જુના કપડા ફેંકતા પહેલા વાંચી લો આ આર્ટીકલ : ઘરે બેઠા કમાઈ શકો છો લાખો રૂપિયા

Posted by

ઊંચી લાઇફ સ્ટાઇલ ધરાવતા લોકો એક જ કપડાં વધારે દિવસો સુધી પહેરતા નથી. અત્યારના સમયમાં લોકો એક ને એક કપડાં બહુ જ ઓછી વાર પહેરતા હોય છે. કપડાં જેવા થોડા જુના થાય એટલે જરૂરિયાતમંદ લોકોને આપી દે છે અથવા તો ફેંકી દે છે.

એનાથી તમારું જ નુકશાન થઈ રહ્યું છે કારણકે આજે અમે તમને જણાવીશું કે તમારા જુના કપડા પણ તમને પૈસા કમાવી આપે છે. મતલબ કે તમે ઘરે બેઠા જુના કપડાં વહેચી ને કમાણી કરી શકો છો. એવી ઘણી ઓનલાઇન વેબસાઇટ છે જે તમને જુના કપડાંની મોટી કિંમત આપે છે.

ફક્ત એટલું જ નહિ આ ઓનલાઇન કંપની તમારા જુના કપડા તમારા ઘરે થી જ લઈ જશે. તમે આ વેબસાઇટ પર જુના કપડા વહેચી તો શકો છો સાથે સાથે એ વેબસાઇટ પર થી જો તમે ધારો તો નવા કપડાં અથવા બીજી કોઈ પણ વસ્તુ ખરીદી પણ શકો છો. આ ઓનલાઇન કંપની તમારા કપડાંની ક્વોલિટી જોઇને તમને પૈસા આપે છે.

કાંફીડેંશિયલ કાઉચર નામ ની ઓનલાઈન વેબસાઈટ પર તમે તમારા જુના કપડા વહેંચીને મોટી કમાણી કરી શકો છો. આ સિવાય તમે આ વેબસાઇટ પર તમારા જૂના પર્સ, બેગ અને બીજા ઘણા સામાન પણ વહેંચી શકો છો. તમારા પુના સામાન્ય વેચવા માટે તમારે વેબસાઈટ પર જઈ તેના પર આપેલા આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. ત્યારબાદ તમે જુના કપડા થી લઈને જે વસ્તુ વહેંચવા માંગતા હોય તેનો ફોટો તમારે આ વેબસાઈટ ને મોકલવાનો રહેશે. ત્યારબાદ કંપની તમારી વસ્તુ ને જોઇને તમને એક પ્રાઈઝ ઑફર કરે છે. જો તમને કંપનીની તરફથી આપવામાં આવેલ પ્રાઈઝ ઑફર પસંદ આવે છે તો કંપની પોતે તમારા ઘરે થી તમારો જૂનો સામાન લઈ જશે.

આ સિવાય તમે બીજી એક ઇન્વોગડ નામ ની વેબસાઇટ પર જઇને પણ તમે તમારા જુના કપડાં વહેચી શકો છો. સાથે સાથે તમે આ વેબસાઈટ પર થી તમારા પસંદીદા ફિલ્મ કલાકારના યુઝ કરેલા કપડાં પણ ખરીદી શકો છો. આ વેબસાઈટ પર પણ તમારે તમારા જુના કપડાના ફોટા મોકલવા પડે છે. બાદમાં કંપની તમારો સામે થી કોન્ટેક્ટ કરે છે અને તમને પ્રાઈઝ ઑફર કરે છે. જો તમે કોઈ સેલિબ્રિટીઝ ના કપડા ખરીદવા માંગો છો તો આ વેબસાઈટ પર ઘણીવાર સારી એવું ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *