જો તમે પહેલાથી જ કોઈ બીમારીના શિકાર છો તો કોરોના વાયરસનાં ખતરાની વચ્ચે આ પાંચ વાતોનુ ધ્યાન રાખો

Posted by

એક્સપર્ટ અનુસાર કોરોના વાયરસ તે લોકો માટે ખૂબ જ ખતરનાક છે, જે પહેલાથી જ કોઇ ગંભીર બીમારીનો શિકાર છે. સામાન્ય રીતે આવી બીમારીઓ ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં હોય છે. એ જ કારણ છે કે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનાર માં ૭૦ ટકાથી વધારે લોકો આ ઉંમરના છે. આ બીમારીઓમાં કેન્સર, હૃદયની બીમારી, ડાયાબિટીસ, ફેફસાના રોગ, શ્વાસના દર્દીઓ, કિડનીના રોગ, લીવરની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય ગંભીર બીમારીઓ સામેલ છે.

જો તમને અથવા તમારા ઘરમાં કોઈપણ વડીલને આમાંથી કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીનો શિકાર હોય તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેનાથી તમે કોરોના વાયરસનાં આ સમયમાં ખતરાથી દૂર રહો અને આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરવાથી રોકી શકો.

તમારી દવાઓ અને ઇલાજ ચાલુ રાખો

લોકડાઉનને કારણે તમને હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી પરેશાની થઇ શકે છે. પરંતુ જો તમે પહેલાથી જ કોઇ ગંભીર બીમારીનો શિકાર છો તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોક્ટરના સંપર્કમાં રહો અને પોતાની દવાઓ ચાલુ રાખો. પોતાના ડોક્ટર સાથે સમય-સમય પર ફોનથી સલાહ લેતા રહો અને ડોક્ટરને ઘરે બોલાવીને પણ બતાવી શકો છો. દવાઓ ન મળવાની સ્થિતિમાં તમે ડોક્ટરને પૂછીને વૈકલ્પિક દવાઓ વિશે પણ પૂછી શકો છો.

ઈમરજન્સી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો

જો તમે પહેલાથી જ કોઇ ગંભીર બીમારીનો શિકાર છો તો તમારા માટે ખતરો વધારે છે. એટલા માટે યોગ્ય રહેશે કે તમે ઘરની બહાર બિલકુલ ના નીકળો. ફક્ત કોઈ ખૂબ જ ઈમરજન્સીની સ્થિતિ હોય ત્યારે જ ઘરની બહાર નીકળો અને તે દરમિયાન પણ માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પહેરીને જ બહાર નીકળો તથા સામાજિક અંતરનું પાલન કરો. હકીકતમાં જો કોરોના વાયરસ કોઈ એવા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે જે પહેલાથી જ બીમાર છે, તો તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ તેની રક્ષા નથી કરી શકતી અને આવી સ્થિતિમાં ગંભીર થવાનો ખતરો વધી જાય છે.

પોતાને બચાવવા માટે આ ટિપ્સ અપનાવો

  • ઘરમાં રહેવા છતાં પણ એવા વ્યક્તિ થી ઓછામાં ઓછું ૨ મીટર દૂર રહેવું, જે કોઈ કામથી વારંવાર ઘરની બહાર નીકળી રહ્યા હોય.
  • પોતાની દવાઓ લાવવા અને જરૂરિયાતની અન્ય ચીજોને મંગાવવા માટે જો સંભવ હોય તો ઘરના અન્ય કોઈ વ્યક્તિને બહાર મોકલો જેની ઉંમર ૪૦ વર્ષથી ઓછી હોય.
  • પોતાના હાથને દિવસમાં ઘણી વખત સાબુથી અથવા આલ્કોહોલ વાળા સેનિટાઈઝરથી સાફ કરતા રહો.
  • જેટલા ઓછામાં ઓછું તમે પોતાની આંખ, મોઢા અને નાકને હાથ વડે સ્પર્શ કરશો તેટલું વધારે સારું રહેશે. જો લગાવવાની જરૂરિયાત પણ છે તો હાથને સેનિટાઈઝ કરી લો.
  • જો તમે રેડ ઝોન અથવા ક્નટેમેન્ટ ઝોન માં રહો છો તો કોઈ પણ સ્થિતિમાં ઘરની બહાર ન નીકળે. સામાન માટે ઓનલાઇન ડિલીવરી ની સેવા લો.

કોરોના વાયરસ ના અમુક લક્ષણ તમારી બીમારી સાથે મળી શકે છે

કોરોના વાયરસના અમુક લક્ષણો તમારા શરીરમાં પહેલાથી જ રહેલ બીમારી સાથે મળતા હોઇ શકે છે. એટલા માટે આ લક્ષણોને ગંભીરતાથી પારખવા અને ધ્યાન આપવાની જરૂર છે. જેમકે છીંક, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ આવવો, શરીરમાં દુખાવો, થાક, પેટમાં દુખાવો, નાક વહેવું વગેરે. તેનો એક સારો ઉપાય એ છે કે તમે દિવસમાં ઓછામાં ઓછું ૨ વખત પોતાનું તાપમાન ચેક કરો. જો તમને તેમાંથી કોઈ ૧-૨ લક્ષણ નજર આવે છે તો ગભરાવવાની વાત નથી. પરંતુ જો ૩ થી વધારે લક્ષણ દેખાય છે તો તમે પોતાના ડોક્ટર અથવા સરકારી હેલ્પલાઇન થી મદદ માંગી શકો છો.

તણાવ ન લેવો અને પરેશાન ન થવું

દુનિયા એક મહામારી મારી સાથે લડી રહી છે. જેને ખૂબ જ જલદી સમાપ્ત કરી લેવામાં આવશે. જો તમે પહેલાથી બીમાર છો તો તણાવ અને ચિંતા તમારી સમસ્યા વધારી શકે છે અને આ સમયમાં યોગ્ય મેડિકલ સુવિધા મળવી પણ ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે તમે દેશ, દુનિયા અને કોરોના વાયરસની ચિંતા છોડો અને બધી સાવધાનીઓ રાખીને ખુશ રહો અને ઘરમાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *