બોમ્બની જેમ ફાટી શકે છે સ્માર્ટફોન! જો તમે પણ કરી રહ્યા છે આ ૧૦ ભુલો, કૃપા કરીને ધ્યાનથી વાંચો અને દુર્ઘટના થી બચો

Posted by

હાલમાં જ એક સ્માર્ટફોનમાં આગ લાગ્યા બાદ અમેરિકામાં એક ફ્લાઇટને ખાલી કરાવવા પડી હતી. જો કે સ્માર્ટફોનમાં આગ લાગવાની સંભાવના ઘણી ઓછી હોય છે. પરંતુ આ સંભાવના તે વાત પર નિર્ભર કરે છે કે આપણે આપણા ડીવાઈસનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. મોટાભાગનાં સ્માર્ટફોનમાં ઝડપી ચાર્જિંગ ક્ષમતાઓ સાથે લગભગ 4500mAh અને તેનાથી વધારે શક્તિશાળી બેટરી હોવાને કારણે પોતાના ફોનનો સાવધાનીપુર્વક ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમે ભલે કોઈપણ બ્રાન્ડનો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હોય, આપણને એવી ઘટનાઓ જોવા મળે છે, જ્યાં નવા ફોનની બેટરી કોઈ ચેતવણી વગર ફાટી ગઈ છે. મોટાભાગનાં કિસ્સાઓમાં સ્માર્ટફોન કંપનીઓ દ્વારા તેને યુઝરની ભુલ હોવાનો દાવો કર્યો છે.

આજે અમે તમને એવી જ ભુલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લોકો હંમેશાં જાણતા-અજાણતા માં કરે છે અને પોતાને ખતરામાં મુકે છે. કૃપયા તમે તેને ધ્યાનથી વાંચો અને દુર્ઘટનાથી બચો.

ક્ષતિગ્રસ્ત હોવા પર પણ પોતાના ફોનનો ઉપયોગ કરવો

જ્યારે પણ ફોન તમારા હાથ માંથી પડે છે તો કોઈ ગંભીર નુકસાન હોય છે. તો તેને તરત ઉપયોગ કરવાનું બંધ કરી દો અને સર્વિસ સેન્ટર પર ડિવાઇસની તપાસ કરાવો. એવું એટલા માટે કારણ કે એક તુટેલું ડિસ્પ્લે કે બોડી ફ્રેમ થી પાણી કે પસીનો ડીવાઈસ માં પ્રવેશ કરી શકે છે અથવા તો બેટરી હવે ઉપયોગ કરવા યોગ્ય રહેતી નથી. ક્ષતિગ્રસ્ત ફોનનો ઉપયોગ કરવો જોખમભર્યું છે.

નકલી કે ડુપ્લિકેટ ચાર્જરનો ઉપયોગ કરવો

ફાસ્ટ ચાર્જિંગ એડેપ્ટર ઉપયોગ કરતા સમયે ઘણું સાવધાન રહો. હંમેશા તેનો ઉપયોગ કરો જે તમારા સ્માર્ટફોન સાથે આવ્યું છે. વધારે પાવરવાળા ચાર્જર નો ઉપયોગ કરવાથી તમારા ફોનની બેટરી પર દબાણ પડી શકે છે. સાથે જ ડુપ્લીકેટ ચાર્જરનો ઉપયોગ ન કરો.

થર્ડ પાર્ટી કે નકલી બેટરીનો ઉપયોગ કરવો

ક્યારેય પણ થર્ડ પાર્ટી કે નકલી બેટરીનો ઉપયોગ ન કરો. એવી બેટરીનો ઉપયોગ કરવાથી સુરક્ષા સંબંધી ગંભીર સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. ખરાબ લિથિયમ આયન બેટરીને વધારે ગરમ કરી શકે છે, આગ પકડી શકે છે અને ફાટી શકે છે.

પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરવો, ભલે જ તે ગરમ થઈ રહ્યો હોય

જો તમે જુઓ છો કે તમારું ડિવાઈસ સામાન્ય રૂપથી ગરમ થઈ રહ્યું છે, તો તેને એક તરફ રાખી દો, ચાર્જિંગ થી અનપ્લગ કરો અને તેનાથી દુર રહો.

યાત્રા દરમિયાન પાવર બેંકની જગ્યાએ ફોનને કાર ચાર્જિંગ એડેપ્ટર થી ચાર્જ કરવો

કાર ચાર્જિંગ એડેપ્ટર નો ઉપયોગ કરવાની તુલનામાં ડ્રાઇવિંગ કરતા સમયે તમારા ફોનને ચાર્જ કરવા માટે પાવર બેંક નો ઉપયોગ કરવો વધારે સુરક્ષિત છે. એવું એટલા માટે કારણ કે ભારતમાં કાર માલિક થર્ડ પાર્ટી વેન્ડર થી એક્સેસરીઝ ઇન્સ્ટોલ કરાવે છે અને તેવામાં વાયરીંગની ઇન્ટીગ્રીટી સાથે સમાધાન કરવામાં આવે છે. તેનાથી પાવર અચાનક વધી શકે છે. જેનાથી તમારો ફોન ફાટી શકે છે.

તમારા ફોનને ઓવરચાર્જ કરવો

તમારા ફોનને રાત સુધી ચાર્જિંગ કરવા માટે ના રાખો અને પોતાના ફોનને ૧૦૦% સુધી ચાર્જ કરવો હંમેશાં જરૂરી નથી. ૯૦% પછી બેટરી ચાર્જ કરવાનું બંધ કરી દેવું, એક સારી આદત છે. કારણ કે આ બેટરીની લાઇફ વધારે છે. યાદ રાખો ફોનને ઓવરચાર્જ કરવાથી બેટરીનો વિસ્તાર થઈ શકે છે અને તે જોખમ ભર્યું હોઈ શકે છે.

તમારા સ્માર્ટફોનને સીધા તડકામાં રાખી ચાર્જ કરવો

સુનિશ્ચિત કરો કે ચાર્જ કરતાં સમયે તમારો ફોન બિનજરૂરી ગરમીના આધીન નથી. એટલા માટે તેને સીધા તડકા કે અન્ય હિટ સ્ત્રોત થી દુર રાખો, ખાસ કરીને જ્યારે તે ચાર્જ થઇ રહ્યો હોય.

પોતાના સ્માર્ટફોન પર બિનજરૂરી દબાણ કરવું

તમારા સ્માર્ટફોન પર બિનજરૂરી દબાણ ન આપો,  ખાસ કરીને ચાર્જ કરતાં સમયે તેના પર કઈ વસ્તુ રાખીને.

તમારા સ્માર્ટફોનને પાવર સ્ટ્રીપ કે એક્સ્ટેન્શન્સ કોર્ડ પર ચાર્જ કરવો

પાવર સ્ટ્રીપ કે એક્સ્ટેન્શન્સ કોર્ડ નો ઉપયોગ કરવાથી શોર્ટ સર્કિટ નો ખતરો વધી જાય છે.

લોકલ રીપેર શોપ પર પોતાના ફોનને રીપેર કરાવવો

લોકલ રીપેર શોપ પર પોતાના સ્માર્ટફોનને  રિપેર ન કરાવો. માત્ર કંપની અથોરાઈઝ સર્વિસ સેન્ટર પર જાવ. લોકલ દુકાનમાં કોઈ વિશેષ ઉપકરણને રીપેર કરવા માટે સારા પ્રકારનાં ઉપકરણ નથી હોઈ શકતા અને સર્કિટમાં ગરબડી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *