જ્યારે રામે કર્યો હતો સીતા માતાનો પરિત્યાગ ત્યારે સીતા માતાને ફરીથી મળી હતી શુર્પનખા, પુછ્યો હતો એક સવાલ

રામાયણનાં પ્રસંગ વિશે તો બધા લોકો જાણે છે. દરેક હિન્દુ પરિવારમાં બાળકોને મોટા વડીલો, ફિલ્મ, ટીવી તથા દરેક જગ્યાએથી રામાયણ ની કહાનીઓ વિશે જાણવા મળે છે. ભગવાન રામજી નો જન્મ થવો, સીતા માં સાથે વિવાહ થવા, કૈકયી દ્વારા વનવાસ મળવો, ત્યારબાદ રાવણ દ્વારા સીતાનું અપહરણ, પ્રભુ શ્રીરામની રાવણ સાથે લડાઈ, રાવણનો વધ, રાજા રામ નું પરત અયોધ્યા ફરવું, રામ દ્વારા સીતાનો પરિત્યાગ અને ત્યારબાદ સીતા દ્વારા લવ અને કુશનો જન્મ. આ બધામાં ઘણી બધી ચીજોનો ઉલ્લેખ અહીંયા થયેલો નથી. જોકે અમે અહીંયા જે તમને કહાની જણાવવા જઈ રહ્યા છીએ, તે આ કહાની વચ્ચેની છે. આ વાત ત્યારની છે જ્યારે રામે એક ધોબીના કહેવા પર પિતાનો પરિત્યાગ કરી દીધો હતો. ત્યારેબાદ વનમાં રહેતાં સીતા માં ની મુલાકાત એક વખત ફરીથી શુર્પનખા સાથે થઈ હતી.

વનમાં સમય પસાર કરી રહ્યા હતા સીતા માં

રાવણનાં વધ પાછળ શુર્પનખા નો ખુબ જ મોટો હાથ હતો. તે રાવણ નું અસ્તિત્વ મિટાવી દેવા માંગતી હતી, એટલા માટે જાણી જોઈને તે રામ પાસે વિવાહનો પ્રસ્તાવ રાખવા માટે ગઈ હતી. ત્યારબાદ ની કહાની તો આપણે બધા જાણીએ છીએ. અંતમાં જ્યારે રામ અયોધ્યા પરત ફર્યા તો એક ધોબીના કહેવા પર તેમણે સીતાનો પરિત્યાગ કરી દીધો હતો. ત્યારબાદ સીતામાં વનમાં જઈને રહેવા લાગ્યા હતા. એક રાણી હોવા છતાં પણ સીતા માં ને રાજમહેલનું કોઈ સુખ મળ્યું નહીં. પહેલા પતિની સાથે ૧૪ વર્ષનો વનવાસ, ત્યારબાદ રાવણનાં વનમાં વનવાસ અને રાવણ વધ બાદ પતિ દ્વારા વનમાં રહેવાનો આદેશ. જોકે દરેક વનવાસમાં અંતર હતું.

સીતાને મળી હતી શુર્પનખા

જ્યારે જંગલમાં સીતા માં રહેતા હતા તો તેમને ફરીથી મુલાકાત શુર્પનખા સાથે થઈ. શુર્પનખા એ જોયું કે સીતા માં જંગલમાં છે તો તે ખુશ થઈ ગઈ. તે આવું જ ઈચ્છતી હતી. તેણે સીતા માતાને કહ્યું કે એક સમયે શ્રીરામે મારો અસ્વીકાર કર્યો હતો અને આજે તમારો પરિત્યાગ કર્યો છે. તે આ રીતે સીતા માં ને દુઃખ પહોંચાડવા માંગતી હતી. તેણે કહ્યું કે શ્રીરામે એવું જ અસન્માન સીતાને આપ્યું જેવું, મને આપ્યું હતું. આજે સીતા ની આવી હાલત જોઈને તે ખુબ જ ખુશ હતી.

શુર્પનખા એ કહી કડવી વાતો

સીતા માતા તેની વાત સાંભળીને બિલકુલ પણ દુઃખી થયા નહીં. તે મંદ મંદ હસવા લાગ્યા. શુર્પનખા સીતા ને દુઃખ પહોંચાડવા માંગતી હતી, પરંતુ તેને હસતા જોઈને તે ક્રોધિત થઈ ગઈ. સીતાએ શુર્પનખા ને કહ્યું કે એવું હું કેવી રીતે વિચારી શકું છું કે હું જેને આટલો પ્રેમ કરું છું, તે પણ મને એટલો જ પ્રેમ કરે. તેમણે આગળ કહ્યું હતું કે આપણે પોતાની અંદરની તે શક્તિને જાગૃત કરવી જોઈએ જે આપણને તે લોકો સાથે પ્રેમ કરતા શીખવે, જે આપણને પ્રેમ નથી કરતા. અન્ય લોકોને ભોજન આપીને પોતાની ભુખ મિટાવવી વાસ્તવિક માનવતા છે.

સીતાને પુછ્યો સવાલ

સીતા ની આ વાત સાંભળીને શુર્પનખા ગ્લાનિ થી ભરાઈ ગઈ. તે પ્રતિશોધ ઈચ્છતી હતી. તે ઇચ્છતી હતી કે જે લોકોએ તેનું અપમાન કર્યું છે તેનો તે બદલો લે. તેને સીતા માં ને પુછ્યું કે મને ન્યાય કેવી રીતે મળશે, તેને દંડ ક્યારે મળશે. સીતા માતાએ કહ્યું કે જેણે તમારું અપમાન કર્યું હતું તેને દંડ મળી ચુક્યો છે. તે દશરથપુત્ર જેણે તમારું અપમાન કર્યું હતું તે શાંતિથી સુઈ શક્યા નથી. સીતા માતાએ કહ્યું કે પોતાના મસ્તિષ્કનાં દ્વાર ખોલો, નહિતર તારી સ્થિતિ પણ એક દિવસ રાવણ જેવી થઈ જશે.