કભી ખુશી કભી ગમ માં “લડ્ડુ” નું કિરદાર નિભાવનાર સ્ટાર હવે દેખાય છે કઈક આવો, જુઓ તેનો લુક

Posted by

બોલિવુડ કિંગ શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કાજોલ, કરિના કપુર ખાન અને ઋતિક રોશન સ્ટારર ફિલ્મ “કભી ખુશી કભી ગમ” તમને બધાને સારી રીતે યાદ હશે. આ ફિલ્મે વર્ષ ૨૦૦૧માં પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મનાં દરેક કિરદાર દર્શકોને પોતાના દિવાના બનાવવામાં કામયાબ રહ્યાં હતાં. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં નજર આવવા વાળા બાળ કલાકાર પણ લોકો પોતાની અલગ છાપ છોડવામાં સફળ થયા હતા.

આજે પણ આ ફિલ્મમાં નજર આવનારા બાળ કલાકારોનો ઉલ્લેખ લોકોની પાસે જરૂર સાંભળવા મળે છે. જેમાં ખાસ કરીને ઋત્વિકનાં બાળપણણું કિરદાર રોહન એટલે કે “લડ્ડુ” ને આજે પણ યાદ કરવામાં આવે છે. તો આજે અમે તમને આ ફિલ્મનાં કિરદાર વિશે ખાસ જણાવીશું.

તનમય નહિ કવિશ એ નિભાવ્યો હતો “લડ્ડુ” નો રોલ

જણાવી દઇએ કે ફિલ્મમાં ઋત્વિક રોશનનાં બાળપણનો કિરદાર નિભાવવા વાળો રોહન (લડ્ડુ) કોઈ બીજો નહીં પરંતુ અભિનેતા કવિશ મજુમદાર હતો. આ ફિલ્મને રિલીઝ થયાને  ૧૯ વર્ષ થી પણ વધારે લાંબો સમય વીતી ચુક્યો છે અને આ દરમિયાન કવિશ ઘણા બદલાઇ ચૂક્યા છે. આ આખી ફિલ્મમાં શાહરુખ ખાન તેની મજાક ઉડાવતા નજર આવ્યા હતા.

ફિલ્મમાં લડ્ડુ અને કરીના કપુરનાં બાળપણનાં કિરદાર પુજા વચ્ચે ખાટી-મીઠી તકરાર પણ જોવા મળી હતી. જેના દર્શકોએ ઘણા વખાણ કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે ઘણા લોકોને ઘણા વર્ષો સુધી એવું લાગતું હતું કે લડ્ડુ નુ કિરદાર નિભાવનાર બીજું કોઈ નહીં પરંતુ તન્મય ભટ્ટ છે. તે દરમિયાન બંનેનાં લુકને ઘણા કમ્પેર પણ કરવામાં આવતા હતા. જોકે ઘણા વર્ષ પછી કન્ફ્યુઝન દુર પણ થઈ ગઈ.

કવિશ આ  ફિલ્મોમાં આવી ચુક્યા છે નજર

ફિલ્મ કભી ખુશી કભી ગમ માં રોહન એટલે કે લડ્ડુ નાં કિરદાર નિભાવીને કવિશ મજુમદાર ઘણા જાણીતા થઇ ગયા હતા. દરેકને એવું જ લાગતું હતું કે તે આવનારા સમયમાં ઘણી ફિલ્મોમાં નજર આવશે. પરંતુ અફસોસ તે ઘણા વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીથી ગાયબ રહ્યા. બાળ કલાકાર તરીકે એમણે બીજી કોઈ ફિલ્મ માં કામ નથી કર્યું. પરંતુ તેના થોડા વર્ષ પછી તે વરુણ ધવન ની ફિલ્મ “મે તેરા હીરો” માં નજર આવ્યા. આ સિવાય રિતેશ દેશમુખ સાથે ફિલ્મ “બેંક ચોર” માં પણ નજર આવ્યા હતા.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી ચુક્યા છે કામ

તમારામાંથી ઘણા ઓછા લોકો તે વાત જાણીતા હશે કે કવિશ સોહમ શાહ સાથે ઇમરાન ખાન અને શ્રુતિ હસનની ફિલ્મ “લક” માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. આ સિવાય કવિશ ફિલ્મ ગોરી તેરે પ્યાર સાથે પણ જોડાયેલા હતા. આટલા વર્ષ પછી હવે કવિશનો લુક એકદમ બદલાઈ ચુક્યો છે. ચબી દેખાવવાળા કવિશ હવે એકદમ હેન્ડસમ દેખાય છે અને બધા માટે ફિટનેસનું ઉદાહરણ બનેલ છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની ફોટો અને વીડિયો શેર કરે છે. તેમને ફેન્સ  દ્વારા પણ ઘણા પસંદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *