કાજોલનાં ભાઈ સાથે રિલેશનશીપમાં છે “કપિલ શર્મા” ની સુમોના ચક્રવર્તી, જુઓ બંનેની સાથે તસ્વીરો

Posted by

જાણીતા કલાકાર કપિલના શોમાં ક્યારેક ભુરી અને સરલા નો રોલ કરવા વાળી અભિનેત્રી સુમોના ચક્રવર્તી ૩૫ વર્ષની થઈ ગઈ છે. ૨૪ જુન, ૧૯૮૬માં લખનૌમાં સુમોના નો જન્મ થયો. તેમણે કારકિર્દી ની ચાઇલ્ડ આર્ટિસ્ટનાં રૂપમાં શરૂઆત આમિર ખાનની ફિલ્મ “મન” થી કરી હતી. ત્યારે સુમોના ઘણી માસુમ દેખાતી હતી. આ ફિલ્મમાં તેની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી. તે 6th ક્લાસમાં ભણી રહી હતી. એક અભિનેત્રીનાં રૂપમાં એમનો પહેલો શો ૨૦૦૬માં “કસમ સે” આવ્યો. આ શોમાં એમણે નિવેદિતાનો રોલ પ્લે કર્યો. થોડાં સમાચાર પ્રમાણે તો સુમોના રિયલ લાઇફમાં કાજોલ અને રાની મુખરજીનાં ભાઈ સમ્રાટ મુખરજી સાથે રિલેશનમાં છે.

જણાવી દઇએ કે સમ્રાટની ઉંમર એનાથી ૮ વર્ષ વધારે છે. પોતાના લગ્નની અફવા પર સુમોના એ દુબઈનાં રેડિયો સ્ટેશન “જોશ ૯૭૮ યુએઈ” પર બોલ્યું હતું – સમ્રાટ તેમના ફેમિલી ફ્રેન્ડ છે, પરંતુ એ બંનેમાં કોઈપણ રીતે લગ્નને લઈને કોઈ ચર્ચા નથી.

જોકે અભિનેત્રીએ બોલ્યું કે ભવિષ્યમાં પણ કંઈક આ રીતનો પ્લાન નથી. સુમોના આ રુમર્સ પર હસતા બોલે છે કે સમ્રાટને તે માત્ર એકવાર દુર્ગા પુજામાં મળી હતી. સુમોના હવે ૩૫ વર્ષની છે. જ્યારે સમ્રાટ મુખર્જી ૪૩ વર્ષનાં છે. આ બંને ૨૦૧૫માં એક કોમન ફ્રેન્ડનાં માધ્યમથી એકબીજાની નજીક આવ્યા હતા. જણાવી દઈએ કે સમ્રાટ નિર્દેશક આશુતોષ ગોવારીકરની ફિલ્મ “ખેલે હમ જી જાન સે” માં દેખાયા હતા.

જો સુમોના ની વાત કરવામાં આવે તો સુમોના એ લોરેટો કોન્વેન્ટ સ્કુલ લખનઉ, ઉત્તર પ્રદેશ અને હીરાનંદાની ફાઉન્ડેશન સ્કુલ, મુંબઈથી પોતાનો અભ્યાસ કર્યો છે. તેમણે મુંબઈના જય હિન્દ કોલેજ થી સ્નાતક કર્યું છે. એમના પિતા અને માતા સિવાય એમનો એક નાનો ભાઈ છે. એમના પિતા શ્રીલંકામાં કાર્યરત છે. જણાવી દઇએ કે બોર્ડરમાં કરવાવાળી અભિનેત્રી શરબાના મુખર્જીના સમ્રાટ મુખરજી નાના ભાઈ છે. જ્યારે સમ્રાટે “ભાઈ ભાઈ” (૧૯૯૭) અને “સિકંદર સડક કા” જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જણાવી દઈએ કે સમ્રાટ નાં પાપા રોનુ મુખરજી કાજોલનાં પિતા શોમુ મુખર્જી અને રાની મુખરજીનાં પિતા રામ મુખર્જી બ્રધર્સ છે.

તમને જણાવી દઈએ કે સુમોના ઘણી ટીવી શોમાં દેખાય ચુકી છે. હકીકતમાં તેણે ઝી ટીવી પર કસમ સે (૨૦૦૬-૨૦૦૯), બિન્દાસ પર “સુન યર ચિલ માર” (૨૦૦૭), દૂરદર્શન પર “કબ કયો કેસે” (૨૦૦૯), સ્ટાર પ્લસ પર “કસ્તૂરી (૨૦૦૭-૨૦૦૯)” અને સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ પર “બડે અચ્છે લગતે હૈ (૨૦૧૧-૨૦૧૪)” જેવા સારા સિરિયલમાં કામ કર્યું છે. તે અભિનય સાથે સાથે મોડેલિંગમાં પણ સક્રીય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *