જુનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં પગ લપસી જવાથી ડુબવા લાગ્યો યુવક, મહિલાઓએ પોતાના દુપટ્ટાની મદદથી બચાવ્યો, જુઓ વિડીયો

Posted by

હાલનાં સમયમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેમાં થોડા સમયથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહેલ છે. ઘણા શહેરોમાં ભારે વરસાદને લીધે ખુબ જ પાણી ભરાઇ ગયા હતા. ગુજરાતના મોટાભાગનાં ડેમ પાણીની આવકને લીધે ઓવરફ્લો થઈ ગયા છે. તેવામાં સરકાર દ્વારા લોકોને આવા સ્થાન થી દુર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં પણ લોકો આ સુંદર કુદરતી નજારાને જોવા માટે એકઠા થઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતના જુનાગઢમાં વિલીંગ્ડન ડેમમાં એકઠા થયેલા લોકોમાં એક યુવક ડેમમાં ડુબવાથી બચી ગયો હતો.

ગુજરાતના જુનાગઢ માં અમુક મહિલાઓએ પોતાની હિંમત અને સુઝબુઝથી ડેમમાં ડુબી રહેલા એક યુવકનો જીવ બચાવી લીધો હતો. હકીકતમાં પાછલા અમુક દિવસોથી ચાલી રહેલા જોરદાર વરસાદને લીધે અહીંનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેના કારણે તેમનું સુંદર દ્રશ્ય જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ રહી છે.

આ દરમિયાન પાળી ઉપરથી પગ લપસી જવાને કારણે એક યુવક ડેમ માં પડી ગયો હતો. તે સમયે તેની પાસે અમુક મહિલાઓ પણ ઊભી હતી, જેમાંથી એક મહિલાએ તુરંત પોતાનો દુપટ્ટો યુવકની પાસે ફેંક્યો. યુવકે દુપટ્ટો પકડી લીધો અને ત્યાર બાદ મહિલાઓએ યુવકને ઉપર ખેંચી લીધો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો હતો.

એલર્ટ આપવા છતાં પણ એકઠી થઈ રહી છે ભીડ

ગુજરાતમાં ચક્રવાતી તોફાન “ગુલાબ” ને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, જેનાથી નદી-નાળાં માં ખુબ જ પાણી આવી ગયું છે. જેના લીધે ૧ ઓક્ટોબર સુધી એલર્ટ આપવામાં આવ્યું હતું. વિલિંગ્ડન ડેમ નાં કિનારાને પણ પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવેલ છે. તેમ છતાં પણ બુધવારની સાંજે લોકો અહીં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ દરમિયાન આ ઘટના બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *