દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાનંદ સાગર ની ટિવી સિરિયલ રામાયણ ફરી પ્રસારિત થઈ રહી છે. ૯૦ ના દશકમાં ધૂમ મચાવનાર રામાયણે ફરીથી લોકડાઉનમાં ધૂમ મચાવી છે. જ્યારથી રામાયણ દૂરદર્શન પર પ્રકાશિત થઈ થઈ ત્યારથી તેના ઘણાં રસપ્રદ કિસ્સાઓ સામે આવે છે. એકવાર ફરી પોતાના કલાકારોને લઈને રામાયણ ચર્ચામાં આવી છે. ઘરે બેઠા રામાયણની મજા આજકાલ લોકો ખૂબ ઉઠાવી રહ્યા છે. સાથે જ એની સાથે જોડાયેલા પ્રસંગનો પણ આનંદ માણી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં આ સિરિયલથી જોડાયેલ એવી ઘણી તસ્વીરો છે જે ખુબ જ વાયરલ થઈ રહી છે, જેને આજ થી પેલા કદાચ જ કોઈએ જોયેલ હશે. આવી જ રીતે એક ચિત્ર સોશ્યિલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં યુધ્ધભુમિમાં રામ રાવણ સાથે હાથ મિલાવતા નજર આવે છે. વાસ્તવમાં તો આવું ક્યારેય જોવા નથી મળ્યું પણ સેટ પર બે અભિનેતાઓની હાથ મિલાવતી તસ્વીર ખુબજ વાયરલ થઈ છે. આ ચિત્ર ખુબજ દુર્લભ છે. રામાયણના સેટ પર થી આવેલ આ તસ્વીર ખુબજ દુર્લભ છે. આ ચિત્રમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને અને રાવણની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદી હાથ મિલાવતા નજર આવે છે.
યુઝર્સ પસંદ કરી રહ્યા છે
આ ચિત્રને સોશ્યિલ મિડિયા પર યુઝર્સ ખુબજ પસંદ કરી રહ્યા છે. જાત-જાતના મિમ આ ફોટા પર બનાવવમાં આવી રહ્યા છે. જોવા જઈએ તો ભાઈચારાનો એક ખુબજ સુંદર સંદેશ પણ આ તસ્વીર દ્વારા જોવા મળે છે. આ તસવીરને લોકો ફક્ત લાઈક જ નથી કરતા પરંતુ શેયર પણ કરે છે. આના પર લોકોની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળે છે.
રાવણનો અહંકાર થઈ ગયો હતો ભંગ
આ તસવીરની અલગ થઈને એવું કહેવામાં આવે છે કે જ્યારે રાવણ રામ સામે પરાજિત થાય પછી રાવણનો ઘમંડ પુરી રીતે નષ્ટ થઈ ગયો હતો. જ્યારે રાવણ પોતાના પ્રાણ ત્યાગી રહ્યો હતો ત્યારે તે પ્રભુની સામે નતમસ્તક પણ થઈ ગયો હતો.
કપિલ શર્મા શોમાં હમણાં જ અરુણ ગોવિલ જોવા મળ્યા હતા. ત્યાં વાતચીત દરમિયાન સિરિયલ થી જોડાયેલ ઘણી રસપ્રદ વાતો પણ તેમણે કહેલી. આ દરમિયાન સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવતા અરવિંદ ત્રિવેદીને લઈને પણ ખુબજ મોટી વાત તેમને કહેલી. તેમણે કહ્યું કે ભલે અરવિંદ ત્રિવેદી સિરિયલમાં રાવણ બન્યા હોઈ પરંતુ વાસ્તવમાં તેઓ ખુબજ સજ્જન વ્યક્તિ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અરવિંદ ત્રિવેદી સાથે તેમની ખુબજ સારી મિત્રતા છે. જોકે વાઇરલ થઈ રહેલા આ ચિત્રમાં પણ એ સ્પષ્ટ દેખાય છે.
Your approach is refreshing and original.