જ્યારે પાકિસ્તાની બોલરે ધોની નું માથું ફોડવાની કરી હતી કોશિશ, માહી એ આવી રીતે લીધો બદલો, જુઓ વિડીયો

Posted by

ક્રિકેટનાં મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થાય છે તો ફેન્સ માટે તે એક વિશ્વ કપ થી ઓછો નથી હોતો. ઘણીવાર તો બંને ટીમોના ખેલાડી મેદાન પર અંગતમાં લડતા પણ નજર આવે છે. જો કે ફેન્સ આ બંને ટીમોની વચ્ચે મેચની ઘણા સમયથી રાહ જોતા હોય છે. તેની વચ્ચે હાલમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક એવી મેચ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક પાકિસ્તાની બોલરે ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનાં માથા પર બોલ મારવાની કોશિશ કરી હતી. જોકે ધોનીએ પોતાના બેટથી તેનો જવાબ આપ્યો.

વર્ષ ૨૦૦૬ ની મેચનો વિડીયો

મહેન્દ્રસિંહ ધોની વર્ષ ૨૦૦૪ માં ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ઓછા સમયમાં જ તેમણે ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી. વર્ષ ૨૦૦૬માં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનાં પ્રવાસ પર ગઈ હતી. તે દરમિયાન એક મેચમાં પાકિસ્તાનનાં સ્પિનર દાનિશ કનેરિયા ધોનીને બોલિંગ કરી રહ્યા હતા. ધોનીએ આગળ વધીને આરામથી બોલ ડિફેન્ડ કર્યો. ત્યારે પાકિસ્તાની બોલરે બોલ ઉઠાવીને જોરથી ધોનીની તરફ ફેંક્યો. કનેરિયા નો થ્રો સીધો ધોનીનાં માથા પર લાગવાનો હતો, પરંતુ ધોની આબાદ બચી ગયા.

ધોનીએ આ રીતે જવાબ આપ્યો

 

View this post on Instagram

 

A post shared by IPL UPDATES 2021 (@cricket.ride2021)


કનેરિયા નાં આ વર્તનથી ધોની પણ આશ્ચર્યમાં રહી ગયા હતા. જોકે તેમણે પોતાના જ અંદાજમાં કનેરિયા ને મોટો જવાબ આપ્યો. માહીએ કનેરિયાનાં બીજા જ બોલ પર ક્રિઝ છોડીને લાંબી સિક્સ લગાવી હતી. ત્યારબાદ ધોનીએ કનેરિયાનાં બીજા બોલ ઉપર લાંબા-લાંબા શોટ લગાવીને જવાબ આપ્યો. આ મેચમાં માહી એ ૧૫૩ બોલ પર ૧૪૮ રનની ઇનિંગ રમી હતી. તેમાં તેમણે ૧૯ ચોગ્ગા સાથે ૪ લાંબી સીકસ લગાવેલ હતી.

ટીમ ઈન્ડિયાનાં સૌથી સફળ કેપ્ટનો માંથી એક

મહેન્દ્રસિંહ ધોની ની કેપ્ટનશીપ ની ચર્ચા આજે પણ થાય છે. તે ટીમ ઇન્ડિયાનાં સૌથી સફળ કેપ્ટનો માંથી એક રહ્યા છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડકપ અને એક ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમ ઇન્ડિયા ધોનીની કેપ્ટનશીપમાં પહેલી વાર દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ બની ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *