જોડીયા બહેનોએ કર્યા છે જોડીયા ભાઈઓ સાથે લગ્ન, બેડરૂમમાં ઘણી વખત એક્સ્ચેન્જ થઈ ચુક્યા છે પતિ

જોડિયા બાળકો હંમેશાથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે, ખાસ કરીને આઈડેન્ટિકલ ટ્વીન્સ (Identical Twins). તેઓ ફક્ત દેખાવ માં એક જેવા નથી લાગતા પરંતુ તેમની આદતો પણ એકસરખી હોય છે. અમેરિકામાં રહેવા વાળી બ્રિટની અને બ્રાયના પણ આઈડેન્ટિકલ છે. બંનેએ બાળપણથી લઈને યુવાની સુધી એક સાથે જ દરેક કાર્ય કરેલું છે. તે મોટા ભાગે એક જેવા કપડાં જ જોવા મળે છે.

આ બહેનોને સૌથી વધારે ચર્ચામાં ત્યારે આવી હતી, જ્યારે બંને આઈડેન્ટિકલ ટ્વીન્સ ભાઈઓ સાથે લગ્ન કરી લીધા હતા. હાલમાં જ આ બહેનો એ લગભગ એક જ સમયે બાળકોને જન્મ આપીને ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ બહેનોએ ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવેલું છે, જેને લાખો લોકો ફોલો કરે છે. જોકે જોડિયા ભાઈઓ સાથે લગ્ન કર્યા બાદ ઘણી વખત આ બહેનોને પણ કન્ફ્યુઝન થઈ જતી હોય છે.

૨૦૧૭માં થઈ હતી મુલાકાત

બ્રિટની અને બ્રાયના ની મુલાકાત જોશ (Jaush) અને જેરેમી સાલેયર (Jeremy Salyesr) નામનાં ભાઈઓ સાથે ૨૦૧૭માં થઈ હતી. આ બહેનોએ જોડિયા ભાઈ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને ૬ મહિના કર્યા બાદ તેમણે પ્રપોઝ કરી દીધું. થોડા સમય બાદ તેમણે લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ ચારેય એક સાથે રહેવા લાગ્યા. એક ઇન્ટરવ્યુમાં બહેનો જણાવ્યું હતું કે ઘણી વખત પતિને લઈને તેમનામાં કન્ફ્યુઝન થઈ જાય છે, પરંતુ અમુક સ્પેસિફિક માર્ક ને કારણે તેઓ પોતાના પતિઓની ઓળખી લેતી હોય છે.

એક સાથે કર્યું ફેમિલી પ્લાનિંગ

બ્રિટની અને બ્રાયના બાળપણથી જ પોતાના બધા કામ એકસાથે કરતી હતી. બંનેએ એકસાથે સ્કુલિંગ પણ કર્યું, તે સિવાય બંને એકસાથે ગ્રેજ્યુએશન અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ એકસાથે મેળવ્યું હતું. બંનેની બોન્ડિંગ એવી રહી છે, બંનેએ લગ્ન પણ એક સાથે કર્યા અને હવે બાળકોનું પ્લાનિંગ પણ કંઇક એવી રીતે કર્યું છે કે થોડા દિવસોનાં ઈન્ટરવલમાં બંનેએ એક-એક દીકરાને જન્મ આપ્યો.

એક સાથે રહે છે ચારેય

બ્રિટની અને બ્રાયના પોતાના પતિઓની સાથે એક જ ઘરમાં રહે છે. માં બન્યા બાદ હવે બંને એક જ સાથે બાળકોનું પાલન પોષણ કરી રહી છે. તેમના ઈન્સ્ટાગ્રામ પેજમાં ઘણા ફોલોવર્સ છે. તેમની લાઈફ સ્ટાઈલ જોઈને લોકો અચરજમાં પડી જાય છે કે કેવી રીતે આ લોકો પતિ-પત્નીમાં અંતર ઓળખી શકતા હશે. જો કે આ ચારેય ને એક સાથે રહેવું પસંદ છે.