જો તમારી હથેળીમાં આ ૩ નિશાન હોય તો બધુ કામ છોડીને પહેલા વાંચી લેજો

Posted by

પોતાને ભવિષ્ય વિશે જાણવાની ઈચ્છા સામાન્ય વાત છે. મોટાભાગના લોકો જાણવા માંગે છે કે ભવિષ્યની કઈ મોટી ઘટના તેના જીવન ઉપર અસર કરશે અને તેની અસર કેવી હશે. આ બધું જાણવા માટે લોકો જ્યોતિષ, હસ્તરેખા, અંક શાસ્ત્ર અને ટેરો કાર્ડ રીડિંગ ની મદદ લેતા હોય છે. આજે અમે તમને હસ્તરેખા દ્વારા જણાવીશું કે હથેળી ના ક્યાં નિશાન ખુબ જ શુભ સાબિત થાય છે. ઘણી વખત આ નિશાન હંમેશા થી તમારા હાથમાં હોતા નથી, પરંતુ અચાનક આવા નિશાન બની જતા હોય છે અને આપમેળે ચાલ્યા પણ જાય છે. જેથી જ્યારે પણ તમને આવા નિશાન હાથમાં જોવા મળે તો સતર્ક થઈ જવું જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર ની જેમ હસ્તરેખા શાસ્ત્ર પણ ભવિષ્ય સાથે જોડાયેલી મહત્વની ઘટનાઓ વિશે જણાવે છે. તેના માટે હાથની રેખાઓ નિશાનો આકૃતિઓનું અધ્યયન કરવામાં આવે છે. તેના પરથી જાણી શકાય છે કે ક્યારે વ્યક્તિનો ભાગ્યોદય થશે, તેને આર્થિક નુકસાન થશે કે પછી ફાયદો થશે, તેણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના અથવા બીમારીનો સામનો કરવો પડશે કે પછી લાંબુ અને તંદુરસ્ત જીવન પસાર થશે. આજે અમે તમને હસ્તરેખા શાસ્ત્ર દ્વારા અમુક આવી મહત્વની જાણકારી વિશે જણાવીશું.

હસ્તરેખા જ્યોતિષમાં લોકોની હાથની રેખા જોઈને તેમના સ્વભાવ અને આવનારા ભવિષ્ય વિશે ઘણી બધી ચીજો જાણવા મળે છે. એવી રીતે કહેવામાં આવે છે કે હાથમાં જીવનરેખા જો લાંબી હોય તો આયુષ્ય લાંબુ થાય છે. પરંતુ જો સ્વાસ્થ્ય રેખા દોષપુર્ણ છે, તો તમારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની રહે છે. સ્વાસ્થ્ય રેખા સૌથી નાની આંગળીની નીચેથી શરૂ થાય છે. અહીંયાથી સ્વાસ્થ્ય રેખા પ્રારંભ થઈને નીચે મણીબંધ તરફ જાય છે. જેના હાથમાં આ રેખા સીધી અને દોષ રાહિત હોય છે, તેનું જીવન નિરોગી રહે છે. વળી સ્વાસ્થ્ય રેખાનું ન હોવું ખુબ જ શુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય રેખા ન હોવા પર વ્યક્તિનું સંપુર્ણ જીવન બીમારીઓથી રહિત રહે છે અને તેને આજીવન કોઈ બીમારી થતી નથી.

જો હથેળીના શનિ પર્વત ઉપર ગોળ નિશાન હોય તો આવી સ્થિતિ સારી માનવામાં આવતી નથી. તે જાતક માટે નોકરીમાં પરેશાની લઈને આવે છે. ઘણી વખત તો તે કારકિર્દી ઉપર મોટું સંકટનું કારણ બની શકે છે. તેવામાં શ્રેષ્ઠ રહેશે કે તમે પહેલાથી જ ગ્રહશાંતિ માટે ઉપાય કરી લો. જો હાથમાં જીવનરેખા અને સ્વાસ્થ્ય રેખા એક સાથે મળી રહી હોય તો તે ખુબ જ અશુભ હોય છે. આવા જાતકોને કોઈ ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે. તેમણે પોતાના સ્વાસ્થ્ય સંબંધી નાની સમસ્યાઓનો પણ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે હથેળીના મધ્ય ભાગમાં ક્રોસનું ચિન્હ હોવું કરજ લેવાની પરિસ્થિતિ ઉભી કરી શકે છે. વ્યવહાર રેખા ઉપર દ્વિપનું ચિન્હ હોવું લગ્ન અને લવ લાઈફમાં મુશ્કેલી લાવે છે.

જો ભાગ્ય રેખાને કાપવા વાળું નિશાન અથવા રેખાઓ વધારે ઊંડી અને સ્પષ્ટ હોય તો વ્યક્તિએ પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. જો મધ્ય આંગળીના બીજા ભાગમાં ગ્રીલની જેમ ઝડપ ઊભી રેખાઓ જોવા મળે તો તે તમારા જીવનમાં દુર્ભાગ્યપુર્ણ સ્થિતિ લાવી શકે છે. સામાન્ય રીતે તે ગંભીર બીમારીનો સંકેત હોય છે.

હાથની રેખાઓનું અધવચ્ચે તુટવું પણ અશુભ હોય છે. તે જાતકને નોકરી, વેપાર, રિલેશનશિપ અને પૈસામાં નકારાત્મક સ્થિતિનો સંકેત આપે છે. જેથી જે રેખામાં આ પ્રકારનો બદલાવ જોવા મળે તો તેની સાથે જોડાયેલા ક્ષેત્રને લઈને સાવધાન થઈ જવું જોઈએ.

જો હથેળીમાં ચેઇન જેવી આકૃતિ જોવા મળે તો તે જીવનમાં અઢળક મુસીબતો લઈને આવે છે અથવા તો કોઈ મોટી મુસીબત તરફ ઈશારો કરે છે. જો આ આકૃતિ ભાગ્યરેખામાં બને ત્યારે વ્યક્તિનું જીવન મુશ્કેલીથી ભરેલું રહે છે. આવા જાતાક ખુબ જ અસ્થિર અને ઉદાસી ભરેલું જીવન જીવે છે.

ભાગ્ય રેખા પર ક્રોસ નું નિશાન હોવું પણ સારું માનવામાં આવતું નથી. તે પૈસાની તંગીનું કારણ બને છે. જે લોકોના હાથની મુખ્ય રેખાની નીચેની તરફ ઘણા પ્રકારની રેખા જતી હોય તો તેમને દરેક કામમા અસફળતા મળે છે. આવા લોકોનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ નકારાત્મક રહે છે.