જ્યારે અક્ષય કુમારને લીધે ઈટાલીનાં રેસ્ટોરન્ટમાં ચંકી પાંડેએ ધોવા પડ્યા હતા વાસણ, બિલ ચુકવી શક્યા નહીં

Posted by

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર અને જાણીતા અભિનેતા ચંકી પાંડે વચ્ચે એક સારો સંબંધ છે. એક સમય એવો હતો જ્યારે ચંકી પાંડે અક્ષયનાં ગુરુ હતા. હકીકતમાં વાત એવી છે કે આ બંનેએ એક્ટિંગ એક જ જગ્યાએથી શીખી છે અને અક્ષય કુમાર ચંકી થી જુનિયર હતા. જ્યારે આવતા ન હતા તો સિનિયર સ્ટુડન્ટ પોતાના જુનિયરનાં ક્લાસ લેતા હતા.

અક્ષય પોતે જણાવી ચુક્યા છે કે તેવામાં ક્યારેક-ક્યારેક ચંકી પાંડે તેમની ક્લાસમાં પણ આવતા હતા અને તેમને પણ એક્ટિંગ તથા ડાન્સ વગેરે શીખવાડતા હતા. જણાવી દઈએ કે તેની વચ્ચે ચંકી પાંડેની ફિલ્મી કારકિર્દીની પણ શરૂઆત થઈ ગઈ હતી. જ્યારે અક્ષય કુમારે અમુક વર્ષો પછી ફિલ્મી દુનિયામાં પગલાં રાખ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અક્ષય ને એક્ટિંગ શીખવાડવા વાળા ગુરુ ચંકી પાંડે હિન્દી સિનેમાનાં ફ્લોપ કલાકારોનાં લિસ્ટમાં સામેલ થઈ ગયા, જ્યારે અક્ષય કુમારે બોલિવુડમાં સુપરસ્ટારનો દરજ્જો મેળવી લીધો. જોકે આ બંને કલાકાર વચ્ચે સંબંધો ઘણા સારા છે.

અક્ષય અને ચંકી સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. બંને કલાકારોએ હાઉસફુલ માં પણ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંને સિવાય રિતેશ દેશમુખ, જેકલીન ફર્નાન્ડીસ, કૃતિ સેનન વગેરે પણ મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રીલીઝ થઇ હતી. જણાવી દઈએ કે આ ફિલ્મનું શુટિંગ જ્યારે ઈટલી માં થઈ રહ્યુ હતું, ત્યારે બધા કલાકાર ઘણા મસ્તી મજાક પણ કરતા હતા. તેવામાં એકવાર અક્ષય કુમારે ચંકી પાંડે સાથે મોટી મજાક કરી દીધી હતી, જેના લીધે ચંકી ને રેસ્ટોરન્ટમાં વાસણ ધોવા પડ્યા હતા. તો ચાલો આ કિસ્સા વિશે વિસ્તારથી જાણીએ.

આ મજેદાર કિસ્સો ચંકી પાંડે એ પોતે “ધ કપિલ શર્મા શો” પર સંભળાવ્યો હતો. જણાવી દઈએ કે અક્ષય કુમારે બધાને કહી દીધું હતું કે રેસ્ટોરેન્ટમાં જેને જે ખાવું હોય તે ખાઈ લે. જો કે બીલનાં સમયે બધા લોકો આમતેમ થઈ ગયા. બચ્યા માત્ર ચંકી અને બિલ. અને બીલ એટલું વધારે હતું કે ચંકી તેને ચુકવી શક્યા નહીં. બદલામાં તેમને રેસ્ટોરન્ટમાં વાસણ ધોવા પડ્યા.

ચંકી પાંડેએ ” ધ કપિલ શર્મા શો” પર કહ્યું હતું કે, “અક્ષય કુમારે હાઉસ ફુલ-1 નાં સમયે મારી સાથે એક મજાક કરી હતી. અક્ષય ઈટલીનાં એક રેસ્ટોરન્ટમાં લઈને ગયા અને યુનિટમાં બધાને બોલી દીધું હું ટ્રિટ આપી રહ્યો છું. બધા ગયા અને દબાવીને વાઇન પીધું અને ખાવાનું ખાધું. અને હું પછી બાથરૂમ ચાલ્યો ગયો, કારણ કે બીલ આવવાનું હતું. સારું નથી લાગતું કારણ કે હું સિનિયર છું, એટલાં માટે હું બાથરૂમ ચાલ્યો ગયો.”

ચંકીએ આગળ કહ્યું કે, “બધા લોકો મને બાથરૂમમાં છોડીને વેન લઈને ચાલ્યા ગયા. હું બાથરૂમ થી નીકળ્યો અને મને લાગ્યું કે અક્ષય એ બિલ આપી દીધું હશે. ત્યારે મેનેજર શોધતો આવ્યો કે તારી સાથે જ તે ગેંગ હતી. તેણે મને પકડ્યો અને સીધો કિચનમાં વાસણ ધોવા માટે લઈને ગયો.” ચંકીએ આગળ કહ્યું કે “મારી પાસે બિલ ચુકવવાના માટેનાં પૈસા ન હતા. પછી તેને સાજિદ નડિયાદવાલા અને સાજીદ ખાને આવીને બચાવી લીધેલ અને બીલ ચુકવી દીધું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *