જ્યારે દિકરાનાં લગ્નમાં નાચ્યા હતા નીતા અંબાણી, દુલ્હન કરતાં પણ લગતા હતા વધારે સુંદર

Posted by

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીને વળી કોણ નથી ઓળખતું. તેઓ દેશ જ નહીં, પરંતુ દુનિયાભરમાં મશહુર છે. મુકેશ અંબાણી ભારતનાં સૌથી અમીર વ્યક્તિ છે. દુનિયાભરમાં મુકેશ અંબાણી જેટલા મશહુર છે, એટલા જ રહેતા અંબાણી પણ છે. નીતા અંબાણી પોતાની લાઈફ સ્ટાઈલને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણીની ઓળખ ફક્ત મુકેશ અંબાણીનાં પત્ની સુધી સિમિત નથી, પરંતુ નીતા અંબાણી દેશના સૌથી પાવરફુલ બિઝનેસ વુમન પણ છે. તે સિવાય તે પોતાના ફેશનેબલ અંદાજ માટે પણ ચર્ચામાં રહે છે.

નીતા અંબાણી એ ફેશન વર્લ્ડમાં પોતાની એલિગન્ટ સ્ટાઈલની એક અલગ છાપ છોડેલી છે. નીતા અંબાણીનો લુક હંમેશાથી ટોપ ક્લાસ હોય છે, પછી ભલે તેઓ કોઈ ઇવેન્ટ નો હિસ્સો બની રહ્યા હોય કે પોતાના બાળકોનાં લગ્નની જવાબદારી નિભાવી રહેલ હોય. જ્યારે નીતા અંબાણી પોતાના દીકરાના લગ્ન ફંક્શનમાં શૃંગાર કરીને સામે આવ્યા હતા, તો તેઓ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. તેમની સુંદરતા આગળ દુલ્હન પણ ફિક્કી લાગી રહી હતી.

આજે અમે તમને તે કિસ્સા વિશે જણાવવાના છીએ, જ્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં એંગેજમેન્ટ ની પાર્ટી હતી. જ્યાં બોલીવુડ ઇંડસ્ટ્રી થી લઈને દેશ-વિદેશની ઘણી જાણીતી હસ્તીઓ પહોંચેલી હતી. પોતાના દીકરાના સગાઈ માટે નીતા અંબાણી ઇન્ડિયન ફેમસ ફેશન ડિઝાઈનર આબુ જાની સંદીપ ખોસલા પાસેથી એક ખુબ જ સુંદર લહેંગો ડિઝાઇન કરાવ્યો હતો. નીતા અંબાણી માટે આ લહેંગો ખાસ રૂપથી કસ્ટમાઇઝ કરીને બનાવવામાં આવ્યો હતો. આઉટફિટનું કલર કોમ્બિનેશન પરિવારની વહુ-દીકરીઓની ચમકને પણ ફિક્કું પાડી રહ્યું હતું.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીએ પરિવારમાં વહુ નું સ્વાગત કરવા માટે લાલ કલરનો લહેંગો પહેરી રાખ્યો હતો. તેમના આ લહેંગા પર ગોલ્ડન કલરની બારીક એમ્બ્રોડરી કરવામાં આવી હતી. નીતા અંબાણીના આ ખાસ લહેંગોની સજાવટ કરવા માટે 3D મેડ એમબ્લીશમેન્ટ નો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની સાથે સંપુર્ણ આઉટફિટ પર સુવર્ણ ગ્લાસ બિડ્સ અને રેશમનાં દોરાથી તૈયાર ફુલો લગાવવામાં આવ્યા હતા. આઉટફિટમાં ભરપુર બ્લિંગ એલિમેન્ટ જોડવા માટે વર્કને પણ એડ કરવામાં આવ્યું હતું, જેની સાથે હેમલાઇન પર જરદોશી અને ગોટા પટ્ટી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે આ લહેંગોનાં સ્કર્ટના બોર્ડર પર જે ફુલ બનેલા હતા તે સુવર્ણ રંગથી અલગ-અલગ આકારમાં હતા, જે આ શાનદાર લહેંગામાં એકદમ અલગ એલિમેન્ટ બનાવતું નજર આવી રહ્યું હતું. નીતા અંબાણીએ જે લહેંગો પહેર્યો હતો, જો આપણે તેના બ્લાઉઝ ની વાત કરીએ તો તે એકદમ કોન્ટ્રાસ્ટ લુકમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

વળી આ હેવી એમ્બ્રોઇડરી બ્લાઉઝ ઉપર સોના નાં તાર પર બારીક સિલાઈ કરવામાં આવી હતી, જે સંપુર્ણ લુકને જબરજસ્ત બનાવી રહી હતી. જો લહેંગા સેટની વાત કરવામાં આવે તો તેમાં લાલ રંગનો દુપટ્ટો આપવામાં આવેલ હતો, જેની બોર્ડર પર મેચિંગ એમ્બ્રોડરી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોયલ લુકને નીતા અંબાણીએ ડાયમંડ અને પોલ્કી નાં લેયર્ડ નેકલેસ ની સાથે પહેર્યું હતું. તેમના જ્વેલરી સિલેક્શન સંપુર્ણ લુકને પરફેક્ટ બનાવી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)

અત્યાર સુધી આપણે ફક્ત નીતા અંબાણીનાં લુક વિશે વાત કરી હતી, પરંતુ તેમનો લુક તો સુંદર હતો, તે સિવાય એક ચીજ વધારે જબરજસ્ત રહી હતી. જી હા, નીતા અંબાણીનું ડાન્સ પર્ફોમન્સ પણ જબરજસ્ત રહ્યું હતું અને તેમણે પોતાના દરેક અંદાજથી લોકોના દિલ જીતી લીધા હતા. જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ની સગાઇ બાદ નીતા અંબાણીએ ફિલ્મ “કાઈ પો ચે” નાં ગીત પર જબરજસ્ત ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *