બોલિવૂડમાં એવી ઘણી પ્રેમ કહાનીઓ છે જે ખૂબ જ ચર્ચામાં રહેલી હતી, પરંતુ તે પ્રેમ કહાનીઓ ક્યારેય પણ લગ્નના મંડપ સુધી પહોંચી શકી નહીં. આવી જ એક લવ સ્ટોરી સલમાન ખાન અને કેટરીના કેફની હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવો સમય હતો જ્યારે કેટરીના અને સલમાનનું નામ હંમેશા એક સાથે લેવામાં આવતું હતું. બંનેના સંબંધો જોઈને એવું લાગતું હતું કે હવે સલમાન ખાન કેટરીના સાથે લગ્ન જરૂર કરી લેશે. પરંતુ આવું કંઈ બન્યું નહીં અને સલમાન ખાને ગુસ્સામાં કેટરીના સાથે કંઈક એવું કરી દીધું જેનાથી તે બંને હંમેશા માટે અલગ થઈ ગયા. કેટરીના અને સલમાન આજે પણ મિત્ર છે, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ ઘણા સમય પહેલા ખતમ થઈ ગયો.
સલમાન અને કેટરીનાનાં પ્રેમનાં કિસ્સા મશહૂર હતા
કેટરીના એક બ્રિટિશ મોડેલ રહેલ છે અને ફિલ્મ બુમ થી તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જ્યારે કેટરીના બોલિવૂડમાં આવી હતી, તો તેને હિન્દી બોલવાનું પણ યોગ્ય રીતે આવડતું ન હતું પરંતુ હવે કે ખૂબ જ સારું હિન્દી બોલી લે છે. જોકે કેટરિનાએ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોના હૃદયમાં જગ્યા બનાવી લીધી છે. કેટરિના પણ એક આઉટસાઇડર્સ છે, જેમણે પોતાના દમ પર બોલિવુડમાં એન્ટ્રી કરી. જોકે તેને ફિલ્મોમાં મોટો બ્રેક સલમાન ખાનની ફિલ્મો થી મળ્યો.
કેટરીના ફિલ્મ બુમ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. ત્યારબાદ રામગોપાલ વર્માની સરકારમાં કેટરિનાને એક નાનો રોલ મળ્યો. આ ફિલ્મની સફળતા થી કેટરિનાને કોઈ ખાસ ફાયદો થયો નહીં, પરંતુ તે સલમાનની નજરમાં આવી ગઈ. સલમાને તેને ફિલ્મ “મેને પ્યાર ક્યો કિયા” માં મોકો આપ્યો. ફિલ્મ સુપરહિટ થઈ અને કેટરિનાની કિસ્મત ચમકી ગઈ.
વધવા લાગ્યા સલમાન-કેટરિના ના ઝગડા
આ ફિલ્મની સાથે સલમાન અને કેટરીના અફેરના સમાચારો આવવાના શરૂ થઈ ગયા. જો કે તે દિવસોમાં દિવસોમાં કેટરીના સફળતાની સીડીઓ પર ચડી રહી હતી. તે સમયે અક્ષય અને કેટરીનાની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર રિલીઝ થઈ. તેમાં નમસ્તે લંડન, હમકો દીવાના કર ગયે અને સિંઘ ઇસ કિંગ તથા વેલકમ પણ સામેલ હતી. નમસ્તે લંડન, સિંઘ ઇસ કિંગ અને વેલકમ મોટા પડદા પર સુપર હિટ રહી અને દર્શકોને અક્ષય અને કેટરિના ની જોડી પસંદ આવવા લાગી.
તે સમયે કેટરીના પણ અક્ષયની નજીક આવવા લાગી હતી. સલમાનને અક્ષય અને કેટરીનાની મિત્રતા સારી લાગતી ન હતી. સલમાન ઈચ્છતા ન હતા કે કેટરીના કોઈપણ સાથે મિત્રતા રાખે અથવા તેના સિવાય અન્ય કોઈ સાથે કામ કરે. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. ત્યારબાદ સમાચાર આવ્યા કે કેટરીના અને સલમાનની એક કેફેમાં લડાઈ થઈ ગઈ હતી.
આ કારણને લીધે થઈ ગયું બન્નેનું બ્રેકઅપ
વર્ષ ૨૦૦૮ની રિપોર્ટનું માનવામાં આવે તો કેટરીના સાથે લડતા સલમાન ખાનનો ગુસ્સો એટલો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો હતો કે તેણે બધાને સામે કેટરીના કેફને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં સલમાને શરાબના નશામાં કેટરીના ઘરની આગળ પણ ખૂબ જ તમાશો કર્યો હતો. ત્યારબાદ કેટરીનાએ સલમાન સાથે બ્રેક અપ કર લીધું અને આ સંબંધ તૂટી ગયો.
કેટરીના સલમાન ખાનની ગર્લફ્રેન્ડ નથી રહી, પરંતુ બંનેની મિત્રતા ક્યારેય તુટી નહીં. બ્રેકઅપ બાદ પણ સલમાન અને કેટરીના ટાઈગર જિંદા હૈ, એક થા ટાઈગર અને ભારત જેવી ફિલ્મોમાં કામ કર્યું. હાલના દિવસોમાં કેટરીના વિકી કૌશલને ડેટ કરવા માટે ચર્ચામાં રહેલી છે. વળી સલમાનનું નામ ફરી એકવાર યુલિયા વંતુર સાથે જોડાઈ રહ્યું છે.