જજ : છુટાછેડા કેમ લેવા છે? પતિ : બૈરી લસણ ફોલાવે, ડુંગળી સમરાવે, વાસણ ઉટકાવે છે, પછી જજ નો જવાબ સાંભળીને તમે ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

જજ : છુટાછેડા કેમ લેવા છે?

પતિ : બૈરી લસણ ફોલાવે, ડુંગળી સમરાવે, વાસણ ઉટકાવે છે.

જજ : એમાં શું? લસણ સહેજ ગરમ કરીને ફોલવુ, ડુંગળી ફ્રિજમાં રાખીને પછી કાપવી ને વાસણ ધોતા પહેલા ગરમ પાણી એ પલાળવા.

પતિ : હું બધું સમજી ગયો મારી અરજી પાછી ખેંચું છું.

જોક્સ-૨

પત્ની : મેં આજે ચુડેલ જોઈ.

પતિ : તને કેટલી વાર ના પાડી છે કે ઊંઘમાંથી ઊઠીને સીધું અરીસામાં નહીં જોવાનું.

જોક્સ-૩

(એક પિતાનું ઓબ્ઝર્વેશન)

પિતા : સાલા ગધેડા, તે સિગરેટ પીવાનું શરૂ કરી દીધું છે?

પુત્ર : ના પપ્પા.

પિતા : તો ઘરમાં આરતી કરતી વખતે તે એક દીવાસળી થી પાંચ દીવા સળગાવ્યા કઈ રીતે?

જોક્સ-૪

જરૂરી નથી કે કોઈ તમારી જિંદગીમાં આવે તો જ ખુશી મળે.

અમુક અમુક “પનોતી”

તમારી જિંદગી માંથી વય જાય તો ય જિંદગી જન્ન્ત થઈ જાય.

જોક્સ-૫

કેટલાક લોકો પોતાના બૈરાને મેડમ મેડમ કરે,

“મારી મેડમ તો આવી જ છે અને મારી મેડમ તો તેવી”

સાલુ ખબર નથી પડતી કે એ ભાઈએ લગ્ન કર્યા છે કે પછી સ્કુલમાં એડમિશન લીધું છે.

જોક્સ-૬

“કોઈ કહે અમે મફત વીજળી આપીશું”

ગુજરાતી પબ્લિક : મફતની વાત ક્યાં કરો છો? અહીં અમે સોલર પેનલ લગાવીને GEB ને વીજળી વેચીને સામા પૈસા કમાવાનું ચાલુ કરી દીધું છે.

જોક્સ-૭

સવારે મોર્નિંગ વોકમાં જવું છું ત્યારે ઓલમ્પિકમાં જતા હોય એવી ફીલિંગ આવે છે.

સાલુ દરરોજ સવારે સાંભળવાનું કે,

આવો ત્યારે ૩ ગોલ્ડ (અમુલ) લેતા આવજો.

જોક્સ-૮

મમ્મી : શું કરે છે બેટા?

ચિન્ટુ : મમ્મી વાંચો છું.

મમ્મી : સરસ બેટા શું વાંચે છે?

ચિન્ટુ : તમારી આવનારી વહુના મેસેજ.

4G ની સ્પીડ ચપ્પલ આવ્યું.

જોક્સ-૯

આગામી નવરાત્રીમાં આવા ગરબાઓ આવેલ તો નવાઈ નહીં કે,

ચરળ ચરળ મારું ચકડોળ ચાલે,

આજે રોકડાને GST કાલે,

આજે રોકડાને GST કાલે.

જોક્સ-૧૦

પત્ની : બજારમાંથી દુધ એક પેકેટ લેતા આવજો અને હાં જો બજારમાં લીંબુ દેખાય તો ૬ લઈ લેજો.

થોડીવાર પછી પતિ ૬ પેકેટ દુધ લઈ આવ્યો.

પત્ની : ૬ પેકેટ દુધ?

પતિ : ૬ પેકેટ દુધ લઈ આવ્યો છું. કારણ કે બજારમાં લીંબુ દેખાણા હતા.

હવે તમે બતાવો આમાં પતિ ક્યાં ખોટો છે?

વિશ્વાસ ન હોય તો પાછું વાંચો અને તોય સમજાય નહીં તો….

જોક્સ-૧૧

રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને

સાળા બનેવી નો કુરિયરના ખર્ચાનો તહેવાર છે.

જોક્સ-૧૨

વાંક હોય ને માફી માંગે એને સમજદાર કહેવાય

અને વાંક ના હોય તોય માફી માંગે એને પતિ કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *