કાજોલ અને શાહરુખ ખાનને પતિ-પત્ની સમજતો હતો બોલીવુડનો આ એક્ટર, ગૌરી ખાનને શાહરુખનાં ઘરે જોઈને ઊડી ગયા હતા તેના હોશ

Posted by

બોલિવુડમાં એવા સ્ટાર કપલ છે, જેને આપણે હંમેશા હસબન્ડ વાઈફ સમજવાની ભુલ કરતા હોઇએ છીએ. તેમાંથી એક સ્ટાર કપલ શાહરૂખ ખાન અને કાજોલ તેની કેમેસ્ટ્રી મોટા પડદા પર એટલી શાનદાર છે કે દરેક લોકો તેમને રિયલ લાઈફમાં પણ કપલ સમજી બેસતા હોય છે. તેમની જોડી મોટા પડદા પર હિટ છે અને લોકોના દિલમાં પણ આજે રાજ કરે છે. તેમની જોડીને ફિલ્મી પડદા પર ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઘણી વખત તો લોકો શાહરૂખ ખાન અને કાજોલ અને પતિ-પત્ની સમજવાની પણ ભુલ કરી ચુક્યા છે. સામાન્ય લોકોની જેમ બોલિવુડનો પણ એક એવો છે, જે શાહરૂખ ખાન અને કાજોલ અને પતિ-પત્ની સમજી બેઠો હતો. તો ચાલો તેના વિશે અમે તમને અમારા આ આર્ટિકલમાં જણાવીએ.

મહત્વપુર્ણ છે કે શાહરૂખ ખાન અને કાજોલે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન, દિલવાલે જેવી હિટ ફિલ્મો આપી છે. કોઈ ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલને લેવામાં આવેલ હોય તો એવું માનવામાં આવે છે કે ફિલ્મનો હિટ થવું નક્કી હોય છે. મહત્વપુર્ણ છે કે બદલાપુર એક્ટર વરુણ ધવન એક સમયે શાહરૂખ ખાન અને કાજોલ અને પતિ-પત્ની સમજતા હતા અને આ વાતનો ખુલાસો વરુણ ધવને એક રિયાલિટી શોમાં કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે તેઓ શાહરૂખ ખાનનાં ઘરે ગયા હતા તો ત્યાં ગૌરી ખાન ને જોઈને તેઓ દંગ રહી ગયા હતા.

હકીકતમાં વરુણ ધવન એક રિયાલિટી શોમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન અને ચુલબુલી કાજોલ વિશે વાત કરી હતી. તેમના વિશે વાત કરતાં વરૂણ ધવને જણાવ્યું હતું કે તેઓ શાહરૂખ ખાનનાં ઘરે એનવીએ માટે ડોનેશન લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની પત્ની ગૌરી ખાને દરવાજો ખોલ્યો હતો. તે ગૌરી ખાનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બે મિનિટ સુધી ત્યાં ઊભા રહીને ગૌરી ખાનને જોતા રહ્યા હતા.

વરુણ ધવન આગળ જણાવ્યું હતું કે તે સમયે તો હું ડોનેશન લઈને પરત આવી ગયો હતો અને ત્યાં કંઈ બોલ્યો નહીં. પરંતુ જેવો ઘરે પહોંચ્યો, આ ઘટના મેં મારા મમ્મી પપ્પા સાથે શેર કરી હતી. મેં પોતાની માં ને જણાવ્યું હતું કે ત્યાં કાજલ મેમ હતા નહીં. જેનો જવાબ આપતા વરૂણ ધવનની માં એ કહ્યું હતું કે કાજલ શાહરૂખ ખાનની પત્ની નથી, પરંતુ ગૌરી ખાન છે. કાજોલ અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી એટલી સરસ છે કે દરેક લોકો તેમને પતિ-પત્ની સમજવાની ભુલ કરતા હતા.

તેઓ મોટા પડદા પર ખુબ જ પસંદ કરવામાં આવતા હતા. વળી તેમની ખુબ જ સારી કેમેસ્ટ્રીને લઈને એક વખત રાજીવ મસંદ નાં શો ઉપર કાજોલે અમુક રહસ્ય ખોલ્યા હતા. કાજોલે કિંગ ખાન સાથે પોતાની સારી કેમેસ્ટ્રીને લઈને જણાવ્યું હતું કે તે અને શાહરુખ ખાન એકબીજા સાથે ખુબ જ કમ્ફર્ટેબલ છે અને એજ કારણ છે કે મોટા પડદા પર તેની કેમેસ્ટ્રી આટલી સરસ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *