાથમાં મળી આવે છે. જે લોકોના હાથમાં આ રેખા હોય છે. તેમનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ હોય છે.

જે લોકોની કુંડળીમાં આ રેખા મળી આવે છે, તેઓ વિદેશયાત્રા જરૂર કરે છે અને એવા લોકોને ફરવાના ઘણા અવસર મળે છે. જો કોઇ મહિલાના હાથમાં આ રેખા મળી આવે તો તે મહિલાને ખુબ જ નસીબદાર માનવામાં આવી છે. મહિલાની હથેળીમાં મકર રેખા હોવાનો અર્થ છે કે તેને જીવનમાં ઘણા પૈસા છે.

આ રેખા ક્યાં મળી આવે છે

મકર રેખા સામાન્ય રીતે નીચેના ભાગમાં મળી આવે છે. આ રેખા દેખાવમાં માછલી જેવી હોય છે. અમુક લોકોના હાથમાં આ રેખા સુર્ય પાસે હોય છે. સુર્ય પાસે માછલી રેખા હોવાનો અર્થ છે કે આવા લોકોનું બાળપણ ઘણી સુખ-સુવિધામાં વીત્યું છે.

જીવનરેખા

જીવનરેખાને પણ ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ રેખા ને જોઈને જીવનમાં થવા વાળી મુખ્ય ઘટનાઓ વિશે જાણી શકાય છે. જે લોકોના હાથમાં આ રેખા ઘાટી અને લાંબી હોય છે, તેમનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. વળી બીજી તરફ જો આ રેખા પાતળી અને નાની હોય છે તો ઘણી શારીરિક મુશ્કેલીઓનો તરફ ઇશારો કરે છે.

હૃદયરેખા

હૃદયરેખાને જોઈને વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. હાથ પર સીધી અને નાની રેખા હોવાનો અર્થ હોય છે કે વ્યક્તિ સ્વાર્થી છે. જ્યારે જો કોઈ વ્યક્તિની આ રેખા વળેલી હોય તો સમજી લેવું કે તે વ્યક્તિની ઈચ્છાઓ ઘણી પ્રબળ છે.

સુર્ય રેખા

આ રેખાને જોઈને જાણી શકાય છે કે વ્યક્તિ કેટલું રચનાત્મક છે અને તેમાં આત્મવિશ્વાસ અને યોગ્યતા કેટલી છે. ઘણા લોકોમાં આ રેખાનો અભાવ હોય છે. તે સિવાય જે લોકોના હાથમાં ઘણી નાની-નાની રેખાઓ હોય છે. તેમને ઘણા સંવેદનશીલ માનવામાં આવે છે. આવા લોકો સાચા અને ખોટાનું વચ્ચેનો ભેદ જાણી શકતા નથી. જ્યારે જે લોકોના હાથમાં ઘણી ઓછી રેખાઓ હોય છે, તેઓ ખુબ જ મહેનતુ હોય છે, પરંતુ જિદ્દી પણ ઘણાં હોય છે. આવી રેખા વાળા લોકો સમજી-વિચારીને કોઈ નિર્ણય લે છે અને સરળતાથી કોઇ પર વિશ્વાસ નથી કરતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *