જ્યોતિષ : મેડમ, તમારે તમારા પતિનું ભવિષ્ય જાણવું છે? ચિંકી : ના. મારે મારા પતિનો ભુતકાળ જાણવો છે. જ્યોતિષ : એ જાણી શું કરશો? પછી ચિંકી એ એવો જવાબ આપ્યો કે જ્યોતિષ પણ હસી પડ્યો

જોક્સ-૧

ટિંકુ : માણસ લગ્ન પછી પણ વિદ્યાર્થી જ રહે છે.

પિંકુ : તે કેવી રીતે?

ટિંકુ : પત્નીને લાગે છે કે તેની માં તેને બધું શીખવી રહી છે,

અને માં ને લાગે છે કે તેની પત્ની તેને બધું શીખવી રહી છે.

જોક્સ-૨

જય : બૈરી સાથે કેવું ચાલે છે ભાઈ?

વિજય : અફલાતુન. સોમ, બુધ અને શુક્ર એ એને જે ગમે તે કરે છે.

અને મંગળ, ગુરુ અને શનિ હું એને જે ગમે તે કરવાની છુટ આપું છું.

જય : અને રવિવારે?

વિજય : રવિવારે તો આમપણ રજા જ હોય છે ને.

જોક્સ-૩

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.

સુરેશ : અરે, આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?

રમેશ : હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા જઈ રહ્યો છું.

સુરેશ : કેમ ભાઈ, તે શું કર્યું?

રમેશ : મેં મારી પત્નીને લાકડીથી જોરથી માર્યું.

સુરેશ : તેને વધારે વાગ્યું છે?

રમેશ : ના, અને હવે તે મને નહિ છોડે.

જોક્સ-૪

રમેશ : કાલે મેં ચોરને મારા ગજવા ફંફોસતા જોયો.

સુરેશ : ઓહ માઇ ગોડ. પછી તે શું કર્યું?

રમેશ : હસી લીધું. કારણ કે એ પહેલા મારી પત્નીએ ગજવા ફંફોસી લીધા હતા.

જોક્સ-૫

યમરાજ : હે પ્રાણી, તારે ક્યાં જવું છે, સ્વર્ગમાં કે નરકમાં?

માણસ : પ્રભુ, ફક્ત મારો મોબાઈલ અને ચાર્જર ધરતી પરથી મંગાવી લો.

હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ.

જોક્સ-૬

મીના : તારો વર કોઈ બીજી સ્ત્રીને લઈને ભાગી જાય તો તું જીવતી રહે?

ટીના : ના. કારણ કે એટલી ખુશી હું સહન ના કરી શકું.

જોક્સ-૭

નોકરાણી : મેડમ, જલ્દી આવો. સાહેબ ડ્રોઈંગ રૂમમાં બેભાન પડેલા છે,

એમના હાથમાં એક કાગળ છે અને બાજુમાં એક બોક્સ છે.

મેડમ : અરે વાહ, મારી નવી સાડી આવી ગઈ.

જોક્સ-૮

પતિ : તું આટલી બધી ખર્ચાળ છે, એની ખબર હોત તો તને પરણતે જ નહિ.

પત્ની : હું આટલી બધી ખર્ચાળ ન હોત તો મારા પપ્પા મને તારી સાથે પરણાવતે જ નહિ.

જોક્સ-૯

પપ્પુ : વરરાજાને ઘોડાને બદલે ગધેડા પર કેમ નથી લઇ જતા?

ટીના : કન્યા એક સાથે બે ગધેડા જોઈને ડરી ના જાય એટલે.

જોક્સ-૧૦

મીના : અરે ટીના આટલી ચિંતામાં કેમ છે?

ટીના : મારા વરને ત્રણ બાળકો જોઈએ છે. અને મને પણ.

મીના : એમાં ચિંતા શેની? બંનેના વિચાર તો એક જ છે.

ટીના : પણ છ છોકરાને રાખવા જેટલું ઘર ક્યાં છે?

જોક્સ-૧૧

(પાર્ટીમાં ટીના)

તમે મારા વર પપ્પુના બોસ છો ને?

બોસ : હા, પણ આપણે કદી મળ્યા નથી તો મને ઓળખ્યો કઈ રીતે?

ટીના : મારો વર છોકરાઓને હસાવવા તમારી સેમ ટુ સેમ નકલ કરે છે.

એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.

જોક્સ-૧૨

જ્યોતિષ : મેડમ, તમારે તમારા પતિનું ભવિષ્ય જાણવું છે?

ચિંકી : ના. મારે મારા પતિનો ભુતકાળ જાણવો છે.

જ્યોતિષ : એ જાણી શું કરશો?

ચિંકી : એના પરથી એનું ભવિષ્ય હું જાતે નક્કી કરીશ.

જોક્સ-૧૩

૬ લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા એટલે મેં wagon R ખરીદવાનું વિચાર્યું.

પણ મારા એક મિત્રએ મને સલાહ આપી કે શેર બજારમાં પૈસા રોક તો થોડા દિવસમાં જ Ertiga આવી જશે.

હવે ૩ જણા Activa પર બેસીને જઈ શકીયે છીએ… એમાં ખોટું શું છે?

જોક્સ-૧૪

નસીબદાર છે આ નવી જનરેશન.

એમને ગરમી લાગે તો એમના મમ્મી પપ્પા એમને સીમલા, મનાલી, ગોવા કે નૈનીતાલ ફરવા લઈ જાય છે.

અને એક અમે હતા જે ગરમી થાય છે એમ કેવી એટલે હજામ પાહે લઈ જાતા અને ટકલુ કરાવી દેતા.

જોક્સ-૧૫

છગન : લગ્ન પહેલા જેટલું ફરવું હોય તેટલું ફરી લેવું, દુનિયા ફરી લેવી.

ચંદુ : લગ્ન પછી કેમ નહિ?

છગન : કારણ કે લગ્ન પછી ભલભલાની દુનિયા ફરી જાય છે.

જોક્સ-૧૬

મીના : બહેન, જુઓને પેલી છોકરી ક્યારની જીજાજી સામે તાકી રહી છે.

ટીના : હા હું પણ જોઉં છું કે તારા જીજાજી ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે.

જોક્સ-૧૭

ગામડાના એક ભાઈનું સ્ટેટસ.

ટૂ મચ ટાઢ… ફિલિંગ કોકડું…

જોક્સ-૧૮

જ્યોતિષ : તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે. પણ તે તમને કોઈ ઉપયોગમાં નહી આવે.

ભુરો : એકદમ સાચું કહ્યું તમે. મારા ફ્લેટ નીચે જ બેંક છે.