જંક ફુડ અને ફાસ્ટ ફુડમાં શું અંતર હોય છે? જાણો શા માટે તેને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે

આપણામાંથી ઘણા લોકોને જંકફુડ અને ફાસ્ટ ફુડની વચ્ચેનું અંતર સમજવામાં મુંઝવણ થતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બંને ખુબ જ અલગ હોય છે. સાથોસાથ જંકફુડ અને ફાસ્ટ ફુડ ખાવાના અલગ-અલગ નુકસાન અને ફાયદા હોય છે. જંકફુડ અને ફાસ્ટ ફુડ બંને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. પરંતુ જો તમારે બન્નેમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય, તો તમારે ફાસ્ટ ફુડની પસંદગી કરવી જોઈએ. ફાસ્ટ ફુડ, જંકફુડ ની તુલનામાં તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ કે ફાસ્ટફુડ અને જંક ફુડની વચ્ચે અંતર શું છે.

ફાસ્ટ ફુડ શું હોય છે?

ફાસ્ટ ફુડ તે ભોજન છે જેને તમે રેસ્ટોરન્ટ થી ઓર્ડર કરી શકો છો અને આ ઓર્ડર થોડી મિનિટોમાં જ તમને ઉપલબ્ધ થઈ જાય છે. આ ફુડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે, જેને લીધે તે ઝડપથી ઉપલબ્ધ થઈ જાય છે. પીઝા, બર્ગર, ચાઉમીન, ફ્રાઈઝ જેવી ચીજો સામેલ છે.

જંક ફુડ શું હોય છે?

જંક ફુડ એવા આહારને કહેવામાં આવે છે જે પેકેટ માં ઉપલબ્ધ હોય છે. જેને બનાવવાની કોઈ ઝંઝટ હોતી નથી. બસ પેકેટ ખોલો અને ખાઈ લો. એક્સપર્ટનું કહેવું છે કે જંક ફુડમાં પોષક તત્વોની માત્રા ના બરાબર હોય છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો તેને કેલેરી થી ભરપુર આહાર કહેવામાં આવે છે. જંક ફુડમાં ચિપ્સ, પેકિંગ માં રહેલ સેન્ડવીચ, કુરકુરે જેવી ચીજો સામેલ છે.

જંકફુડ અને ફાસ્ટ ફુડના ફાયદા

ડાયટિશિયન નું કહેવું છે કે આ બંને આહાર સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી નુકસાનદાયક હોય છે. જો કે બન્નેમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવે તો ફાસ્ટ ફુડ તમારા માટે વધારે યોગ્ય છે. કારણ કે તેમાં અમુક હદ સુધી તાજી ચીજો જેમ કે લીલા શાકભાજી, ફળ અને અનાજનું મિશ્રણ હોય છે. વળી જંકફુડ માતાજી ચીજો બિલકુલ હોતી નથી.

જંક ફુડનાં ફાયદાની વાત કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ ફાયદાકારક હોતું નથી. પરંતુ જો તમે ટ્રાવેલ કરી રહ્યાં છો તો તેને પોતાના ભોજનના રૂપમાં શામેલ કરી શકો છો. એટલે કે ખાણીપીણીની સુવિધા ન હોવા પર તમે આ પ્રકારના ફુલોને સ્ટોર કરીને રાખી શકો છો.

ફાસ્ટ ફુડના ફાયદાની વાત કરવામાં આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે તાજા ફળ અને શાકભાજીની તુલનામાં ફાયદાકારક હોતું નથી. પરંતુ જો તમારી પાસે ઘરે ખાવાનો વિકલ્પ ન હોય તો તમે તેને એક વિકલ્પના રૂપમાં શામેલ કરી શકો છો.

જંક ફુડનાં નુકસાન

જંક ફુડમાં સોડિયમની માત્રા વધારે હોય છે, જેના લીધે તમને માથાનો દુખાવો અને માઈગ્રેન વધી શકે છે. એટલું જ નહીં તેમાં કાર્બ્સ ની માત્રા પણ વધારે હોય છે. તેવામાં તમને તેનું સેવન કરવામાં ખીલની સમસ્યા પણ પરેશાન કરી શકે છે. વધારે માત્રામાં જંકફુડ ખાવાથી વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે.

ફાસ્ટ ફુડના નુકસાન

ફાસ્ટ ફુડમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે, જેના લીધે તમારા બ્લડ શુગર અને ઇન્સ્યુલીન પ્રતિરોધ વધી શકે છે. જંક ફુડ ની જેમ ફાસ્ટ ફુડમાં પણ સોડિયમની માત્રા વધારે હોય છે. સોડિયમનો સ્તર વધવાથી શરીરમાં વધારે પાણી જમા થઈ જાય છે, જેના લીધે સોજો આવી શકે છે. ફાસ્ટ ફુડમાં રહેલ કાર્બ્સ અને ખાંડ દાંતમાં કેવીટી નું કારણ બની શકે છે.

ફાસ્ટફુડ અને જંક ફુડ બંને સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક સાબિત થાય છે. એટલા માટે પોતાના નિયમિત આહારમાં આ પ્રકારની ચીજોને સામેલ કરવાથી બચવું જોઇએ. જેથી તમારું શરીર લાંબો સમય સુધી સ્વસ્થ રહી શકે.