જો તમે પણ રેસ્ટોરન્ટમાં તંદુરી રોટલી ખાઓ છો તો સાવચેત બની જાઓ, તેની હકીકત ડરામણી છે

Posted by

ભારતમાં ખાવા પીવાનો શોખ દરેકને હોય છે. અહિયાં આ લોકો ખુબ જ ચટપટુ ખાવાના શોખીન છે. દેશમાં તમને અલગ-અલગ પ્રકારના હજારો વ્યંજન મળી શકે છે. પરંતુ આ બધામાં એક જ એવી છે જે લગભગ દરેક ભારતીય પોતાના રોજીંદા ભોજનમાં જરૂર સામેલ કરે છે. અમે અહીંયા વાત કરી રહ્યા છીએ સદાબહાર રોટલીની. જ્યારે પણ આપણે કોઈ શાક બનાવીએ છીએ તો તેની સાથે રોટલી જરૂર ખાઈએ છીએ. સામાન્ય રીતે લોકો દરરોજ ઘઉંની રોટલી ખાતા હોય છે, પરંતુ આ રોટલી માં પણ ઘણા પ્રકારની વેરાયટી આવે છે. જેમ કે બાજરા ની રોટલી, જુવાર ની રોટલી, મકાઈ ની રોટલી, નાન અને તંદુરી રોટલી વગેરે.

તંદુરી રોટલી ની વાત કરવામાં આવે તો તે હોટલમાં બધાની ફેવરીટ હોય છે. જ્યારે પણ કોઈ હોટેલમાં ભોજન કરવા માટે જાય છે તો ત્યાં ગરમાગરમ તંદુરી રોટલી નો જ ઓર્ડર આપે છે. બટરમાં નહાયેલી આ તંદુરી રોટલી દરેક શાકની સાથે સ્વાદિષ્ટ લાગે છે. આ તંદુરી રોટલીને તંદુરમાં બનાવવામાં આવે છે. તેમાંથી કોલસાની સુગંધ આવે છે, જેના કારણે તેનો સ્વાદ પણ વધારે ટેસ્ટી લાગે છે. તમે પણ હોટલમાં ઘણી વખત તંદુરી રોટલી ખાધી હશે. પરંતુ શું તમે આ તંદુરી રોટલી ની હકીકત જાણો છો?

જે તંદુરી રોટલીને આપણે ખુબ જ શોખ થી ખાઈએ છીએ, તેની હકીકત જાણી લીધા બાદ તમે ફક્ત તવા રોટલી ખાવાનું પસંદ કરશો. આ તંદુરી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ તેને ખાધા બાદ ઘણા નુકસાન તમારા શરીરે સહન કરવા પડે છે. તંદુરી રોટલી અનહેલ્ધી હોવાનું સૌથી મોટું કારણ તેને બનાવવાની રીત છે. તંદુરી રોટલી મેંદા માંથી બનાવવામાં આવે છે. જો આપણે સતત મેંદાનું સેવન કરીએ છીએ તો ઘણાં પ્રકારની બીમારીઓ આપણને ઘેરી લે છે. તંદુરી રોટલી માં ૧૧૦ થી ૧૫૦ સુધી ની કેલરી હોય છે. એટલા માટે જેટલું બની શકે તેટલું તેને ઓછી ખાવી જોઈએ.

તંદુરી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચે છે અને લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તંદુરી રોટલીનાં નુકસાન વિષે જાણી લઈએ.

સુગર વધારે છે તંદુરી રોટલી

તંદુરી રોટલી બનાવવામાં મેંદા નો ઉપયોગ કરવામાં આવે છે. આ મેંદો તમારા શરીરનું સુગર લેવલ વધારે છે. આ મેંદા માં ખુબ જ વધારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે ડાયાબિટીસ થવાના ચાન્સ વધી જાય છે. જો એક વખત તમને ડાયાબિટીસ થઈ જાય તો અન્ય ઘણી બીમારીઓ પણ તમારા શરીરને ઘેરી શકે છે. એટલા માટે જો તમે ડાયાબિટીસનાં દર્દી છો તો તંદુરી રોટલી ને દરેક પરિસ્થિતિમાં એવોઇડ કરવી જોઈએ. તંદુરસ્ત લોકો એ પણ બની શકે તેટલું તેને ઓછી ખાવી જોઈએ.

હૃદયની બીમારી વધારે છે તંદુરી રોટલી

તંદુરી રોટલી માં મેંદો હોય છે, એટલા માટે તે તમારા હૃદય માટે પણ સ્વાસ્થ્યવર્ધક હોતી નથી. તેનું વધારે પડતું સેવન કરવું તમારા હૃદય માટે હાનિકારક બની શકે છે. તેનું સેવન કરવાથી તમને હૃદય સાથે જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો રહે છે. એટલા માટે હૃદય સંબંધિત બિમારી દર્દીઓએ પણ તંદુરી રોટલી ખાવી જોઈએ નહીં.

જો તમે તંદુરી રોટલી ખાવા માંગો છો તો ઘઉ માંથી બનેલી તંદુરી રોટલીનું સેવન કરી શકો છો. જો કે મોટાભાગની હોટલમાં તેને બનાવવા માટે મેંદાનો ઉપયોગ જ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *