જ્યારે નકલી બોડી સાથે મોટા પડદા પર દેખાયા હતા આ સ્ટાર્સ તો દર્શકોએ ઉડાવી ખુબ જ મજાક, અક્ષય-સલમાન પણ સામેલ

Posted by

સમય અને ટેકનિક વધવાની સાથે ઝડપથી હિન્દી સિનેમા પણ તેનો વિસ્તાર થયો છે. કોઈક વખત તે ટેકનીક પડદા પર કામ કરી જાય છે, તો ક્યારેક ચોરી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બોલીવુડમાં ઘણા સીનને ડિજિટલી ક્રિએટ કરવામાં આવે છે. જોકે ઘણીવાર ફેન્સને એવું કરવું પસંદ આવતું નથી. બોલીવુડમાં ઘણીવાર અભિનેતાઓના “નકલી સિકસ પેક” બતાવીને દર્શકોને ગુમરાહ કરવામાં આવ્યા અને તેમને મુર્ખ બનાવવામાં આવ્યા. આવો આજે તમને આવું કરવા વાળી અમુક ફિલ્મો અને અભિનેતા વિશે જણાવીએ.

અભિનેતા- ગોવિંદા (ફિલ્મ – હેપ્પી એન્ડિંગ)

ગોવિંદા પોતાના સમયના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કલાકારોમાંથી એક રહ્યા છે. ગોવિંદા એ ૯૦ના દશકમાં બોલીવુડ પર રાજ કર્યું. તેમણે ઘણી હિટ ફિલ્મો આપી અને પોતાની એક્ટિંગની સાથે જ ફેન્સનું ડાન્સ તથા કોમેડીથી પણ ઘણું મનોરંજન કર્યું. જોકે ફિલ્મ “હેપ્પી એન્ડીંગ” માં ગોવિંદાનો એક સીન ફેન્સને ગળે ઉતર્યો નહીં. જ્યારે તેમના સિક્સ પેક્સ જોવા મળ્યા હતા. એવું એટલા માટે કારણ કે ગોવિંદાના સિક્સ પેક નકલી હતા.

અભિનેતા- અક્ષય કુમાર (ફિલ્મ – બોસ)

બોલીવુડમાં “ખિલાડી” ના નામથી જાણીતા સુપર સ્ટાર અક્ષય કુમારને હિન્દી સિનેમાના સૌથી ફિટ અભિનેતાઓમાં ગણવામાં આવે છે. જોકે અક્ષય કુમાર માટે પણ ડિજિટલ ટેકનીકનો સહારો લેવામાં આવ્યો. એવું અક્ષય કુમારે વર્ષ ૨૦૧૩માં આવેલી પોતાની ફિલ્મ “બોસ” નાં કલાયમેક્સ દરમિયાન કર્યું હતું. એક સીનમાં જ્યારે તે વિલન બનેલા અભિનેતા રોનિત રોય તરફ શર્ટ ફડતા આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમની નકલી બોડી જોવા મળી હતી.

અભિનેતા- સલમાન ખાન (ફિલ્મ – દબંગ 3)

સલમાન ખાનની બોડીની ખુબ જ ચર્ચા થાય છે. જો કે સલમાન ખાન તો ઘણીવાર પડદા પર નકલી બોડી સાથે નજર આવ્યા છે. તેમની ફિલ્મ દબંગ-3 માં પણ એવું થયું હતું. સલમાનને ફિલ્મમાં આ અંદાજમાં જોવું ફેન્સને પસંદ આવ્યું ન હતું અને તેમની મજાક પણ ઉડાવવામાં આવી હતી.

અભિનેતા- સલમાન ખાન (ફિલ્મ –વોન્ટેડ)

સલમાનની ફિલ્મ વોન્ટેડ માં તો ઘણી મોટી ભુલ થઈ હતી અને સ્પષ્ટ રીતે તેમની નકલી બોડી બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ ડિજિટલ ટેકનિકનો સહારો લેવો સલમાનને ભારે પડી ગયો હતો અને તેમની ખુબ જ મજાક ઉડાડવામાં આવી હતી.

અભિનેતા- સલમાન ખાન (ફિલ્મ- એક થા ટાઇગર)


આ લિસ્ટમાં છેલ્લું સ્થાન પર પણ સલમાન ખાનનું છે. સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઈગર માં પણ તેમની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી અને આ ફિલ્મમાં ફરીથી તેમની નકલી બોડી જોવા મળી. એકવાર ફરીથી સીજીઆઇ ટેકનીક થી સલમાનની બોડી પર સીક્સ પેક લગાવવામાં આવ્યા અને એક વાર ફરીથી એવું જોવું દર્શકોને ગળે ઉતર્યું નહીં. આ વીડિયોને તમે જોશો તો તમે જાતે બધું સમજી જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *