કાજોલ થી લઈને અક્ષય કુમાર સુધી બોલીવુડનાં આ ૧૧ સ્ટાર્સ છુપાવે છે પોતાની સરનેમ, હવે હકીકત આવી સામે

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એવા ઘણા કલાકાર છે, જેમણે ફિલ્મોમાં સફળતા મેળવવા માટે  પોતાના અસલી નામોને બદલી દીધા છે. તમે પણ ઘણી વાર જોયું હશે કે ઘણા કલાકાર પોતાના નામ સાથે પોતાના સરનેમનો ઉપયોગ નથી કરતા. આ સ્ટાર્સમાં ફક્ત બોલીવુડનાં જાણીતા સેલિબ્રિટી જ નથી, પરંતુ સાઉથનાં પણ ઘણા નામ સામેલ છે. અમે તમને તે કલાકારોનાં અસલી નામ જણાવીએ.

તબુ

એક્ટ્રેસ તબુનું આખું નામ તબસ્સુમ હાશ્મી છે. આ એક્ટ્રેસ આપણને ઘણા દશકો થી એન્ટરટેઇન કરતી આવી રહી છે. તેમણે હજુ સુધી લગ્ન નથી કર્યા. તેમને જોઇને તેમની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ફિલ્મી દુનિયામાં પોપ્યુલારિટીનાં કારણે તેમણે પોતાનું નામ નાનુ કરીને તબુ કરી દીધું હતું.

અક્ષય કુમાર

બોલીવુડમાં “ખિલાડી” નાં નામથી જાણીતા અભિનેતા અક્ષય કુમારનું અસલી નામ રાજીવ ભાટિયા છે. અક્ષય કુમારે સિલ્વર સ્ક્રીન પર “માચો મેન” ની ઈમેજ બનાવવા માટે પોતાનું નામ બદલ્યું હતું. આજે તેમને આ નામથી આખી દુનિયા જાણે છે.

રેખા

અભિનેત્રી રેખાનું નામ અસલી નામ ભાનુંરેખા ગણેશન છે. પરંતુ તે હંમેશા જ પોતાના શોર્ટ જેમ એટલે કે રેખા થી ઓળખવામાં આવે છે. રેખા એ ફક્ત પોતાનું નામ નાનું કર્યું છે, પરંતુ તે સરનેમનો ઉપયોગ પણ નથી કરતી. તેમનું નામ ઘણું મોટું હતું,  એટલા માટે તેમણે શોર્ટ નામનો ઉપયોગ કર્યો.

ગોવિંદા

બોલીવુડમાં પોતાની કોમેડી અને ડાન્સ માટે જાણીતા અભિનેતા ગોવિંદાનું આખું નામ પણ દરેક લોકો નથી જાણતા. ગોવિંદાનું આખું નામ અરુણ આહુજા છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવા માટે તેમણે પોતાનું નામ ગોવિંદા કરી લીધું હતું.

અસીન

દક્ષિણ ભારતીય એકટ્રેસ અસિન પણ પોતાના સરનેમનો ઉપયોગ નથી કરતી. તેમનું કહેવાનું છે કે તેમની સરનેમ બોલવામાં થોડી મુશ્કેલ છે. એટલા માટે તે પોતાના સ્ક્રીન નેમ અસિનનો જ ઉપયોગ કરે છે.

રણવીર સિંહ

બોલિવુડનાં ઊભરતા સ્ટાર રણવીર સિંહ પણ પોતાના સરનેમ ઉપયોગ નથી કરતા. વળી તેનું પૂરું નામ રણવીર સિંહ ભાવનાની છે. તેમને પોતાનું નામ નાનું અને આકર્ષિત કરવા માટે સરનેમને હટાવી લીધી છે.

તમન્ના ભાટિયા

બાહુબલીની સ્ટાર એક્ટ્રેસ તમન્નાની સરનેમ ભાટિયા છે. આ અભિનેત્રીએ ન્યુમરોલોજીનાં કારણે પોતાનાં નામ ને નાનું કરીને સરનેમ હટાવી લીધી છે.

શ્રીદેવી

દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ પોતાના સરનેમનો ઉપયોગ ન કરતી હતી. તેમનું નામ ઘણું મોટું અને કઠિન હતું. આ કારણે તેમણે પોતાનું નામ બદલી દીધું.

જીતેન્દ્ર

જુના જમાનાનાં મોટા અભિનેતા જીતેન્દ્રનું અસલી નામ રવિ કપુર છે. જીતેન્દ્ર એ ફક્ત પોતાની સરનેમ નથી હટાવી, પરંતુ આખું નામ પણ બદલી લીધું. માનવામાં આવે છે કે તેમણે આવું જ્યોતિષ કે ન્યુમરોલોજી પર વિશ્વાસ કરવાના કારણે કર્યું હતું.

કાજોલ

અભિનેત્રી કાજોલ પણ પોતાના આખા નામનો ઉપયોગ નથી કરતી. લગ્ન પછી તે કાજોલ દેવગન થઇ ગઇ. પરંતુ લગ્ન પહેલાં એનું નામ કાજોલ મુખર્જી હતું. કહેવાય છે કે તેમના માતા-પિતાનાં અલગ થવાના કારણે તેમણે પોતાનું નામ કાજોલ કરી લીધું હતું.

ધર્મેન્દ્ર

હેન્ડસમ અભિનેતા ધર્મેન્દ્રને પણ એમના અસલી નામ થી નથી ઓળખવામાં આવતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય એમનું પૂરું નામ નથી લેવામાં આવતું. ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમસિંહ દેઓલ છે. તેમણે પણ પોતાના નામને નાનુ કરીને ધર્મેન્દ્ર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *