જ્યારે ભગવાન સ્ત્રીની રચના કરી રહ્યા હતા ત્યારે કઈક અજીબ ઘટના બની હતી, જાણો રોચક કથા

Posted by

આ દુનિયાનું સૌથી મોટું રહસ્ય સ્ત્રી છે અને એવું કહેવામાં આવે છે કે તેને સમજવી ખુબ જ મુશ્કેલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે સ્ત્રીની રચના થયેલી હતી ત્યારે ભગવાને ખુબ જ જાળવણીથી તેની રચના કરી હતી અને તેમાં એટલો સમય લાગી ગયો હતો કે દેવદુત પણ ભગવાનને સવાલ કરવા લાગ્યા હતા કે, “આખરે તમને સૃષ્ટિની આ રચનામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે?” હકીકતમાં ભગવાન જ્યારે સ્ત્રીની રચના કરી રહ્યા હતા ત્યારે આ ક્રિયા ૬ દિવસ સુધી ચાલતી રહી હતી અને તેમ છતાં પણ અધુરી રહી ગઈ હતી. તેમાં દેવદુત પ્રશ્ન કરવા માટે મજબુર બની ગયા હતા. તમે પણ આ દિલચશ્પ સવાલો ને વાંચો અને સાંભળો કે ભગવાને દેવદુતોનાં પ્રશ્નના શું અદભુત જવાબ આપેલા હતા.

Advertisement

ગુણોથી ભરપુર

સૌથી પહેલો પ્રશ્ન દેવદુતે પુછ્યો હતો કે ભગવાન તમને આ રચનામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે? તો ભગવાને જવાબ આપ્યો હતો કે શું તમે તેના ગુણ જોયેલા છે? તે મારી એવી રચના છે જે દરેક પરિસ્થિતિમાં અડગ રહેશે અને પોતાને સંભાળીને રાખશે, પછી ભલે ગમે તેવી સ્થિતિ હોય તે પોતાના પરિવાર અને બધા બાળકોને એક જેવો પ્રેમ કરશે. તે ફક્ત પોતાનું ધ્યાન નહીં રાખે પરંતુ બીમાર હોવા છતાં પણ ૧૮ કલાક કામ કરવાની ક્ષમતા રાખે છે.

સ્ત્રીની પ્રબળતા

દેવદુત આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને પુછવા લાગ્યા હતા કે શું તે આ બધું પોતાના બંને હાથથી આટલું બધું કરી શકે છે? ભગવાને જવાબ આપ્યો હતો કે, “હા બિલકુલ. એટલા માટે તો આ મારી રચના સૌથી અદભુત રચના કહેવાશે.” આ સાંભળીને દેવદુતે સ્ત્રીની પાસે જઈને ભગવાનની બનાવેલી આ રચનાને જ્યારે હાથ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રભુ આ તો ખુબ જ નાજુક છે. તો ભગવાને હસીને જવાબ આપ્યો હતો કે તે બહારથી નાજુક જરૂર છે, પરંતુ અંદરથી એટલી જ મજબુત છે એટલે કે તે કોમળ છે પરંતુ કમજોર નથી.

વિચારવાની ક્ષમતા

દેવદુત આ રચનાને લઈને ખુબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને તેઓ ઉત્સાહિત થઈને પુછવા લાગ્યા હતા કે પ્રભુ શું તે વિચારી શકે છે? તો પ્રભુએ કહ્યું હતું કે તે ફક્ત વિચારી નથી શક્તિ, પરંતુ દરેક સમસ્યાનો મુકાબલો કરવાની ક્ષમતા પર રાખે છે. ત્યારબાદ દેવદુત દ્વારા જે કરવામાં આવ્યું તેને વાંચીને તમે પણ ભાવગત થવા માટે મજબુર બની જશો.

આંસુઓની વ્યથા

હકીકતમાં દેવદુત જ્યારે સ્ત્રીની પાસે જઈને ગાલને હાથ લગાવે છે ત્યારે થોડું પાણી જેવું પ્રતિત થાય છે. તો તેમણે પુછ્યું કે હે ભગવાન તેના ગાલ ઉપર પાણી જેવું શું છે? ભગવાને કહ્યું કે તે આંસુ છે. ત્યારે દેવદુતે ખુબ જ આશ્ચર્યચકિત થઈને પુછ્યું કે આંસુ શા માટે છે? ત્યારે ભગવાને કહ્યું હતું કે જ્યારે પણ તે કમજોર પડવા લાગે છે તો પોતાની બધી પીડા આંસુઓની સાથે વહાવી દેતી હોય છે અને ફરીથી મજબુત બની જાય છે. એટલે કે પોતાના દુઃખ ભુલવાનો તેની પાસે આ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાને કહ્યું હતું કે આ તેની તાકાત છે. આ બધું સાંભળીને દેવદુતે કહ્યું હતું કે ભગવાન તમે તો મહાન છો. આ રચનાને તમે ઘણું બધું સમજી વિચારીને બનાવેલ છે.

બ્રહ્માજીએ કહ્યું હતું કે આ સ્ત્રીરૂપી રચના ખુબ જ અદભુત છે. તે દરેક પુરુષની તાકાત છે, જે તેને પ્રોત્સાહિત કરે છે. તે બધાને ખુશ જોઈને ખુશ રહે છે અને દરેક પરિસ્થિતિમાં હસતી રહે છે. તેને જે જોઈતું હોય છે, તે લડીને પણ લઈ શકે છે. તેના પ્રેમ માટે કોઈ શરત હોતી નથી. તેનું દિલ તુટી જાય છે, જ્યારે તમે તેને દગો આપો છો. પરંતુ તે દરેક પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું પણ જાણે છે. ત્યારબાદ દેવદુતોએ કહ્યું હતું કે ભગવાન તમારી રચના સંપુર્ણ છે. ત્યારે ભગવાને કહ્યું હતું કે ના હજુ તેમાં એક ખામી છે, તે પોતાની મહત્વતા ભુલી જાય.

ભગવાન દ્વારા બનાવવામાં આવેલી આ રચના ની વ્યથા વાંચી લીધા બાદ તમે પણ સમજી ગયા હશો કે આખરે એક સ્ત્રીનાં આટલા રૂપ શા માટે મળી આવે છે. પછી તે માં હોય કે બહેન હોય કે પછી પત્ની, તેનું દરેક રૂપ પરિપુર્ણ છે. એટલા માટે તમારે પણ ભગવાન દ્વારા બનાવવામાં આવેલી આ રચનાને ઓળખવી જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.