જંગલમાં મહિલાએ રોકી કાર તો સિંહણે ધીરે થી કારનો દરવાજો ખોલી લીધો અને પછી જે થયું તેને વિડિયોમાં જુઓ

Posted by

કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે લોકડાઉનની ઘોષણા કરી છે. જણાવી દઈએ કે દેશમાં લૉકડાઉનનું આ ચોથું સ્ટેજ ચાલી રહ્યું છે. એવામાં લોકોનું ઘરથી બહાર નીકળવાનું આ સમયે થોડું મુશ્કેલ ભર્યું બની રહેલ છે. લોકો માત્ર જરૂરી કામ માટે ઘરેથી બહાર નીકળી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા લોકોના માટે બહુ જ ઉપયોગી થઇ રહ્યું છે. આજે અમે તમારા માટે કેવો આર્ટીકલ લઈને આવ્યા છીએ, જેમાં જંગલ સફારી દરમિયાન એક સિંહણ દ્વારા કરવામાં આવેલ એક વિચિત્ર કાર્ય વિશે જણાવીશું.

સામાન્ય રીતે લોકો પ્રાણીઓને નજીકથી જોવા માટે જંગલ સફારી પર જાય છે. સફારી દરમ્યાન જો તમે સરકાર દ્વારા નિમણૂક કરેલા સફારી વિહિકલનો પ્રયોગ કરો છો, તો તમે બિલકુલ સુરક્ષિત રહેશો. પરંતુ જો તમે સફારી માટે પોતાના પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે વધારે ખતરનાક અને જીવલેણ પણ થઈ શકે છે. હાલમાં જ આવો એક વીડિયો સામે આવ્યો છે. આવો આ વિડીયો વિશે વિસ્તારથી જાણીએ.

કારની નજીક આવી સિંહણ

ઘણીવાર જોવા મળે છે કે જંગલ સફારીનાં વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થાય છે. જંગલ સફારીની કેટલીક એવી ઘટનાઓનાં વિડીયો અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે, જેને જોઈને આપણાં રુવાટા ઉભા થઇ જશે. કેટલીક વાર આવા વીડિયો સોશિયલ મીડિયા દ્વારા આપણી સામે પણ આવ્યા છે, જેમાં જંગલી પ્રાણીઓએ સફારી કરી રહેલા લોકો પર જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી હોય. મહત્વપૂર્ણ છે કે હાલમાં જ એક વિડિયો આવ્યો છે.

જેમાં એક મહિલા કાર ચલાવી રહી છે અને એને રોડના કિનારે બેઠેલો સિંહ જોવા મળે છે, ત્યારે જ સિંહોને જોઈને મહિલા પોતાની ગાડી રોકી લે છે. કાર રોકીને બધા લોકો સિંહને જોવા લાગે છે. ત્યારે એક સિંહણ કાર પાસે આવે છે અને કારની અંદર જોવા લાગે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે જેવી સિંહણ કારની પાસે આવે છે, તો કાર ચલાવી રહેલ મહિલા કારને થોડી આગળ લઈ જાય છે. ત્યારે સિંહણ કારની નજીક આવીને પોતાના મોઢાથી કારનો દરવાજો ખોલી દે છે.

સિંહણ દ્વારા દરવાજો ખોલવા પર કારની અંદર બેઠેલા બીજા લોકો ગભરાઈ જાય છે. ત્યારે મહિલા પોતાની કારને ઝડપથી આગળ વધારી દે છે અને કારમાં બેઠેલા લોકો જેમ તેમ કરીને પોતાનો જીવ જાન બચાવી લે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો આવ્યા બાદ એ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સુશાંત નંદાએ આ વિડિયો શેયર કરતા લખ્યું છે કે “સિંહણ સફારી રાઈડ પર જવા માગે છે, એ દરવાજો ખોલે છે અને લીફ્ટ માંગે છે. આવી ઘટના તમારા બીજા સફારીમાં પણ થઈ શકે છે, એટલા માટે જ જંગલી પ્રાણીઓથી ઉચિત અને સુરક્ષિત અંતર બનાવી રાખવું જોઈએ.

મહત્વપૂર્ણ છે કે આ વીડિયોને સુશાંત નંદાએ ૨૦ મે ના શેયર કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ હજારો થી પણ વધારે વાર જોવાઈ ચૂક્યો છે. સાથે જ યુઝર્સ આ વિડીયો ઉપર ખૂબ જ લાઈક અને કમેન્ટ પણ કરી રહ્યા છે. ટ્વીટર પર કેટલાક યુઝર્સે રીએક્શન પણ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *