જ્યારે તુટી ગઈ હતી બોલીવુડનાં કરણ-અર્જુનની દોસ્તી, આ કારણને લીધે સલમાને શાહરુખ પર ઉઠાવ્યો હતો હાથ

બોલિવૂડમાં મિત્રતાનો ઉલ્લેખ થાય અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તથા બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનું નામ ન આવે એવું તો બને જ નહીં. આ બંનેની જોડી ને બોલિવૂડમાં કરન-અર્જુનની જોડીના નામથી ઓળખવામાં આવે છે. શાહરુખ ખાન અને સલમાન ખાનની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવે છે. બંને એકબીજાની મદદ માટે હંમેશા તત્પર જોવા મળી આવે છે. પછી તે ફિલ્મ હોય, ટીવી શો હોય કે ગેસ્ટ એપિરિયન્સ આપવા માટે ક્યારેય પણ એકબીજાને મનાઈ કરતા નથી.

વળી એક સમય એવો પણ હતો જ્યારે બંને વચ્ચેની મિત્રતા તૂટી ગઈ હતી. સલમાન અને શાહરૂખ જે પોતાની દોસ્તી માટે હંમેશા ચર્ચામાં રહેતા હતા, તે સમયે એકબીજાના જાની દુશ્મન પણ બની ગયા હતા. આ બંને જેટલા જીગરી યાર હતા તેટલા જ કટ્ટર દુશ્મન બની ગયા હતા. જોકે એકવાર ફરીથી બંને મિત્ર બની ગયા છે.

અહીંયા થી શરૂ થઈ હતી દોસ્તી

ફિલ્મ કરણ અર્જુન નાં સેટ પર શાહરુખ ખાન અને સલમાન ખાનની મિત્રતા થઈ હતી. બંનેએ ફિલ્મમાં બે ભાઈઓની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં ભાઈઓની ભૂમિકા નિભાવતા-નિભાવતા પડદાની પાછળ પણ એકબીજાના જીગરી દોસ્ત બની ગયા હતા. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન માટે શાહરૂખ કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર નજર આવતા હતા.

વળી સલમાન ખાન પણ શાહરૂખને પોતાનો મોટો ભાઈ માનતા હતા. સલમાન ખાનનાં ફક્ત એકવાર કહેવા પર શાહરૂખ ખાને એશ્વર્યા રાયને પોતાની ફિલ્મ “ચલતે ચલતે” માંથી બહાર કરી દીધી હતી. સલમાન ખાને હકીકતમાં શરાબના નશામાં ફિલ્મ “ચલતે ચલતે” નાં સેટ પર ખૂબ જ તમાશો કર્યો હતો. શાહરૂખ ખાનને તેના પર ખૂબ જ ગુસ્સો પણ આવ્યો હતો. પરંતુ દોસ્તીને કારણે શાહરૂખ ખાને ત્યારે તેમને કંઈક કહ્યું નહીં. તેઓ પોતાની દોસ્તી નિભાવતા રહ્યા.

શું થયું હતું તે દિવસે?

પછી વર્ષ ૨૦૦૮ તેમની દોસ્તી માટે ખૂબ જ ખરાબ સાબિત થયું. ત્યારે કેટરિના કૈફ અને સલમાન ખાનની ગર્લફ્રેન્ડ બતાવવામાં આવતી હતી. આ તેમના જન્મદિવસનો અવસર હતો. સલમાન ખાને તેના ઉપલક્ષમાં એક પાર્ટી રાખેલ હતી. બોલીવૂડના ઘણાં નામચીન સિતારા તેમાં શામેલ થયા હતા. શાહરુખ ખાન અને સલમાન ખાન બંને પાર્ટીમાં નશામાં હતા. બંને એકબીજાની મજાક ઉડાવી રહ્યા હતા. શાહરૂખ ખાનના ફ્લોપ શો “ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ” ની સલમાન ખાને મજાક ઉડાવી, તો શાહરૂખ ખાને પણ સલમાન ખાનના શો “દસ કા દમ” પર કટાક્ષ કરી હતી.

