જ્યારે વેશ બદલીને સૌરવ ગાંગુલીનાં ઘરે પહોંચ્યા હતા આમિર ખાન, ગાર્ડે ધક્કા મારીને બહાર તગેડી મુકેલ, જુઓ વિડીયો

Posted by

ક્રિકેટર જો બોલીવુડનાં દિવાના છે તો ક્રિકેટ પણ ફિલ્મી કલાકારોનાં દિલો પર રાજ કરે છે. સિનેમા અને ક્રિકેટ બંનેને જ આપણા દેશમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે અને ખુબ જ જોવામાં આવે છે. આ બંને વગર હિન્દુસ્તાન અધૂરું લાગે છે. ક્રિકેટને જ્યાં ભારતમાં ધર્મની જેમ જોવામાં આવે છે, તો બીજી તરફ ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હોય જે ફિલ્મો ન જોતો હોય. વળી બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટ વચ્ચે પણ ઘણી સારી મિત્રતા જોવા મળે છે.

હિન્દી સિનેમાનાં જાણીતા અભિનેતા આમિર ખાન ક્રિકેટનાં મોટા દિવાના છે. વર્ષ ૨૦૧૧માં ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ૨૮ વર્ષ પછી વિશ્વ કપ જીતવા તરફ વધી રહી હતી, તો આમિર ખાન પણ ભારતના સ્ટેડિયમમાં બેસીને ચીયર કરી રહ્યા હતા. આમિરને ઘણીવાર ક્રિકેટ રમતા પણ જોવામાં આવ્યા છે. આમિર ખાન, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મહાન ભારતીય ખેલાડીનાં ઘણા મોટા પ્રશંસક છે અને એકવાર તો કોઈ સામાન્ય ફેનની જેમ ચાલતા જ આમિર ખાન સૌરવ ગાંગુલીને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ તેમને ગાંગુલીનાં ગાર્ડે તેમને ઓળખ્યા ન હતા અને તેમને બહાર કરી દીધા હતા.

હકીકતમાં આ મામલો વર્ષ ૨૦૦૯ સાથે જોડાયેલો છે. જ્યારે આમિર ખાન પોતાની ફિલ્મ “૩ ઈડિયટ્સ” નાં પ્રમોશનમાં વ્યસ્ત હતા અને તે એનું પ્રમોશન કરવા માટે કોલકાતા પહોંચ્યા હતા? કોલકાતામાં જ સૌરવ ગાંગુલી રહે છે અને અહીં તેમનું ખુબ જ આલિશાન અને ભવ્ય ઘર બનેલું છે. આમિર સૌરવ ગાંગુલીને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ તેમને સૌરવ સાથે મળવા દેવામાં આવ્યા ન હતા. “દાદા” નાં નામથી જાણીતા સૌરવ ગાંગુલીનાં ઘરનાં ગાર્ડે તેમને અંદર જવા દીધા નહીં અને આમિર ખાનને બહારનો રસ્તો જણાવી દીધો.

જણાવી દઇએ કે આમિર ખાન સૌરવને મળવા માટે કોઈ સામાન્ય ફેનની જેમ વેશભૂષા બદલીને પહોંચ્યા હતા. જેનાથી તેમને કોઈ ઓળખી શક્યું ન હતુ અને ગાંગુલીના ગાર્ડને પણ તેનો ખ્યાલ ન હતો કે જેમને તે સૌરવ ગાંગુલી સાથે મળવા માટે રોકી રહ્યા છે તે આમિર ખાન છે. આમીરે પોતાના લુકને પૂરી રીતે ચેન્જ કરી લીધો હતો. દાદા સાથે મળવા માટે આમિર ખાન ફેનનાં ડ્રેસઅપ માં પહોંચ્યા હતા. તેણે ગાર્ડ ને કહ્યું કે તેમને “દાદા” સૌરવ ગાંગુલી સાથે મળવું છે. જોકે તેમને ગાર્ડ ઓળખ્યા નહીં અને ગાંગુલી સાથે મળવા દીધા નહીં અને તેમને બહાર કરી દીધા.

પછી જ્યારે સૌરવ ગાંગુલીને ખબર લાગી કે આમિર ખાન તેમને મળવા માટે આવ્યા હતા, અને તે તેમને મળી શક્યા નહીં, તો સૌરવ ગાંગુલીએ ત્યારબાદ આમિર અને તેમની પૂર્વ પત્ની કિરણ રાવને ઘર પર ડિનર માટે બોલાવ્યા હતા.

પછી આમિર પોતાના અસલી અંદાજમાં સૌરવ ગાંગુલીનાં ઘરે પહોંચ્યા હતા અને તેમણે સૌરવ તથા તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. આમિરનાં ફેન બનીને ઘરમાં ઘૂસવા અને સાથે ડિનર કરવાની ફોટો અને વિડીયો જબરજસ્ત વાયરલ થયા હતા. એક વીડિયોમાં આમિર રસ્તા પર ચાલતા લોકોને સૌરવ ગાંગુલીનાં ઘરનું એડ્રેસ પણ પૂછતા જોવા મળ્યા હતા.

અહીં વિડિયો જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *