કબીર સિંહ મુવી ની “નોકરાણી” અસલ જીવનમાં દેખાય છે ખુબ જ ગ્લેમરસ, તસ્વીરો જોઈને ચોંકી જશો

Posted by

કબીર સિંહ મુવી વિશે તો દરેક લોકો પરિચિત છે. આ ફિલ્મ શાહિદ કપુરની એક સુપર હિટ ફિલ્મ હતી, જેમાં કિયારા અડવાણી શાહિદ કપુરની ઓપોઝિટ રોલ કરતી નજર આવી હતી. આ ફિલ્મ પ્રત્યે લોકોએ ખુબ જ પ્રેમ વરસાવેલો હતો. ફિલ્મમાં બન્ને સિતારાઓએ અભિનયને કોઈ પસંદ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ ફિલ્મમાં એક સીન છે, જેને ખુબ જ પોપ્યુલરીટી મળી અને જેના સોશિયલ મીડિયા પર ઘણા બધા મિમ્સ પણ બની રહ્યા હતા.

જણાવી દઈએ કે ફિલ્મમાં એક સીન છે, જેમાં શાહિદ કપુરની નોકરાણીનાં હાથમાં ગ્લાસ પડીને તુટી જાય છે તો શાહિદ કપુર તેની પાછળ ભાગે છે. આ સીન લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો અને લોકો આ સીન જોઈને ખુબ જ હસ્યા પણ હતા. તેવામાં આજે અમે તમને ફિલ્મમાં નોકરાણીનું કિરદાર નિભાવનાર એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેની રીયલ તસ્વીરો પણ તમારી સાથે શેર કરી રહ્યાં છીએ, જેને જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ તે નોકરાણીની તસ્વીરો છે, જેની પાછળ શાહિદ કપુર ફિલ્મમાં ગ્લાસ તુટી ગયા બાદ દોડે છે.

જણાવી દઈએ કે કબીર સિંગ ફિલ્મમાં નોકરાણીનું કિરદાર નિભાવનાર એક્ટ્રેસનું નામ વનિતા ખરાત છે અને હકીકતમાં તે ફિલ્મની નોકરાણી કરતા વધારે પાતળી અને સ્લીમ છે. તેની વાસ્તવિક તસ્વીરો જોઇને તમને લાગશે કે તે ફિલ્મમાં વધારે શ્રેષ્ઠ કામ કરી શકતી હતી. વળી આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તે આનાથી પણ વધારે શ્રેષ્ઠ અને દમદાર કિરદાર નિભાવશે.

જણાવી દઈએ કે વનિતા ખરાત વાસ્તવિક રૂપમાં ખુબ જ સુંદર છે. વળી તમને જણાવી દઈએ કે વનિતા ખરાત થોડા સમય પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ ફોટોશુટ કરાવ્યું હતું. વનિતા ખરાતે પોતાની તસ્વીરો સાથે મહિલાઓને મેસેજ આપ્યો હતો કે તેઓ જેવી છે તેવી પરફેક્ટ છે. તેમણે શરીરની બનાવટ ને લઈને વધારે વિચારવાની જરૂરિયાત નથી.

વનિતા ખરાતે પોતાની તસ્વીરો શેર કરીને તે લોકો ને જોરદાર જવાબ આપ્યો હતો જે મહિલાઓને તેમના રંગ, ઉંમર અને વજન જેવી ચીજોને લીધે નીચા બતાવવાની કોશિશ કરે છે. વનિતા ખરાત દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીર એક કૅલેન્ડર ફોટોશુટની છે, જેમાં તે હસતી નજર આવી રહી છે. વનિતા એ પોતાની આ તસ્વીર શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “મને મારા ટેલેન્ટ પર ગર્વ છે અને પેશન સાથે પ્રેમ છે અને મને મારા શરીર સાથે કોઈ ફરિયાદ નથી. ચાલો સાથે મળીને લોકોના મનમાં બોડી પોઝિટિવિટી નો વિચાર ભરીએ.”

વળી તમને જણાવી દઈએ કે શાહિદ કપુરે એક સમયે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કબીર સિંહનુ કિરદાર નિભાવવું તેના માટે ખુબ જ ચેલેન્જીંગ હતું. તેમણે કહ્યું હતું કે કબીર સિંહ મારા માટે ઇમોશનલી અને ફિઝિકલી ખુબ જ વધારે ચેલેન્જીંગ રહ્યું. ફિલ્મમાં મારા ત્રણ અલગ અલગ લુક છે. મારે ઘણી વખત શાંત સ્વભાવ થી લઈને એગ્રેસીવનેસ સુધી ટ્રાન્સફોર્મ કરવું પડતું હતું. મારે ઘણી વખત સિગરેટ પીવી પડી અને દાઢી પણ વધારવી પડી. જો કે જ્યારે પણ મારા કેરેક્ટરની માંગ રહી, મારા ડાયરેક્ટર જેવું ઈચ્છતા હતા, મેં તેવું કરતા પહેલા જરા પણ વિચાર્યું ન હતું. મને તે રોલ પસંદ છે, જે મને ચેલેન્જ કરે છે.

એટલું જ નહીં વાત કરવામાં આવે વનિતાને કારકિર્દીની તો ફિલ્મ કબીર સિંહ થી તે ખુબ જ ચર્ચામાં રહી હતી. તેમાં તેણે કબીર સિંહ ની નોકરાણી પુષ્પાનું કિરદાર નિભાવ્યું હતું, જેને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *