જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યુ છે કે રાતનાં કેટલા વાગે રોમાન્સ કરવો જોઈએ, કઈ ભુલો કરવાથી બચવું

રાત્રિના સમયે આપણે એવી રીતે પથારીમાં ઘુસી જઈએ છીએ, જાણે રાત્રિનો સમય ફક્ત સુવા માટે જ હોય. શું તમે જાણો છો કે રાતના સમયે સુતા પહેલા કરવામાં આવેલ અમુક કામ અથવા ભૂલો તમને ભારે પડી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષનું માનવામાં આવે તો મહિલા અને પુરુષે રાતના સમયે સુતા પહેલા અમુક કામ કરવાથી જરૂર બચવું જોઈએ. જો તમે પણ આ ભૂલો કરો છો તો તમારી સાથે કંઈક ખરાબ બની શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારે રાત્રિના સમયે પર્ફ્યુમ અથવા અત્તર લગાવીને સૂવું ન જોઈએ. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ પાર્ટીમાં જઈએ છીએ અને મોડી રાતે આવીને સીધા બેડ પર સુઈ જઈએ છીએ. જોકે આવું કરવું તમને મોંઘું પડી શકે છે. અત્તરની તેજ ખુશ્બુ નકારાત્મક શક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેનાથી તમને રાત્રિના સમયે ખરાબ અને ડરામણા સપના પણ આવી શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે તમે સુતા પહેલા પોતાના હાથ-પગ અને ચહેરો યોગ્ય રીતે સાફ કરી લો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે સૂતા સમયે પોતાના બેડની નીચે કોઈપણ ઇલેક્ટ્રિક આઈટમ રાખવી જોઈએ નહીં. આવું કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. હંમેશા લોકો પોતાના તકીયા નીચે ઘડિયાળ અથવા મોબાઈલ રાખીને સૂઈ જાય છે. તે પણ વાસ્તુશાસ્ત્રના હિસાબે અયોગ્ય છે. તેનાથી તમે હંમેશા તણાવમાં રહી શકો છો. એટલા માટે જો તમે ઘડિયાળ અથવા મોબાઇલ જેવી વસ્તુઓ પોતાના બેડથી થોડી દૂર અથવા આજુબાજુમાં રાખો તો તે વધારે સારું રહેશે.

મહિલાઓએ સૂતા સમયે પોતાના માથાના વાળ બાંધી લેવાં જોઈએ. વાળ ખુલ્લા રાખવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે. તે સિવાય લાંબા વાળ રાખતા પુરુષોએ અને બાળકોએ પણ પોતાના વાળ બાંધી લેવા જોઈએ અથવા ઢાંકી લેવા જોઈએ.

સુતા પહેલા પતિ-પત્નીએ ઝઘડો કરવો જોઈએ નહીં. તેનાથી રૂમની નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને આવનારા સમયમાં તેના નેગેટીવ રીઝલ્ટ જોવા મળે છે.

રાત્રિના સમયે મહિલા અને પુરુષ બંને સ્મશાન ઘાટ, કબ્રસ્તાન અથવા ચાર રસ્તા પર જવું જોઈએ નહીં. વિષ્ણુ પુરાણ અનુસાર રાત્રીના ૧૨ થી ૨ વાગ્યા સુધી આ સ્થાનો પર મૃત આત્માઓ ભટકતી હોય છે. આ સમય તેમના માટે જાગવાનો સમય હોય છે. એટલા માટે આ સ્થળ ઉપર રાતે ફરવા માટે કોઈ પણ સ્થિતિમાં આ જગ્યા ઉપર જવું નહીં.

રાત્રે સુતા પહેલા બેડ અને તેની આસપાસની જગ્યાની સાફ સફાઈ કરી લેવી જોઇએ. તમારા બેડની અંદર તથા આસપાસ રહેલી ગંદકી નેગેટિવ ઊર્જા પેદા કરે છે. તેનાથી બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા વધતા રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલા અને પુરુષ એ રાત્રે ૧૨ વાગ્યા પછી જ ફિઝિકલ રિલેશન કરવા જોઈએ. તેનું કારણ છે કે ૧૨ વાગ્યા બાદ આગલા દિવસની શરૂઆત હોય છે અને બ્રહ્મ મુહૂર્ત થી પહેલાનો સમય શરૂ થઈ જાય છે. આ એ સમય છે જ્યારે વ્યક્તિની અંદર માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ઊંચા સ્તર પર હોય છે. તમને જણાવી દઈએ કે મધ્ય રાત્રીના એક પ્રહર બાદ જ બ્રહ્મમુહૂર્ત શરૂ થાય છે.