જો તમારું સંતાન ૧૮ વર્ષની ઓછી ઉંમરનું છે તો ભુલથી પણ આ પાંચ આઝાદી ના આપો, જીવનભર પસ્તાવું પડશે

એવું કહેવામાં આવે છે કે ૧૮ વર્ષની ઉંમર પછી છોકરો કે છોકરી સમજદાર થઈ જાય છે. આ ઉંમર પછી તે પોતાનો નિર્ણય લેવા માટે સક્ષમ હોય છે. તેથી એક પેરેન્ટ્સ હોવાના લીધે તમારે તમારા બાળકને આ પાંચ આઝાદીના આપવી જોઈએ.

ખરાબ વ્યસન

બીડી-સિગરેટ, તંબાકુ, ડ્રિંક એવી અનેક ચીજો છે, જે તમારા બાળકનું ભવિષ્ય ખરાબ કરી શકે છે. જો ઓછી ઉંમરમાં આ બધી ચીજવસ્તુઓ વ્યસન થઈ જાય તો તેનું ભવિષ્ય ખરાબ થઈ જાય છે. ફિલ્મોમાં અને ફ્રેન્ડ્સમાં આ બધી વસ્તુઓની જોઈને બાળકને લાગે છે કે આ બધું કુલ છે. અમુક એવું પણ કહેતા હોય છે કે જીવનમાં દરેક ચીજવસ્તુઓની મજા લેવી જોઈએ, પરંતુ કોઈ એ નથી કહેતું કે મજા કોઈ બીજી વસ્તુઓથી પણ લઈ શકાય છે. આ ચીજ વસ્તુ તમારું જીવન ઓછું કરી શકે છે. કહેવાની વાત એ છે કે તમારો છોકરો કે છોકરી જ્યારે ૧૮ વર્ષની ઉંમરમાં આવી જાય ત્યારે તેને આ બધી ચીજ-વસ્તુઓ વિશેનું નુકસાન સારી રીતે સમજાવું જોઈએ. ૧૮ વર્ષની ઉંમર પછી તેણે આવા કામ કરવા જોઈએ કે નહીં તે પોતે જાતે નક્કી કરી શકે છે. કારણ કે જો એકવાર યુવકો તેને પીવાનું શરૂ કરી દે છે તો તેના દુષ્પરિણામથી અજાણ રહેતા નથી.

પાબંદી હોવી જરૂરી

સમય પર ઘરે આવવા માટે અને ક્યાં જવા માટે પાબંદી લગાવી જરૂરી છે, પછી એ છોકરો હોય કે છોકરી. તેને આ બાબતને લઈને ખુલ્લી રીતે છૂટ ના આપવી. જો તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે, તો તેઓ પોતાનું સારી રીતે ધ્યાન રાખવામાં અસમર્થ છે. બાળકોને ઘણી વાર એકલા જવા દેવું અને તેમની પર નજર ના રાખવી તે પણ એક ખતરનાક સાબીત થઈ શકે છે. આજકાલ જમાનો કેવો છે તમને ખબર જ છે.

પ્રેમ સંબંધોની સમજ

પ્રેમ અને શારીરિક સંબંધો જેવી ચીજ માટે પણ છૂટ ના આપવી. તમને જણાવી દઈએ કે ૧૮ વર્ષની ઉંમરના બાળક વિશે તે સાંભળવામાં અજીબ લાગે, પરંતુ તેને વિસ્તારથી જાણો. કારણ કે આજકાલ ૧૮ વર્ષની ઓછી ઉંમરના છોકરા-છોકરીઓ પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવે છે. તેવામાં કોઈ નવા પ્રયોગ કરવા માટે કોઈ ચક્કરમાં આવી અને કોઈ ફિલ્મ જોઈને ખોટું કામ પણ કરે છે. અમુક અત્યારથી લગ્નના સપના જોવા લાગે છે. તેવામાં પોતાના માટે સાચો લવ પાર્ટનર શોધવાની તેમનામાં સમજ નથી હોતી, પરંતુ તમારે તેમની ગાઈડ કરવું જોઈએ. પરંતુ જો તે ૧૮ વર્ષ થી ઉપરની ઉમરના હોય તો તેમને પોતાનો નિર્ણય જાતે લેવા દેવો. ત્યારે તમારી વધારે પડતી દખલઅંદાજી ના કરવી.

કારકિર્દી

ઘણી બાબતોમાં પોતાના સપના અને કારકિર્દીને લઈને પણ બાળકોમાં નાસમજ હોય છે. મતલબ કે કોઈ સિંગર બનવા માંગે છે કે તો કોઈ ક્રિકેટર બનવા માંગે છે, કોઈ એક્ટિંગ કરવા માંગે છે, આ વાત કોઈ ખોટી નથી. પરંતુ તમારા બાળકની અંદર તે આવડત છે જ નહીં તો પછી તેને તે દિશામાં વધવામાં અને અભ્યાસમાં ઓછું ધ્યાન આપવાનો કોઈ સેન્સ બનતો નથી. તેથી તેને ભણવાના મહત્વને સમજાવવું જોઈએ. એક વખત બેઝિક અભ્યાસક્રમ કરી લે, જેથી તે પોતાની ડ્રીમ જોબ ના મળવા પર અન્ય કોઈ નોકરી કરી શકે.

કાર કે બાઇક ડ્રાઇવિંગ

ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકને બાઇક કે કાર ચલાવતાં જોઈને ખુશ થઈ જાય છે. પરંતુ ૧૮ વર્ષની ઉંમરના બાળકને તે ચલાવું લીગલી નથી હોતું. સાથે જ બાળકો ખૂબ જ સ્પીડમાં ગાડી દોડાવે છે, તો સુરક્ષા માટે પણ તે યોગ્ય નથી. તેથી બાળકને ૧૮ વર્ષનો થઈ ગયા પછી જ ગાડી ચલાવવાની આઝાદી આપવી જોઈએ.