આ બધું મજાકમાં ચાલી રહ્યું હતું, પરંતુ ધીરેધીરે વાત ગાળો સુધી પહોંચી ગઈ. શાહરૂખ ખાનની વધતી લોકપ્રિયતા પર સલમાન ખાન મન ફાવે તેમ બોલ્યા, તો વળી શાહરૂખ ખાને સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાયને લઈને અમુક તીખી ટિપ્પણી કરી દીધી. શાહરૂખના મોઢેથી આ સાંભળીને સલમાન આવેશમાં આવી ગયા. તેમને આ વાત થી એટલું દુઃખ લાગ્યું કે તેમણે શાહરૂખ ઉપર હાથ પણ ઉઠાવી લીધો. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝનાં આટલા મોટા સિતારાઓ અને જીગરી દોસ્તની વચ્ચે જે ઝપાઝપી થઈ, તેના સાક્ષી તે રાત્રે પાર્ટીમાં હાજર રહેલ દરેક વ્યક્તિ બનેલા.

પછી તો આ તમાશાને લીધે આ બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઇ હતી. જીગરી દોસ્ત માંથી બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. બંને એકબીજા તરફ જોવાનું તો દૂર શાહરુખ ખાન અને સલમાન એક બીજાનું નામ સાંભળવાનું પણ પસંદ કરતા ન હતા. ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોએ તેમની વચ્ચે ફરીથી મિત્રતા કરાવવાની કોશિશ કરી પરંતુ કોઈને સફળતા મળી શકી નહીં.

જો કે શાહરુખ ખાને એક વાર કોશિશ જરૂર કરેલી. કરણ જોહરના શો કોફી વિથ કરન માં તેમણે સલમાન ખાનની માફી માંગી હતી. તેમ છતાં પણ સલમાન ખાને તેમને માફી આપી નહીં. તેમના પ્રશંસકો પણ તેમને પૂછતા રહેતા કે આખરે ક્યારે બંનેની દુશ્મની દૂર થશે અને તેઓ ફરીથી મિત્ર બની જશે. આ સવાલ પર તેઓ મૌન રહેતા હતા. સલમાન ખાને તો એક વખત એવું પણ કહી દીધું હતું કે તેનો જવાબ તો ઉપર વાળાને પણ ખબર નહીં હોય.

આવી રીતે થઈ ફરીથી મિત્રતા

વળી મિત્રતા આખરે દુશ્મની પર ભારે પડી. વર્ષ ૨૦૧૪માં જ્યારે સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન થયા, તો તેના બે દિવસ પહેલાં શાહરૂખ ખાન આશીર્વાદ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. તે પોતાની સાથે ઘણી બધી ગિફ્ટ પણ લઈ ગયેલા હતા. અર્પિતાને ગળે લગાવીને તેમણે લગ્ન માટે અભિનંદન આપ્યા, જેને જોઈને સલમાન ખાન પણ દુશ્મની ભૂલી ગયા હતા અને ઘરની બહાર જઈને તેમને શાહરૂખને વિદાય પણ કરેલા હતા.

પછી સલમાનનાં બીગ બોસના પ્રોમોમાં શાહરૂખ ખાને સ્પેશિયલ અપીયરન્સ આપેલ, જ્યાં આ બંનેને કરણ-અર્જુનનાં અવતારમાં જોવામાં આવેલા. સલમાન ખાનના શો “દસ કા દમ” નાં ગ્રાન્ડ ફીનાલેમાં પણ રાણી મુખર્જી સાથે શાહરુખ ખાન પહોંચ્યા હતા. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ માં પણ શાહરૂખ ખાને ગેસ્ટ એપિરિયન્સ આપેલ હતો. શાહરૂખની ફિલ્મ ઝીરોમાં સલમાન ખાને એક ડાન્સ નંબર પણ કરેલ હતો. આવી રીતે બંનેની મિત્રતા ફરીથી એકવાર ઊંડી બની ગઈ અને તેમના ફેન્સ એજ ઇચ્છતા હતા તે તેમની મિત્રતા હંમેશાં જળવાઇ રહે.