ભગવાન શ્રીરામે રાવણનાં વધ બાદ રામસેતુ તોડી નાંખ્યો હતો, તેનું પાછળનું કારણ રામાયણમાં પણ બતાવવામાં આવ્યું નથી

Posted by

વાલ્મિકી રામાયણ અનુસાર શ્રીરામ દ્વારા રામ સેતુનું નિર્માણ રાવણ નાં વધ હેતુ લંકા જવા માટે કરવામાં આવ્યું હતું. સમુદ્ર પર બનેલો આ પુલનું નિર્માણ વાનર, રીંછ અને નલ નીલ ભાઈઓની દેખરેખ હેઠળ બન્યું હતું. નલ નીલ વિશ્વકર્માનાં પુત્ર હતા અને તે સમયે મહાન વાસ્તુવિદ માનવામાં આવતા હતા. ઘણા બધા લોકોને તે વાતની જાણકારી નહીં હોય કે રામસેતુને ભગવાન શ્રીરામે સ્વયમ તોડી નાંખ્યો હતો. પદ્મપુરાણનાં સૃષ્ટિ ખંડમાં તેની કથા વિસ્તારપુર્વક મળી આવે છે.

Advertisement

પદ્મપુરાણ અનુસાર જ્યારે શ્રીરામ રાવણનો વધ કરીને લક્ષ્મણ અને સીતા ની સાથે અયોધ્યા પરત આવ્યા હતા અને તેમનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો. ત્યારે એક દિવસ તેમના મનમાં વિભીષણ ને મળવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે રાવણ ના મૃત્યુ બાદ વિભીષણ કઈ રીતે લંકાનું શાસન કરી રહ્યા છે? તેમને કોઈ પરેશાની તો નથી આવી રહી ને? એવો વિચાર મનમાં આવ્યા બાદ જ્યારે શ્રીરામ લંકા જવાનું વિચારી રહ્યા હતા, તે સમયે ત્યાં ભરત પણ આવ્યા. ભરતનાં પુછવા પર શ્રીરામે તેમને આ વાત જણાવી તો ભરત પણ તેમની સાથે જવા માટે તૈયાર થયા.

અયોધ્યાની રક્ષાનો ભાર લક્ષ્મણને સોંપીને શ્રીરામ અને ભરત પુષ્પક વિમાનમાં સવાર થઈને લંકા તરફ ચાલી પડ્યા. વચ્ચે કિષ્કિંધા નગરી આવી. શ્રીરામ અને ભરત થોડા સમય માટે ત્યાં સુગ્રીવ અને અન્ય વાનરોને મળ્યા. જ્યારે સુગ્રીવને જાણ થઈ કે શ્રીરામ વિભીષણ ને મળવા માટે લંકા જઈ રહ્યા છે, તો તેઓ પણ તેની સાથે લંકા જાય છે.

જ્યારે બીજી તરફ વિભીષણને સુચના મળે છે કે શ્રી રામ ભરત અને સુગ્રીવ લંકા આવી રહ્યા છે, તો તેઓ આખી લંકા શણગારવાનો આદેશ આપે છે. ત્યારબાદ ભગવાન શ્રીરામ વિભીષણ અને મળે છે. વિભીષણ બધાને મળીને ખુબ જ પ્રસન્ન થાય છે.

શ્રીરામ ત્રણ દિવસ સુધી લંકામાં રહે છે અને વિભીષણને ધર્મ-અધર્મ જ્ઞાન આપે છે અને કહે છે કે તમે હંમેશા ધર્મપુર્વક આ નગર પર રાજ કરજો. જ્યારે શ્રીરામ પરત અયોધ્યા જવા માટે પુષ્પક વિમાનમાં બેસે છે તો વિભીષણ કહે છે કે તમે મને જે રીતે કહ્યું એવી રીતે ધર્મપુર્વક હું આ રાજ્યનો ખ્યાલ રાખીશ, પરંતુ જ્યારે અહિયાં મનુષ્ય આવીને મને પરેશાન કરશે ત્યારે મારે શું કરવાનું રહેશે.

વિભીષણના આવું કહેવા પર ભગવાન શ્રીરામે પોતાના બાણથી રામસેતુને તોડી નાખ્યો હતો. શ્રીરામે રામ સેતુ નાં ત્રણ ટુકડા કરીને વચ્ચે નો હિસ્સો પણ પોતાના બાણથી તોડી નાખ્યો હતો. આવી રીતે ભગવાન શ્રીરામે વિભીષણની સમસ્યાનો ઉકેલ કરવા માટે રામસેતુને તોડી નાખ્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.