પ્રેમ એક એવો અહેસાસ છે, જેનો આનંદ માત્ર એ બે લોકો જ અનુભવી શકે છે, જેમના વચ્ચે આ સંબંધ હોય. પ્રેમ જાય કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે. તેના માટે કોઇ પેરામીટર સેટ નથી. જોકે આજના સમયમાં લોકો પ્રેમ થવાના રાહમાં બેસી રહેતા નથી. તેઓ સોશિયલ એપ્સ અને બીજા માધ્યમથી નવા લોકો સાથે મળે છે અને ડેટિંગ કરવા લાગે છે.
તમે કાંતો ડેટ કરી રહ્યા છો કાંતો પ્રેમમાં પડી ગયા છો એક એવી સ્થિતિ હોય છે જ્યાં તમારો સંબંધ સવાલ કરવા લાગે છે. એ સવાલ આ હોય છે કે શું આજ તમારો મિસ્ટર રાઈટ છે? એવામાં મોટાભાગની છોકરીઓ કન્ફ્યુઝ થઇ જાય છે કે જેની સાથે તે સમય વિતાવી રહી છે તે જ એમનું સોલમેટ છે કે નહીં. એવામાં તમને બતાવીએ છીએ કે એવી ૫ વાતો કે જે તમને તમારા પોતાના પાર્ટનરમાં દેખાઈ જાય તો સમજી જવું કે તે જ તમારો સોલમેટ છે.
જ્યારે ખામોશીમાં હોય સુકુન
કોઇપણ સંબંધમાં ચૂપ રહેવું એ કેટલીકવાર એ સંબંધ ટુટવાનો કારણ બની જાય છે. કેટલીકવાર ચૂપ રહેવું એ જ સંબંધ તોડી નાખે છે, પરંતુ જો તમે તમારા પાર્ટનરની સાથે ચુપ રહેવામાં પણ સુકુન અનુભવતા હોય તો સમજી જાઓ કે તે જ તમારો સોલમેટ છે. એકબીજાની સાથે સહજ અનુભવ અને સારું અનુભવવું એજ તમને ખાતરી કરાવે છે કે આગળ પણ તમારો સબંધ સારી રીતે ચાલશે.
સ્પેસ ની ના હોય સમસ્યા
જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે તો કેટલીક વાર એટલા બધા એકબીજામાં હળી ભળી જાય છે કે સંબંધમાં ગૂંગળામણ થવા લાગે છે. જો તમારો પાર્ટનર તમારાથી પ્રેમ કરતા હોવા છતાં પણ તમને પર્સનલ સ્પેસ આપતો હોય તો સમજી જાઓ કે તે તમારા માટે એકદમ કરેક્ટ પાત્ર છે. કેટલાક લોકોના સંબંધ એટલા માટે પણ તૂટી જાય છે કે તેઓ એકબીજાને સમય આપતા-આપતા તેમનો પોતાનો સમય ક્યાંક ખોવાઈ જાય છે અને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તે સંબંધ પણ ખોવાઈ જાય છે.
જ્યાં જલન નહીં માત્ર પ્રેમ હોય
જ્યારે કોઈ તમારાથી પ્રેમ કરતો હોય તો તમારા પર એ પોતાનો હક સમજતો હોય છે. આ હક કોઈ તેની પાસેથી છીનવી ના લે એ વાતનો પણ એને ડર લાગતો હોય છે. એવામાં થોડી જલન થવી અથવા તો પજેસિવ થવું એ સારુ હોય છે, પરંતુ એની પણ એક મર્યાદા હોય છે. હદથી વધારે જલન સંબંધને નબળું કરી નાખે છે. પરંતુ જો તમારો પાર્ટનર બહુ જ પજેસિવ નથી અને તમારા પર પૂરો ભરોસો કરે છે તો તે જ તમારો સોલમેટ છે.
જે દેખાડે તમને પ્રેમ
જ્યારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે તમારી કેટલી પ્રકારની ઉમ્મીદો હોય છે. જેમ કે તમારો પાર્ટનર તમને ખુલીને પ્રેમ કરે. કેટલાય લોકો કહે છે કે તે પ્રેમ કરે છે, પરંતુ આ બતાવવાની વસ્તુ નથી. જો તમને તમારો પાર્ટનર ખૂબ જ પ્રેમ જતાવતો હોય અને એને બીજાના સામે તમારો પ્રેમ સ્વીકારવામાં ડરના લાગતો હોય તો તે તમને સાચો પ્રેમ કરે છે.
મુશ્કેલ સમયમાં તમારો સાથ આપે
સુખમાં તો કોઈપણ સાથ આપી દે છે, પરંતુ જે વ્યક્તિ દુઃખમાં પણ તમારો સાથ આપે અસલ માં એ જ તમારી પરવાહ કરતો હોય છે. જો તમારા મુશ્કેલ સમયમાં અથવા તો કોઈ પરેશાનીમાં તમારો પાર્ટનર તમારો સાથ છોડીને ભાગતો નથી. તો સમજી જાવ કે તે તમારી તકલીફને પોતાની તકલીફ સમજે છે. આવામાં એ જ તમારો સોલમેટ છે, જેને તમારે ક્યારે છોડવો જોઈએ નહીં.