કાબુલમાં હિન્દુ મંદિરનો છેલ્લો પુજારી જે તાલિબાન થી ડરીને ભાગ્યો નહીં, મંદિર માટે જીવ આપી દેવા માટે પણ તૈયાર છે

Posted by

જ્યારે આપણે કોઈ વસ્તુ પ્રત્યે સાચી આસ્થા અને પ્રેમ રાખીએ છે, તો તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહીએ છીએ. ભગવાન પ્રત્યે મોહ પણ કંઇક એવો જ હોય છે. એક સાચો ભક્ત પોતાના ભગવાન, ધર્મ અને કર્તવ્યને કોઈપણ હાલતમાં છોડવા માટે તૈયાર નથી હોતો. તે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના ભગવાનનો સાથ આપે છે. તેની પુજા-અર્ચનામાં જોડાયેલ રહે છે. એક રીતે તેનું આખું જીવન જ ભગવાનને સમર્પિત રહે છે. હવે અફઘાનિસ્તાનનાં કાબુલમાં રતન નાથ મંદિરનાં પુજારી પંડિત રાજેશકુમારને જોઈ લો.

મહત્વપુર્ણ છે કે આ સમયે અફઘાનિસ્તાન દેશ તાલિબાનનાં કબજામાં છે. તેના કબજાની સાથે જ આખા દેશમાં કોહરામ થઈ ગયું છે. થોડા જ દિવસોમાં તાલિબાને આખા દેશ પર કબ્જો કરી લીધો છે. આવું કરીને તેમણે પશ્ચિમ સમર્થિત અફઘાન સરકારને પોતાની સામે જુકવા પર મજબુર કરી દીધી છે.

એજ કારણ છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની સહિત ઘણા લોકો પોતાનો જીવ બચાવીને દેશ છોડીને જઈ રહ્યા છે. ખબર તો એવા પણ આવી છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની ભાગવા પહેલા પોતાની સાથે ૧ હેલિકોપ્ટર અને ૪ કાર ભરીને પૈસા પણ લઈ ગયા. તેઓ તેનાથી પણ વધારે પૈસા લઈ જવા ઇચ્છતા હતા, પરંતુ જગ્યાની ઉણપને કારણે એવું કરી શક્યા નહીં.

હવે જ્યાં એક તરફ દેશના સૌથી પાવરફુલ વ્યક્તિ પૈસા અને જીવની લાલચમાં દેશ છોડીને જઈ રહ્યા છે. તો બીજી તરફ દેશનો એક હિંદુ મંદિરનો સાધારણ પુજારી દેશ છોડવા તૈયાર નથી. તેણે પોતાના કાબુલ સ્થિત રતનનાથ મંદિરને છોડીને ભાગવાથી નકારી દીધું છે. તેને કાબુલનો છેલ્લો પુજારી પણ જણાવવામાં આવી રહ્યો છે.

કાબુલનાં રતન નાથ મંદિરના પુજારી પંડિત રાજેશકુમાર કહેવાનું છે કે મારા પુર્વજોએ ઘણા વર્ષો સુધી આ મંદિરની સેવા કરી છે. તેવામાં હું એને છોડીને નથી જઈ શકતો. જો તાલિબાન મને મારે છે, તો હું તેને મારી સેવા માનું છું. તેઓ આગળ જણાવે છે કે અમુક હિન્દુઓએ મને કાબુલ છોડવાની વિનંતી કરી હતી. તેમણે મારી યાત્રા અને રોકાવાની વ્યવસ્થા કરવાની ઓફર પણ આપી હતી. પરંતુ હું આ મંદિર છોડીને ક્યાંય જઈશ નહીં.

આ તરફ ભારતમાં પુજારી રાજેશકુમાર ને ઇન્ડિયા લાવવાની માંગ ઊઠવા લાગી છે. સેના પ્રમુખ સુનિલ તિવારીએ ભારત સરકારને આગ્રહ કર્યો છે કે કાબુલમાં રતન નાથ મંદિરના પુજારી રાજેશકુમાર ને હિન્દુસ્તાન લાવવામાં આવે. તેમણે એવું પણ કહ્યું કે પુજારીનાં ભારત આવવા પર તેમના માટે એક મંદિર બનાવવામાં આવશે, જેથી તે પોતાનું આગળ જીવન સારી રીતે પસાર કરી શકે. આ મંદિર નિર્માણમાં જે પણ સમય લાગશે ત્યાં સુધી રાજેશ શર્માને બધી પ્રકારની સુવિધાઓ નિશુલ્ક વિપ્ર સેના દ્વારા પ્રદાન કરવામાં આવશે.

જ્યારે સોશિયલ મીડિયા પર લોકો પંડિતનાં વખાણનાં પુલ પણ બાંધી રહ્યા છે. લોકો તેમની ભગવાનને લઈને ભક્તિ અને મંદિરને લઈને પોતાના કર્તવ્યોનાં વખાણ કરી રહ્યા છે. લોકોને વિશ્વાસ છે કે ભગવાન તેમની રક્ષા જરૂર કરશે. તેમની ભક્તિનું ઉદાહરણ પણ સોશિયલ મીડિયા પણ શેર કરવામાં આવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *