હાલમાં અક્ષય કુમારની “સૂર્યવંશી” ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ લોકડાઉનને કારણે તે ફિલ્મને રિલીઝ કરવામાં આવી નથી. થોડા સમય પહેલા હાઉસફુલ-૪ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમારની સાથે સાથે સંપૂર્ણ સ્ટાર કાસ્ટ કપિલ શર્માનાં શો માં જોવા મળી હતી. બધા લોકોએ કપિલ શર્માનાં શો માં ભરપૂર મજાક-મસ્તી કર્યા અને આ સિવાય શો માં એકબીજાના રહસ્યો પણ ખોલ્યા હતા.
કપિલ શર્માનાં શો માં રિતેશ દેશમુખ કે પોતાની ફિલ્મ “હે બેબી” સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો. રિતેશ દેશમુખે કહ્યું કે જ્યારે હું અને અક્ષય હે બેબી ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અક્ષય કુમારે રિતેશ દેશમુખના ફોનથી વિદ્યા બાલનને “આઇ લવ યુ” મેસેજ કર્યો હતો.
આવ્યો હતો આવો રિપ્લાય
રિતેશનાં મેસેજનાં રીપ્લાય માં વિદ્યા બાલને કિસ અને સ્માઈલી વાળા મેસેજ સેન્ડ કર્યા હતા. જ્યારે રિતેશને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ મૂંઝવણ માં આવી ગયો હતો. ત્યારબાદ તેને ખબર પડી કે અક્ષયની પાસે વિદ્યા બાલનનો પણ ફોન હતો, જેના લીધે આ બધુ કન્ફ્યુઝન ક્રિએટ થયું છે.
રિતેશ દેશમુખ અને અક્ષય કુમારની સાથે કપિલ શર્મા શો ચંકી પાંડે પણ હાજર હતા. આ શોમાં અક્ષય કુમારે પોતાની પર્સનલ લાઇફ વિશે પણ અમુક વાતો શેયર કરી હતી. તે પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવતા કહેતા હતા કે તે પહેલા ખૂબ જ શરમાળ સ્વભાવના હતા. કોલેજ સમયમાં જ્યારે તે એક છોકરીને ડેટ કરતા હતા અને છોકરી એટલા માટે તેને છોડીને જતી રહી કારણ કે તે રોમેન્ટિક ન હતા.
અક્ષયે તેની પર્સનલ વાતો શેયર કરી
તેમણે જણાવ્યું કે તે એ છોકરી સાથે મદ્રાસ કેફે અને ઉદીપી જેવા રેસ્ટોરન્ટ પર ડેટ પર જતા હતા. છોકરીની ઈચ્છા હતી કે અક્ષય કુમાર થોડા રોમેન્ટિક રીતે ટ્રીટ કરે. તેનો હાથ પકડે, કિસ કરે પરંતુ અક્ષય કુમાર ખૂબ જ શરમાળ સ્વભાવના હતા. તેથી તેવું કરી શકતા ન હતા. આ કારણને લીધે છોકરીએ તેમને છોડી દીધો હતો. આ વાત સાંભળી શો માં બધા હસવા લાગ્યા હતા.
લોકોમાં અક્ષય કુમારની આવનારી ફિલ્મ “સૂર્યવંશી” ને લઈને જબરદસ્ત ક્રેઝ નજર આવી રહ્યો છે. સૂર્યવંશી ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે કેટરિના કૈફ, રણવીર સિંઘ અને અજય દેવગન પણ મહેમાન કલાકારના રૂપમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ૨૪ માર્ચના રોજ રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે હાલમાં આ ફિલ્મના રિલીઝને સ્થગિત કરી દેવામાં આવી છે.