જ્યારે બોલીવુડની આ એક્ટ્રેસનો જીવ જોખમમાં મુકાયો હતો, અક્ષય કુમારે જીવનાં જોખમે એક્ટ્રેસને બચાવી લીધી હતી

Posted by

૧૨ ઓગસ્ટ, ૨૦૨૧નાં રોજ રુસ્તમ ફિલ્મ રિલીઝ થયાનાં ૫ વર્ષ થઇ ગયા છે. જી હા, જણાવી દઈએ કે ૧૨ ઓગસ્ટ, ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ “રુસ્તમ” થી ટીનું સુરેશ દેસાઈએ ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું. નેવી ઓફિસરનાં એમ. નાણાવટીનાં કેસ પર આધારિત આ ફિલ્મને ૧૫ ઓગસ્ટ પહેલા રિલીઝ કરવાનો નિર્ણય મેકરે એટલા માટે  લીધો હતો કારણ કે સ્વતંત્ર દિવસ ઉજવવા દરમિયાન દેશભક્તિની લહેર હોય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઇલિયાના ડિક્રુઝે લીડ રોલ પ્લે કર્યો હતો.

જણાવી દઇએ કે ભલે ફિલ્મ રિલીઝના પ વર્ષ પસાર થઈ ગયા છે, પરંતુ હવે તેની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી રહી છે, જે તે સમયે બનેલી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તો એક વખત એવું થયું હતું કે શુટિંગ દરમિયાન ઇલિયાના ને બચાવવા માટે અક્ષય કુમારે પોતાનો જીવ જોખમમાં મુકી દીધો હતો. આવો જાણીએ કે આખરે તે કિસ્સો શું છે. જેના કારણે અક્ષય કુમારને જીવનું જોખમ ઉઠાવવું પડ્યું હતું.

જણાવી દઇએ કે અક્ષય કુમાર માત્રા પડદા પર જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ઘણા બહાદુર વ્યક્તિ છે. અક્ષય કુમાર કેવી રીતે રિસ્ક ઉઠાવે છે કે તેમની બહાદુરી તેમની એક ફિલ્મ રુસ્તમ નાં શુટિંગ દરમિયાન પણ જોવા મળી હતી. મહત્વપુર્ણ છે કે રુસ્તમનાં શુટિંગ દરમિયાન એક સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો, જેમાં અક્ષય અને ઇલિયાના ડિક્રુઝ બંને જ ઘોડા પર સવાર હતા. અચાનકથી ઇલિયાનાનો ઘોડો બેકાબુ થઇને ભાગવા લાગ્યો અને ઇલિયાના નો ઘોડા પરથી કંટ્રોલ છુટી ગયો.

જો કે શુટિંગ સમયે ઘણા બધા એવા લોકો હાજર હતા, જે ઘોડાને કંટ્રોલ કરી શકતા હતા. પરંતુ અક્ષય કુમારે કઈં પણ વિચાર્યા વગર ઇલિયાના નાં ઘોડાની લગામ પકડી તેને બચાવી લીધી. આ કરવું ખતરો ના ખેલાડી માટે ઘણું ભારે પડી શકતું હતું, છતાં પણ તેમણે રિસ્ક લીધું અને પોતાની સાથે કલાકારને જેમ તેમ કરીને બચાવી લીધી.

વળી જણાવી દઈએ કે અક્ષય કુમારની રુસ્તમ અને ડાન્સિંગ સ્ટાર ઋત્વિક રોશન  મોહેંજોદરો એક જ દિવસે રિલીઝ થઈ હતી. તેવામાં સ્પષ્ટ વાત છે કે બંને જ એક્ટરની ફિલ્મો ઘણી ખાસ હતી. જો કે અલગ અલગ થીમ પર ફિલ્મ બની હતી, પરંતુ બોક્સ ઓફિસ પર કોણ બાજી મારશે તેને લઇને બધાને ચિંતા પણ હતી. તેવામાં બંને બોલીવુડ સ્ટારે પોતાના ફિલ્મના પ્રમોશનમાં જાન લગાવી દીધી હતી. એટલું જ નહીં ખેલાડી અક્ષય કુમારનું સમર્થન કરવા માટે તે દરમ્યાન સલમાન ખાન પણ આગળ આવ્યા હતા અને તેમણે પણ રુસ્તમ ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તો સલમાન ખાને સોશિયલ મિડીયા પર પોતાના ફેન્સને રુસ્તમ જોવા માટે અપીલ કરી દીધી હતી. આ વાતને લઈને પણ ચર્ચાનું બજાર ગરમ રહ્યું. અક્ષય કુમારે તે સમયે જણાવ્યું હતું કે, તેમણે સલમાનને એવું કરવા માટે ન કહ્યું હતું પરંતુ તે તેમનો પોતાનો નિર્ણય હતો.

છેલ્લે જાણકારી માટે જણાવી દઈએ કે અક્ષય કુમારને ફિલ્મ રુસ્તમ માટે બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી. અક્ષય અને ઇલિયાના સિવાય આ ફિલ્મમાં ઈશા ગુપ્તા અને અર્જુન બાજવા પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *