કાજોલ માટે કેક લઈને આવ્યા ફેન્સ, પરંતુ એક્ટ્રેસનું અભિમાન જોઈને લોકોએ કહ્યું – “અભિમાની સ્ત્રી છે”

Posted by

બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજોલને ઘણા સરળ સ્વભાવ માટે જાણવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં ન માત્ર તેમની પોતાની સારી એક્ટિંગ માટે પરંતુ તેમના સારા વલણ માટે પણ જાણવામાં આવે છે. એજ કારણ છે કે કાજોલની લગભગ ૧૧ મિલિયનથી પણ વધારે ફોલોઇંગ છે અને આ બધા લોકો કાજોલને ઘણો પ્રેમ કરે છે. પરંતુ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ ઘણા લોકો કાજોલને ખુબ જ સંભળાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ થોડા લોકોએ તો કાજોલની અભિમાની સ્ત્રી પણ જણાવી છે.

હકીકતમાં ૫ ઓગસ્ટે કાજોલ પોતાનો જન્મદિવસ ઉજવે છે. તેવામાં અમુક ફેન્સ કાજોલ માટે કેક લઇને તેમના ઘરની બહાર પહોંચી ગયા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાજોલને મળવા પહોંચેલા ફેન્સ ઘણા ઉત્સાહિત હોય છે અને તે ખુબ જ આતુરતા સાથે કાજોલની રાહ જુએ છે. જ્યારે થોડા સમય પછી કાજોલ પણ કેક કાપવા માટે પોતાના ઘરની બહાર આવે છે.

આ દરમિયાન ફેન્સ કાજોલની તરફ કેક લઈને વધે છે, પરંતુ કાજલ દુરથી જ હાથ લાંબો કરીને કેક કાપે છે અને કેક કટ કરીને અંદર ચાલી જાય છે. પછી ફેન્સ કાજોલને ફોટો લેવા માટે કહે છે, પરંતુ તે અંદર ચાલી જાય છે અને ગાર્ડ દરવાજો બંધ કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાજોલનું આ રીત વર્તન જોઈ ફેન્સ ઘણા ફેન્સ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ફેન દ્વારા લખવામાં આવ્યું કે, “મને લાગે છે કે તે એ ભુલી ગઈ છે કે તે આ જ લોકો છે, જેમણે આજે તેને આ જગ્યા પર જાળવી રાખી છે. એવો વ્યવહાર કરી રહી છે જેમ કે તેમના માટે કોઈ ફેવર કરી રહી હોય.” એક યુઝરે લખ્યું કે, “આટલો એટીટ્યુડ કઈ વાતનો છે… એક ફોટો પણ નથી પડાવી ભાઈ. અમે છીએ તો તમે સુપર સ્ટાર છો નહીં તો તમારી કોઈ કિંમત નથી. કોઈ પુછશે પણ નહીં તમને.”

બીજા યુઝર લખ્યું કે, “ગરીબ ની કેક પણ ન ખાધી.” આ સિવાય એક અન્ય યુઝરે લખ્યું કે, “અભિમાની સ્ત્રી… આ લોકો આ લાયક જ નથી. આનાથી સારૂ કે કોઈ ગરીબ અનાથ ની બર્થ-ડે ઉજવો.” એક યુઝરે લખ્યું “કોઈ સેલ્ફ રિસ્પેક્ટ સમજ નથી આવતી, લોકો પણ પાછળ કેમ પડી જાય છે. ભાવ આપવાનું બંધ કરી દો, બરાબર લાઇન પર આવી જશે.” અન્ય યુઝરે લખ્યું કે, “પાગલ લોકો તેમના બર્થ-ડે પર કેક લઈને કેમ આવે છે. એનાથી સારું તો તમે તમારા ઘરે માં-બાપ સાથે એન્જોય કરો.”

જણાવી દઇએ કે કાજોલનાં જન્મદિવસ પર પતિ અજય દેવગને એક ફોટો શેર કરી, જેની સાથે એક પ્રેમ ભરેલી નોટ પણ લખી. અજયે કેપ્શન આપ્યું કે, “તમે અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી મારા ચહેરા પર મુસ્કાન લાવવામાં સફળ રહી છે. જન્મદિવસ મુબારક પ્રિય કાજોલ. તેને તમારી જેમ ખાસ બનાવવાની કોશિશ કરીશું.”

જણાવી દઇએ કે કાજોલ અને અજય દેવગને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને પહેલી વખત વર્ષ ૧૯૯૫માં ફિલ્મ “હલચલ” દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ તેઓ પ્યાર તો હોના હી થા અને ઇશ્ક જેવી ફિલ્મોમાં નજર આવ્યા. વળી બંને છેલ્લીવાર વર્ષ ૨૦૨૦ની ફિલ્મ “તાનાજી ધ અનસંગ વોરિયર” માં એક સાથે જોવા મળ્યા હતા. કાજોલ અને અજયના લગ્નને લગભગ ૨૨ વર્ષ થઈ ચુક્યા છે અને તેમના બંને બાળકો ૧૭ વર્ષની દીકરી ન્યાસા અને ૧૦ વર્ષનો દીકરો યુગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *