જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન મળી ના જાય, લોકડાઉન હટાવવું જોઈએ નહીં – રિસર્ચ

Posted by

કોરોના વાયરસને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહીં મળે ત્યાં સુધી સંક્રમણ સાથે લડી રહેલા દેશોએ પોતાને ત્યાં લોકડાઉન હટાવવું જોઈએ નહીં. ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાના મામલાની સ્ટડીમાં આ પરિણામ પર પહોંચવામાં આવ્યું છે. સ્ટડીમાં એવા દેશોને ચેતવણી આપવામાં આવી છે જે ધીરે-ધીરે લોકડાઉન હટાવવાનો વિચાર કરી રહ્યા છે. આ દેશો તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો સામાન્ય જીવનમાં પરત ફરે.

Advertisement

ઇન્ડિપેન્ડન્ટ ની એક રિપોર્ટ અનુસાર હોંગકોંગમાં થયેલ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં જો પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવે છે અને અહીંના લોકોની મુવમેન્ટ વધે છે તો કોરોના બીજી વખત પરત ફરી શકે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો ચીનની સરકાર ઉતાવળમાં પ્રતિબંધો ખતમ કરે છે, તો તેમણે બીજી વખત કોરોના સંક્રમણ સાથે લડવું પડી શકે છે.

ચીનમાં કોનાથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં કરવામાં આવી સ્ટડી

આ સ્ટડી નામના મેડિકલ જર્નલમાં છપાયેલી છે. તેમાં ચીનમાં કોરોના સૌથી વધારે અસર વાળા ૧૦ વિસ્તારોના મામલાની સ્ટડી કરવામાં આવેલ છે. રિસર્ચરે સંક્રમણથી પ્રભાવિત ચીનના તે ૩૧ વિસ્તારોના મામલાઓને પણ અધ્યયનમાં સામેલ કરેલ છે, જ્યાં સૌથી વધારે મૃત્યુ થયેલા છે. ચીનમાં લોકડાઉનનું ખૂબ જ સખ્તાઈથી પાલન કરવામાં આવ્યું હતું. જેથી કોરોના વાયરસના સંક્રમણના નવા મામલામાં ખૂબ જ ઘટાડો થયો છે. પરિસ્થિતિ એવી છે કે એક સંક્રમિત વ્યક્તિ થી અન્ય વ્યક્તિને સંક્રમિત કરવાની સંભાવના સૌથી ઓછી થઈ ગઈ છે. પરંતુ ચીન સરકારે લોકડાઉન હટાવવાનો નિર્ણય બાદ સંક્રમણ ફરીથી ફેલાવવાનો ખતરો વધી ગયો છે.

રિસર્ચનો દાવો લોકડાઉન હટવાથી ફરી વખત કોરોના ફેલાશે

આ સંશોધ નું નેતૃત્વ કરનાર યુનિવર્સિટી ઓફ હોંગકોંગના પ્રોફેસર ટી વુને કહ્યું કે લોકોની મુમેન્ટ પર લાગેલા પ્રતિબંધને કારણે સંક્રમણની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે સ્કૂલ-કોલેજ અને બિઝનેસ-ફેક્ટરીઓ ખૂલવાથી લોકો ફરીથી એકબીજાના સંપર્કમાં આવવા લાગશે, જેનાથી સંક્રમણનો ખતરો વધી જશે અને તે સમગ્ર દુનિયા માટે ખતરનાક સાબિત થશે. પ્રોફેસરે કહ્યું કે યોગ્ય રહેશે કે આર્થિક ગતિવિધિઓને થોડી ગતિ અને ઉત્પાદન શરૂ કરવાની સાથે સામાજિક અંતર અને એકબીજાથી ઓછામાં ઓછો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન બનાવી લેવામાં નથી આવતી.

સંશોધનમાં કહ્યું કે આ સ્ટડી તે દેશો ઉપર પણ લાગુ પડે છે, જેઓએ વાયરસ સંક્રમણના શરૂઆતી દિવસોમાં લોકડાઉન લગાવી દીધું હતું અને હવે તેમાં છૂટછાટ આપી રહ્યા છે. યુકેમાં લોકડાઉનનો ચોથો સપ્તાહ છે અને હજુ પણ ત્યાંના વર્કર્સને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યાં મોટા ભાગની દુકાનો બંધ છે. જ્યારે ચીનના હુબઇની સાથે વુહાનમાં લાગેલા લોકડાઉનમાં પણ છૂટછાટ આપી દેવામાં આવી રહી છે. સૌથી પહેલા વાયરસનું સંક્રમણ આ વિસ્તારોમાં જોવામાં આવ્યું હતું અને અહીંથી સમગ્ર દુનિયામાં ફેલાયું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.