કાચબા વાળી વીંટી પહેરી લેશો તો દુર્ભાગ્ય હંમેશા માટે થઈ જશે દુર, રાતોરાત ચમકી જશે ભાગ્ય

Posted by

ધર્મશાસ્ત્રો અનુસાર કાચબો પાણીમાં રહે છે. તે સકારાત્મકતા અને ઉન્નતીનું પ્રતીક માનવામાં આવે છે. વળી કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર પણ રહેલ છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયો હતો અને સાથોસાથ દેવી લક્ષ્મી પણ આવેલા હતા. એ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં કાચબાને આટલું મહત્વ આપવામાં આવેલ છે. કાચબાને દેવી લક્ષ્મીની સાથે જોડીને ધનની આવક વધારનાર માનવામાં આવે છે. તે સિવાય આ કાચબો ધીરજ, શાંતિ, નિરંતરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.

એટલું જ નહીં કાચબા વાળી વીંટી ને પણ વાસ્તુશાસ્ત્રના હિસાબથી ખુબ જ શુભ માનવામાં આવે છે. આ વીંટી આપણા જીવનના ઘણા દોષને શાંત કરવાનું કામ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબા વાળી વીંટી જો સૌથી વધારે કોઈ ચીજમાં સહાયક હોય તો તે આત્મવિશ્વાસમાં વધારો કરવામાં છે. માનવામાં આવે છે કે જે લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે, તેમના માટે કાચબા વાળી વીંટી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એ જ કારણ છે કે આજકાલ કાચબા વાળી વીંટીનો ટ્રેન્ડ ખુબ જ વધી ગયો છે. ઘણા લોકો ફેશન માટે તો ઘણાં લોકો તેને ડિફરન્ટ ડિઝાઇન ને લીધે પહેરવાનું પસંદ કરે છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે કાચબા વાળી રિંગ તમારા નસીબને બદલનાર પણ સાબિત થઇ શકે છે. જી હા, જ્યોતિષશાસ્ત્રના હિસાબથી કાચબા વાળી રિંગને પહેરવી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે તે ખુબ જ ઓછા લોકો જાણે છે કે કાચબા વાળી રિંગ ને કેવી રીતે પહેરવી જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કાચબા વાળી વીંટી ને કેવી રીતે ધારણ કરવી અને તેને કઈ આંગળી માં પહેરવી જોઈએ.

સૌથી પહેલા તો કાચબા ની વીંટી પહેરતા સમયે તમારે તેના માથા પર ધ્યાન આપવાનું રહેશે. કાચબાનું માથું પહેરનાર વ્યક્તિ તરફ હોવું જોઈએ. તેનાથી માં લક્ષ્મીની અસીમ કૃપા મળે છે. આ રીતે વીંટી પહેરવાથી પૈસા તમારી તરફ આકર્ષિત થાય છે.

તે સિવાય તે જાણવું પણ જરૂરી છે કે કાચબાની વીંટી કઈ આંગળી માં પહેરવી જોઈએ. અમે તમને જણાવી દઈએ કે કાચબાની વીંટીને જમણા હાથની મધ્યમાં અથવા તર્જની આંગળીમાં પહેરવી જોઈએ. તે સિવાય કાચબાની વીંટી હંમેશા શુક્રવારનાં દિવસે ખરીદી કરવી.

શુક્રવારનાં દિવસે વીંટી ખરીદ્યા બાદ માં લક્ષ્મીની સામે દુધિયા પાણીથી ધોઈને અગરબત્તી પ્રગટાવો. ત્યારબાદ વીંટી ને ધારણ કરો. કાચબા વાળી વીંટી ને તમે પોતાના હિસાબથી ડિઝાઇન કરાવી શકો છો. જો તમે ઇચ્છો તો તેમાં ચાંદી અને સોનામાં જડેલા નંગ દ્વારા પણ બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *