કોરોના વાયરસની મહામારીને લીધે લોકડાઉનમાં સામાન્યથી લઇને ખાસ દરેક લોકો પોતાના ઘરની અંદર કેદ થઇ ગયા છે. પોતાના ઘરમાં રહેવાના કારણે અધિકાર લોકો સોશિયલ મીડિયા પર વધારે ટાઈમ પસાર કરે છે. તેવામાં આ દિવસોમાં સેલિબ્રિટિનાં ફોટોઝ અને વિડિયોઝ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. થોડાક સમય પહેલા આપણે જોયું હતું કે કેવી રીતે દરેક સેલિબ્રિટિ પોતાના ઘરમાં રહીને ફેમિલી સાથે ટાઈમ પસાર કરે છે.
તેની જ સાથે આ દિવસોમાં એક્ટ્રેસ નીરુ બાજવા નો એક ખૂબસૂરત વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ તો નીરુ બાજવા પંજાબી ફિલ્મોની એક મશહૂર અભિનેત્રી છે, જેણે અનેક પંજાબી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. પરંતુ આજે તેમના ફિલ્મની નહીં, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડિયોની વાત કરીશું. તો આજે જણાવીશું કે શું છે તે ખાસ વીડિયોમાં.
પ્રેગ્નન્સી દરમ્યાન છેલ્લા દિવસોનો વિડિયો
વાસ્તવમાં આ વિડીયો નીરુ બાજવા ની પ્રેગ્નન્સીના અંતિમ સમયનો છે. જ્યારે તેમના ગર્ભમાં જોડિયા છોકરીઓ હતી. નિરુ નો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસે આ વીડિયોને શેયર કરતા એક ખાસ કેપ્શન પણ આપ્યું છે. જણાવી દઈએ તો નિરુએ ૨ વીડિયો શેયર કર્યા છે. જેમાં પહેલા વિડીયો માટે હોસ્પિટલના બેડ પર બેબી બમ્પ સાથે નજર આવે છે. બેબી બમ્પ ની સાથે તેમના ચહેરા પર લેબર પેઇનનો દુખાવો પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલું જ નહીં વીડિયોમાં તેની બહેન પણ જોવા મળી રહી છે, જે તેમની મદદ કરી રહી છે. તેમની બહેન તેનું માથું વાળવામાં તેની મદદ કરી રહી છે. આ વિડિયો શેયર કરતા નીરુએ કહ્યું છે કે તે એક અઠવાડિયા પહેલાં જ હોસ્પિટલમાં ચાલી ગઈ હતી. સાથો સાથ નીરુ એ કેર કરવા માટે પોતાની બહેનને થેન્ક્યુ પણ કહ્યું છે.
નિરુ પોતાની જોડિયા દીકરીઓ સાથે
તે સિવાય નીરુ નો બીજો વિડીયો ડીલેવરી પછીનો છે, કારણ કે તે આ વિડીયોમાં પોતાની જુડવા છોકરીઓ સાથે જોવા મળી છે. તમને જણાવી દઈએ તો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ મળ્યા છે. સાથે જ અનેક યુઝર્સે આ વિડીયોને શેયર પણ કરી રહ્યા છે.
નીરુ બાજવા વિશે જણાવી દઈએ તો તેમણે ફિલ્મ “સોલહ બરસ કી” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ૧૯૯૮ માં રિલીઝ થઈ હતી. વળી નિરુ પંજાબી ફિલ્મોમાં પોતાના અભિનય સારો બતાવી ચુકી છે, પરંતુ અત્યારે તેમણે ફિલ્મી દુનિયા થી થોડી અંતર બનાવી રાખ્યું છે. કારણકે નીરુ અત્યારે પોતાની ફેમિલીને ટાઈમ આપી રહી છે. પોતાની જિંદગીના દરેક ખૂબસૂરત પળોને ખૂબ જ સારી રીતે એન્જોય કરી રહી છે. જાણકારી માટે જણાવી દઇએ તો ૩૯ વર્ષીય નીરુ બાજવા ૭ ફેબ્રુઆરી, ૨૦૨૦નાં રોજ બીજી વખત માં બની છે અને તેણે બે છોકરીઓને જન્મ આપ્યો છે. તેવામાં આ સમયે નીરુ પોતાનો પુરો સમય પોતાના બાળકો સાથે પસાર કરી રહી છે.