કામશાસ્ત્ર : જો તમારી પત્નીમાં છે આવા ગુણ તો દુનિયામાં તમારાથી વધારે ભાગ્યશાળી કોઈ નથી

Posted by

“કામસુત્ર” આ નામ સાંભળતાની સાથે દરેક લોકોના કાન ઉભા થઈ જાય છે. મનમાં ગંદા વિચારો આવવા લાગે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહર્ષિ વાત્સ્યાયન દ્વારા લખવામાં આવેલ પુસ્તક કામશાસ્ત્રમાં કામશાસ્ત્ર સાથે સંબંધિત જ્ઞાન સિવાય મહિલાઓનાં ગુણ વિશે પણ જણાવવામાં આવેલ છે. કામસુત્રમાં તે વાતનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે કેવા લક્ષણો વાળી સ્ત્રી અથવા પુરુષ સારા જીવનસાથી બને છે. તેમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે વિવાહ કરતા પહેલા તમારે સામેવાળાનાં કયા લક્ષણો જોવા જોઈએ. જે સ્ત્રીઓમાં આ ગુણ હોય છે તે વિવાહ બાદ પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે.

વળી આજના સમયમાં જાત-પાત અને હોદ્દાને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ કામસુત્રમાં પુરુષોને સલાહ આપવામાં આવેલી છે કે એવી મહિલાઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં જેનો હોદ્દો ઓછો અથવા તો જાતિ નીચી હોય. પરંતુ તમારે પોતાના પરિવારની બરાબરી વાળી સ્ત્રી સાથે વિવાહ કરવા જોઈએ. એવી સ્ત્રી જેના પરિવારની સમાજમાં ઓળખ અને માનસન્માન હોય.

કામસુત્ર અનુસાર આપણે એવી મહિલા સાથે લગ્ન કરવા જોઈએ. જેને સામાજિક પરિસ્થિતિ અને દુનિયાદારીનું જ્ઞાન હોય. તે સ્ત્રી ભલે કામકાજી ન હોય પરંતુ જો તેની પાસે આ ચીજોનું જ્ઞાન હશે તો તે પોતાના પરિવારની ઉન્નતિ માં સહાયક બનશે.

જે સ્ત્રી પુરુષ પોતાનાથી મોટા અને નાના બંનેનું માન સન્માન કરતી હોય, તે સ્ત્રી વિવાહ માટે ઉત્તમ હોય છે. વિવાહ કરનાર સ્ત્રીનો વ્યવહાર ખુબ જ મહત્વ ધરાવે છે. એટલા માટે કામસુત્રનું માનવામાં આવે તો આપણે સારા વર્તન વાળી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ.

ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરવા વાળી સ્ત્રીઓ વિવાહ માટે શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ પોતાના પતિ માટે સૌભાગ્ય લઇને આવે છે. તે સામાજિક જવાબદારીઓને ખુબ જ સારી રીતે નિભાવે છે.

જે સ્ત્રીની વાણી અથવા અવાજ મધુર અને મીઠો હોય છે, તે દેવી સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે. ઘરમાં તેનું આગમન થવાથી દરેકનું ભાગ્ય ખુલી જાય છે. તે પોતાના પતિની ખુશી માટે બધું કરવા માટે તૈયાર રહે છે. આવી સ્ત્રી સૌભાગ્યશાળી કહેવામાં આવે છે.

કામસુત્ર અનુસાર આપણે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ, જે વ્યવહારિક હોય જે પોતાના સંબંધીઓ સાથે સારું વર્તન કરતી હોય. આ પ્રકારની સ્ત્રીઓ ભવિષ્યમાં પોતાના બાળકોનું પાલનપોષણ યોગ્ય રીતે કરી શકે છે.

જે સ્ત્રી મર્યાદામાં રહીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને સંભોગ દરમિયાન પતિનો સાથ આપે છે તે મહિલા વિવાહ માટે ઉત્તમ માનવામાં આવે છે.

જે સ્ત્રીની અંદર અહંકાર હોતો નથી, જે બધાની સાથે હળીમળીને રહે છે, બધાની ભાવનાઓનું સન્માન કરેલ છે. આવી સ્ત્રીઓ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે.

કામસુત્રનું માનવામાં આવે તો એવી સ્ત્રીઓ સાથે વિવાહ કરવા જોઈએ, જે ભુખ્યા અને અસહાય લોકોને ભોજન કરાવવાની ક્ષમતા રાખતી હોય. આવી સ્ત્રીઓ અન્ય લોકોની સાથે સાથે પોતાના પરિવારનો પણ ખુબ જ સારી રીતે ધ્યાન રાખે છે.

હાલનાં સમયમાં આ બધા ગુણો ધરાવતી સ્ત્રી મળવી ખુબ જ મુશ્કેલ છે, પરંતુ જો તમને તેમાંથી એક અથવા વધારે ગુણવાળી સ્ત્રી પણ મળે છે તો તેની સાથે વિવાહ કરી લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *